SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ ] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૧ સૂ. ૪૧ દૃષ્ટાન્ત છે. જેમ સ્ફટિક પાસે રહેલા જુદા જુદા પદાર્થોને કારણે, એ નજીકના પદાર્થના રૂપના આકારવાળો દેખાય છે, એમ ગ્રાહ્ય આલંબનના રંગે રંગાયેલું ચિત્ત ગ્રાહ્યના રૂપવાળું અને ગ્રાહ્યના આકારવાળું દેખાય છે. એ રીતે સૂક્ષ્મ ભૂતોના રૂપથી રંગાયેલું ચિત્ત સૂક્ષ્મ ભૂતોના સ્વરૂપના આભાસવાળું બને છે. અને સ્થૂલ આલંબનના રૂપે રંગાયેલું ચિત્ત સ્થૂલ રૂપવાળું બનીને સ્કૂલ રૂપના આભાસવાળું બને છે. તેમજ વિશ્વના ભિન્ન ભિન્ન પદાર્થોના રૂપે રંગાયેલું ચિત્ત જગતના વિભિન્ન પદાર્થોના આકારવાળું બનીને દુનિયાની જુદી જુદી વસ્તુઓના આભાસવાળું બને છે. એ રીતે ગ્રહણો કે ઇન્દ્રિયો વિષે પણ જાણવું. ગ્રહણના આલંબનના રૂપે રંગાયેલું ચિત્ત, ગ્રહણના આકારવાળું બનીને ગ્રહણ સ્વરૂપના આકારથી ભાસે છે. તથા ગ્રહીતા પુરુષના આલંબનના રૂપથી રંગાયેલું, ગ્રહીતા પુરુષ સાથે એકરૂપ બનેલું, ગ્રહીતા પુરુષના આકારે ભાસે છે. એમ મુક્ત પુરુષના આલંબનથી રંગાયેલું, મુક્ત પુરુષ સાથે એકરૂપ બનેલું, મુક્ત પુરુષના સ્વરૂપના આકારવાળું ભાસે છે. આમ અભિજાત મણિ જેવું ચિત્ત ચહીતા, ગ્રહણ અને ગ્રાહ્ય એટલે કે પુરુષ, ઇન્દ્રિયો અને ભૂતોમાં રહીને, તરંજનતા એટલે એમના આકારવાળું બને, એને સમાપત્તિ કહેવામાં આવે છે. ૪૧ तत्त्व वैशारदी ___ तदेवं चित्तस्थितेरुपाया दर्शिताः । लब्धस्थितिकस्य चित्तस्य वशीकारोऽपि दर्शितः । संप्रति लब्धस्थितिकस्य चेतसः किंविषयः किंरूपश्च संप्रज्ञातो भवतीति पृच्छति- अथेति । अत्रोत्तरसूत्रमवतारयति-तदुच्यत इति । सूत्रं पठति-क्षीणवृत्तेरित्यादि समापत्त्यन्तम् । तद्वयाचष्टे-क्षीणेति । अभ्यासवैराग्याभ्यां क्षीणराजसतामसप्रमाणादिवृत्तेश्चित्तस्य । तस्य व्याख्यानं प्रत्यस्तमितप्रत्ययस्येति । तदनेन चित्तसत्त्वस्य स्वभावस्वच्छस्य रजस्तमोभ्यामभिभव उक्तः । दृष्टान्तं स्पष्टयति-यथेति । उपाश्रय उपाधिर्जपाकुसुमादिः । उपरक्तस्तच्छायापनः । उपाश्रयस्य यदात्मीयं रूपं लोहितनीलादि तदेवाकारस्तेन लक्षितो निर्भासते । दान्तिके योजयति - तदा ग्राह्येति । ग्राह्यं च तदालम्बनं च तेनोपरक्तं तदनुविद्धम् । तदनेन ग्रहीतृग्रहणाभ्यां व्यवच्छिनत्ति । आत्मीयमन्तःकरणरूपमपिधाय ग्राह्यसमापनं ग्राह्यतामिव प्राप्तमिति यावत् । अतो ग्राह्यस्वरूपाकारेण निर्भासते । ग्राह्योपरागमेव सूक्ष्मस्थूलताभ्यां विभजते-भूतसूक्ष्मेति ।
SR No.008883
Book TitlePatanjalina Yoga sutro
Original Sutra AuthorN/A
AuthorGautam Patel, Ramkrushna Tuljaram Vyas
PublisherSanskrit Sahitya Academy Gandhinagar
Publication Year2004
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy