SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org લય-વિલય-પ્રલય કરતા કિસાનોને બલાત્કારે ખેતી કરાવતી નથી. - Acharya Shri Kailassagarsuri Gyanmandir ૦ જેમ મેઘગર્જનાને સાંભળીને બગલીને ગર્ભાધાન થાય છે કે પ્રસવ થાય છે, પરંતુ સ્વયં બગલી પ્રસવ ન કરે તો મેઘગર્જના બલાત્કારે પ્રસવ કરાવતી નથી. ૦ જેમ ધર્મોપદેશ સાંભળીને મનુષ્ય પાપત્યાગ કરે છે, પરંતુ મનુષ્ય પાપત્યાગ ન કરતો હોય તો ધર્મોપદેશ બલાત્કાર કરીને પાપત્યાગ નથી કરાવતો. આ રીતે જીવ અને પુદૂગલની ગતિ-સ્થિતિમાં ધર્મ-દ્રવ્ય અને અધર્મ-દ્રવ્ય સહજતાથી સહાયક બને છે, બલાત્કારે નહીં. તાત્પર્ય એ છે કે ધર્મ, અધર્મ અને આકાશ આ ત્રણ દ્રવ્યો પ્રેરક કારણ નથી, પરંતુ ઉદાસીન કારણ છે. તેમનું અસ્તિત્વ જ કાર્ય કરે છે. હવે થોડો વિચાર પુદ્ગલ-દ્રવ્યનો પણ કરી લઈએ. પુદ્ગલ-દ્રવ્યનાં અનેક કાર્યો છે. પરંતુ અહીં થોડાં જ કાર્યો બતાવીશ. અલબત્ત, પુદ્ગલદ્રવ્ય અચેતન છે, તે અ-કર્તા છે, છતાં એ કાર્ય કરે છે, આવો વાક્યપ્રયોગ માત્ર ઔપચારિક છે. ૧૨૧ જીવાત્મા જે મૃદુ-કઠોર આદિ સ્પર્શ અનુભવે છે, એ પુદ્ગલ-દ્રવ્યનો પ્રભાવ છે. ખાટો-મીઠો રસ અનુભવે છે, તે પુદ્ગલ-દ્રવ્યનો જ ઉપકાર છે. સુગંધદુર્ગંધનો અનુભવ પુદ્ગલ-દ્રવ્યનું પ્રદાન છે. લાલ-પીળો આદિ રંગો જે દેખાય છે અને મંદ-તીવ્ર આદિ શબ્દો સંભળાય છે, તે બધું પુદ્ગલ-દ્રવ્યનું કામ છે. કારણ કે સ્પર્શ-રસ-ગંધ-વર્ણ-શબ્દ વગેરે પુદ્ગલ-દ્રવ્યના ગુણો છે. કર્મપુદ્ગલોનો આત્મપ્રદેશો સાથે ક્ષીરનીરન્યાયે જે બંધ થાય છે, પુદ્ગલ-દ્રવ્યનું કાર્ય છે. ૦ અનંતપ્રદેશી પુદ્ગલ-સ્કંધોનું સૂક્ષ્મ થવું અને સ્થૂલ થવું, એ પુદ્ગલનું કાર્ય છે. ૦ આકાશમાં જે વાદળ થાય છે, ઇન્દ્રધનુષ રચાય છે, તે પણ પુદ્ગલ-દ્રવ્યનું કાર્ય છે. Q ખંડ થવા, ટુકડા થવા એ પુદ્ગલનું કામ છે. ૦ અંધકાર ને છાયા પણ પુદ્ગલ-દ્રવ્યનું કાર્ય છે. 9 ચન્દ્ર તારા વગેરેના પ્રકાશ-ઉર્થાત, પુદ્ગલનું કાર્ય છે. For Private And Personal Use Only ૦ સમચતુરસ્ર સંસ્થાન-આકારો (શરીરના) જે રચાય છે, તે પુદ્ગલ-દ્રવ્યનું સર્જન છે. તે પણ
SR No.008911
Book TitleLay Vilay Pralay
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages283
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy