SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ ] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૧ સૂ. ૧૦ प्रत्यवमर्शः सुप्तोत्थितस्य भवति सुखमहमस्वाप्सं प्रसन्नं मे मनः प्रज्ञां मे विशारदीकरोति स्वच्छीकरोतीति । यदा तु रज:सचिवं तम आविरस्ति तदेदृशः प्रत्यवमर्श इत्याहदुःखमहमस्वाप्तं स्त्यानमकर्मण्यं मे मनः कस्माद्यतो भ्रमत्यनवस्थितम् । नितान्ताभिभूतरजःसत्त्वे तमःसमुल्लासे स्वापे प्रबुद्धस्य प्रत्यवमर्शमाह - गाढं मूढोऽहमस्वाप्स गुरूणि मे गात्राणि क्लान्तं मे चित्तमलसं मुषितमिव तिष्ठतीति । साध्यव्यतिरेके हेतुव्यतिरेकमाह - स खल्वयमिति । प्रबुद्धस्य । प्रबुद्धमात्रस्य बोधकाले । પ્રત્યયાનુભવે । નૃત્યમાવાળાનુમતે । તાન્ત્રિતા: વોધનન્યા:। તદ્વિષયા:। वृत्त्यभावकारणविषया इत्यर्थः । ननु प्रमाणादयो व्युत्थानचित्ताधिकरणा निरुध्यन्तां समाधिप्रतिपक्षत्वात् । निद्रायास्त्वेकाग्रवृत्तितुल्यायाः कथं समाधिप्रतिपक्षतेत्यत आहसा च समाधाविति । एकाग्रतुल्यापि तामसत्वेन निद्रा सबीजनिर्बीजसमाधिप्रतिपक्षेति सापि निरोद्धव्येत्यर्थः ॥ १० ॥ અભાવના કારણ (રૂપ તમસ્)નું અવલંબન કરનારી વૃત્તિ નિદ્રા છે. વૃત્તિ શબ્દ અધિકૃત હોવાથી આ સૂત્રમાં પણ અનુવર્તમાન છે, છતાં એનું ગ્રહણ ભાર દેવા માટે છે. પરીક્ષકોના મતમાં પ્રમાણ, વિપર્યય, વિકલ્પ અને સ્મૃતિના વૃત્તિપણા વિષે વિરોધ નથી. તેથી એનું વિશેષ વિધાન અનુવાદ માટે છે. નિદ્રાવિષે તો એ વૃત્તિ છે કે નહીં એમ પરીક્ષકોમાં વિરોધ છે. તેથી એ પણ વૃત્તિ જ છે એમ જણાવવા માટે એનું વિધાન આવશ્યક છે. અધિકાર રૂપે ચાલ્યો આવતો શબ્દ ભાર આપતો નથી. તેથી ફરીથી વૃત્તિશબ્દનું ગ્રહણ કરીને જાગ્રત અને સ્વમની વૃત્તિઓના અભાવનું કારણ, બુદ્ધિસત્ત્વનું આવરણ કરતું તમસ્ જેનું અવલંબન, કે વિષય છે, એ વૃત્તિ નિદ્રા છે, એમ કહે છે. બુદ્ધિસત્ત્વ ત્રિગુણાત્મક છે. જ્યારે સત્ત્વ અને રજને દબાવીને બધી ઇન્દ્રિયોનું આવરણ કરનાર તમ પ્રગટ થાય છે, ત્યારે બુદ્ધિ વિષયાકારે પરિણમતી નથી. તમોગુણવાળી બુદ્ધિને જાણનાર પુરુષ સુષુપ્ત કે અંતઃસંજ્ઞ કહેવાય છે. નિરોધ કે કૈવલ્યની જેમ વૃત્તિના અભાવને નિદ્રા કેમ ન કહેવાય ? એના જવાબમાં “સા ચ સંપ્રબોધે પ્રત્યવમર્શપ્રત્યયવિશેષઃ'થી કહે છે કે પ્રત્યવમર્શ એટલે યુક્તિપૂર્વક થતું સ્મરણ, તેનાથી જણાય છે કે એ વિશેષ પ્રકારનું જ્ઞાન છે. કેવી રીતે ? સત્ત્વની છાયાથી યુક્ત તમોગુણ ચિત્તમાં પ્રગટે, તો જાગ્યા પછી મનુષ્યમાં “હું સુખપૂર્વક સૂતો હતો. મારું મન પ્રસન્ન છે, અને એ મારી પ્રજ્ઞાને સ્વચ્છ બનાવે છે,” એવો વિચાર જોવા મળે છે. રજોગુણના સહકારમાં તમોગુણ પ્રગટે તો “હું દુ:ખપૂર્વક સૂતો હતો. મારું મન આળસુ અને અકર્મણ્ય છે, અને
SR No.008883
Book TitlePatanjalina Yoga sutro
Original Sutra AuthorN/A
AuthorGautam Patel, Ramkrushna Tuljaram Vyas
PublisherSanskrit Sahitya Academy Gandhinagar
Publication Year2004
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy