SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૨ આંતરયાત્રામાં આઠ વિદનો થઈ જવો જોઈએ. પછી, આજે બતાવેલાં વિપ્નો ઉપર વિજય મેળવી આત્માનુભવનું અપૂર્વ સુખ મેળવવાના જ. એ સુખ જ પ્રકૃષ્ટ લય (પ્રલય) છે. આ પ્રશમસુખ-આત્માનુભાવનું સુખ કેવું છે? જો તમે પૂછો તો તેઓ તેમના સુખનું વર્ણન શબ્દોમાં-વાણીમાં નહીં કહી શકે. પ્રશમસુખની અદ્ભુત અનુભૂતિની અભિવ્યક્તિ શબ્દોમાં કરી શકાતી નથી. જેમને કોઈ બાહ્ય સુખ મેળવવાની આકાંક્ષા નથી, જેમને કોઈ દુઃખ દૂર કરવાની ઇચ્છા નથી, બાહ્ય સુખ-દુ:ખની કલ્પનાઓથી અળગા રહેનાર એ મહાત્માઓ જે આન્તર પ્રશમસુખ અનુભવે છે તે સુખ ચક્રવર્તી રાજાઓ કે દેવરાજ ઇન્દ્ર પણ માણી શકતો નથી, જે કોઈ માનવીને પ્રશમસુખનો, આત્માનુભવના સુખનો અનુભવ કરવો હોય તેણે સંસારની તમામ પ્રવૃત્તિઓથી મુક્ત બનવું જ પડે. કોઈ સૂક્ષ્મ પ્રવૃત્તિ પણ ન જોઈએ. મનથી એના વિચારો નહીં કરવાના, વાણીથી એ અંગે કંઈ બોલવાનું નહીં અને કાયાથી એ વિષયમાં કોઈ વ્યવહાર કરવાનો નહીં. એનું મન ડૂબેલું હોય પ્રશમસુખમાં.. સમતાસુખમાં! એની અવિનાશી મસ્તી હોય પ્રશમસુખના સરોવરમાં! મન-વચન-કાયાને સદૈવ લૌકિક પ્રવૃત્તિઓથી મુક્ત રાખવા માટે જોઈએ વિશિષ્ટ જ્ઞાન. એ વિશિષ્ટ જ્ઞાન એટલે માત્ર શ્રુતજ્ઞાન નહીં, માત્ર શાસ્ત્રોનું જ્ઞાન નહીં. વિશિષ્ટ જ્ઞાન એટલે આત્મજ્ઞાન! પરિણતિ જ્ઞાની આત્માના પ્રદેશેપ્રદેશે, જ્ઞાનનાં અજવાળાં પથરાયેલાં હોય. આત્માનો એક પણ પ્રદેશ અજ્ઞાનતાના અંધકારથી આવરાયેલો ન જોઈએ. આવા આત્મજ્ઞાની પ્રશમસુખમાં લય, વિલય અને પ્રલયની મસ્તી માણતા હોય છે. આત્મજ્ઞાની મહાત્મા ક્યારેય મનનાં દુ:ખોથી રીબાતો ન હોય. વિકલ્પોની જાળમાં ક્યારેય ફસા ન હોય. રાગ-દ્વેષની ભડભડતી આગમાં ક્યારેય બળતો ન હોય. એનું આત્મજ્ઞાન અને નિવૃત્તિની ગુફામાં લઈ જાય છે. નિવૃત્તિની ગુફામાં આત્માનુભવરૂપ વિશિષ્ટ લયની પ્રાપ્તિ થાય છે... ધારાપ્રવાહી પ્રશમસુખનો પ્ર-લય પ્રાપ્ત થાય છે. પ્રવૃત્તિના સપાટ મેદાન પર તો દુ:ખના દાવાનળમાં જ સળગવાનું છે. પ્રવૃત્તિની સાથે કોઈ ઇચ્છા-આકાંક્ષા જોડાયેલી હોય જ છે. આ ઇચ્છાઓ, તૃષ્ણાઓ, આકાંક્ષાઓ મનનાં દુઃખોની જનેતા છે. માટે આત્મજ્ઞાનીએ પ્રશમસુખની અનુભૂતિ કરવા નિવૃત્તિની ગુફામાં પહોંચી જવું જોઈએ. For Private And Personal Use Only
SR No.008911
Book TitleLay Vilay Pralay
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages283
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy