SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ પા. ૧ સૂ. ૪૧] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૧૦૩ विश्वभेदश्चेतनाचेतनस्वभावो गवादिर्घटादिश्च द्रष्टव्यः तदनेन वितर्कविचारानुगतौ समाधी શતી | तथा ग्रहणेष्वपीन्द्रियेष्विति । गृह्यन्त एभिरर्था इति ग्रहणानीन्द्रियाणि । एतदेव स्पष्टयति-ग्रहणालम्बनेति । ग्रहणं चालम्बनं च तदिति ग्रहणालम्बनम् । तेनोपरक्तमनुविद्धमात्मीयमन्तःकरणरूपमपिधाय ग्रहणमिव बहिष्करणमिवापनमिति । तदनेनानन्दानुगतमुक्त्वाऽस्मितानुगतमाह-तथा ग्रहीतृपुरुषेति । अस्मितास्पदं हि ग्रहीता पुरुष इति भावः । पुरुषत्वाविशेषादनेनैव मुक्तोऽपि पुरुषः शुकप्रह्लादादिः समाधिविषयतया संग्रहीतव्य इत्याह- तथा मुक्तेति । उपसंहरंस्तत्स्थतदञ्जनतापदं व्याचष्टे-तदेवमिति । तेषु ग्रहीतृग्रहणग्राह्येषु स्थितस्य धारितस्य ध्यानपरिपाकवशादपहतरजस्तमोमलस्य चित्तसत्त्वस्य या तदञ्जनता तदाकारता सा समापत्तिः संप्रज्ञातलक्षणो योग उच्यते । तत्र च ग्रहीतृग्रहणग्राह्येष्विति सौत्रः पाठक्रमोऽर्थक्रमविरोधानादर्तव्यः । एवं भाष्येऽपि प्रथमं भूतसूक्ष्मोपन्यासो नादरणीय इति सर्व રમણીયમ્ IIઇશા અત્યાર સુધી ચિત્તની સ્થિરતાના ઉપાયો બતાવ્યા. સ્થિરતા પ્રાપ્ત ચિત્તની કુશળતા પણ બતાવી. હવે “અથ લબ્ધસ્થિતિસ્ય ચેતસ..” વગેરેથી પૂર્ણ સ્થિરતા મેળવેલા ચિત્તનો વિષય કયો હોય છે અને એને કેવારૂપવાળો સંપ્રજ્ઞાત સમાધિ થાય છે, એ વિષે પ્રશ્ન કરે છે. “તદુચ્યતે” એમ કહીને આગળનું સૂત્ર “ક્ષીણવૃત્તેરભિાતસેવ.”... વગેરે પ્રસ્તુત કરે છે. “ક્ષીણવૃત્ત...” વગેરેથી સૂત્ર સમજાવે છે. અભ્યાસ અને વૈરાગ્યથી રાજસ, તામસ પ્રમાણ વગેરે વૃત્તિઓનો ક્ષય થયા પછી, કે બધા પ્રત્યયોનો અસ્ત થયા પછી, એવો અર્થ છે. આનાથી સ્વભાવે જ સ્વચ્છ એવા ચિત્તસત્ત્વની રજોગુણ અને તમોગુણથી દબાઈ ન જવાની વાત કરી. “યથા...” વગેરેથી દષ્ટાન્ત આપીને સ્પષ્ટતા કરે છે. ઉપાશ્રય એટલે ઉપાધિ કે નજીક મૂકેલી વસ્તુ, દાખલા તરીકે જપાકુસુમ વગેરે. એમનાથી ઉપરક્ત એટલે એમની છાયાવાળા બનવું. ઉપાધિનું જે પોતાનું લાલ, નીલ વગેરે રૂ૫, એ જ આકાર વાળો સ્ફટિક દેખાય છે. “તદા ગ્રાહ્ય”... વગેરેથી દ્રષ્ટાન્નનો મુખ્ય વાત સમજાવવા ઉપયોગ કરે છે. ગ્રાહ્ય વસ્તુને અવલંબીને એટલે એનાથી રંગાઈને. આમ ગ્રહીતા અને ગ્રહણથી ગ્રાહ્યનો ભેદ દર્શાવ્યો. પોતાના અંતઃકરણ તરીકેના રૂપને છુપાવીને ગ્રાહ્ય વસ્તુ સાથે એકરૂપ થયેલું એટલે ગ્રાહ્ય બની ગયેલું (ચિત્ત) એમ સમજવું જોઈએ. આ કારણે ગ્રાહ્યના રૂપના આકારે ભાસે છે. ભૂતસૂક્ષ્મ...” વગેરેથી ગ્રાહ્યના ઉપરાગને સ્કૂલ અને સૂક્ષ્મ એમ બે વિભાગોમાં વિભાજિત કરે છે. વિશ્વના વિભિન્ન પદાર્થો એટલે ચેતન ગાય વગેરે
SR No.008883
Book TitlePatanjalina Yoga sutro
Original Sutra AuthorN/A
AuthorGautam Patel, Ramkrushna Tuljaram Vyas
PublisherSanskrit Sahitya Academy Gandhinagar
Publication Year2004
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy