SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૩ લય-વિલય-પ્રલય નિવૃત્તિની ગુફામાં જવાથી, સાધક પોતાના સ્વજન-પરિજનોની ચિંતાથી મુક્ત બને છે, અને આત્મભાવમાં, આત્મચિંતનમાં અભિરત રહી શકે છે. તેથી તે સ્વસ્થ રહે છે. પોતાનાં સ્વજન-પરિજનોનાં દુઃખ, દરિદ્રતા અને દુર્ભાગ્યની ચિંતા ન કરવી જોઈએ. એ સ્વજનોની સ્મૃતિ પણ મુનિ ન કરે. એમના રોગોની, ઔષધોપચારની, આર્થિક નિર્બળતાની કે રાજ્યકનડગતની... વગેરે ચિંતાઓ સાધક ન કરે. સ્વજનો વગેરે પુણ્યકાર્ય કરે કે ન કરે, દાન દે કે ન દે, તપ કરે કે ન કરે, પરમાર્થ-પરોપકારનાં કામ કરે કે ન કરે, એ ભવાંતરમાં મરીને ક્યાં જશે?' આવી ચિંતા પણ સાધક ન કરે. એણે તો બધાં જ સ્વજનો-પરિજનો-મિત્રો અને શરીરને પણ ભૂલી જવાનું છે. પરચિંતા કરવાની અનાદિકાલીન કુટેવોથી મુક્ત બનવાનો પ્રબળ પ્રયત્ન કરવો જોઈએ. પ્રબળ અને સબળ પ્રયત્નથી જ એ કુટેવ છૂટે. આ છૂટે તો જ આત્મચિંતનમાં મન ઓતપ્રોત થઈ શકે. ચિદાનંદની અનુભૂતિ થાય તો જ પૂર્ણાનન્દ તરફની યાત્રા આગળ વધે તે માટે વિન્નો પર વિજય પ્રાપ્ત કરવો જ પડે. આપણી યાત્રા એના અંતિમ લક્ષે પહોંચે, એવી ભાવના સાથે પત્ર પૂરો કરું તા. ૧૨-૫-૯૮ Khયુનસૂરિ For Private And Personal Use Only
SR No.008911
Book TitleLay Vilay Pralay
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages283
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy