SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૧ સૂ. ૪૦ જે કોઈ ગમતો પદાર્થ હોય, એનું જ ધ્યાન કરવું. એમાં સ્થિર થયેલું ચિત્ત બીજે પણ સ્થિર થાય છે. ૩૯ तत्त्व वैशारदी यथाभिमतध्यानाद्वा । किं बहुना यदेवाभिमतं तत्तत्तद्रूरूपमिति ॥३९॥ વધારે શું કહેવું? જે ગમતું હોય, એ એના ઈષ્ટનું રૂપ છે. ૩૯ परमाणुपरममहत्त्वान्तोऽस्य वशीकारः ॥४०॥ યોગીની કુશળતા પરમાણુથી માંડીને સૌથી મોટા પદાર્થ સુધી વિસ્તરે છે. ૪૦ भाष्य सूक्ष्मे निविशमानस्य परमाण्वन्तं स्थितिपदं लभत इति । स्थूले निविशमानस्य परममहत्त्वान्तं स्थितिपदं चित्तस्य । एवं तामुभयीं कोटिमनुधावतो योऽस्याप्रतीघातः स परो वशीकारः । तद्वशीकारात्परिपूर्ण योगिनश्चित्तं न पुनरभ्यासकृतं परिकर्मापेक्षत इति ॥४०॥ સૂક્ષ્મમાં પ્રવેશતું યોગીનું ચિત્ત સૂક્ષ્મતમ પરમાણુ સુધીમાં સ્થિર થાય છે, અને ચૂલમાં પ્રવેશતું સૌથી મોટા પદાર્થમાં સ્થિર થાય છે. આમ આ બંને કોટિઓ સુધી વિસ્તરતું યોગીનું ચિત્ત ક્યાંય પણ અટકતું નથી. કોઈ એને રોકી શકતું નથી. એ એની શ્રેષ્ઠ કુશળતા છે. આવી કુશળતાવાળું યોગીનું ચિત્ત અભ્યાસ વડે વધારે સંસ્કારની અપેક્ષા રાખતું નથી. ૪૦ कथं पुनः स्थितिपदमात्मीभावोऽवगन्तव्य इत्यत आह-परमाणुपरममह त्त्वान्तोऽस्य वशीकारः । व्याचष्टे-सूक्ष्म इति । उक्तम) पिण्डीकृत्य वशीकारपदार्थमाहएवं तामुभयीमिति । वशीकारस्यावान्तरफलमाह-तद्वशीकारादिति ॥४०॥ કયા લક્ષણથી યોગીનું ચિત્ત પૂર્ણપણે સ્થિર થઈને, નિત્ય આત્મભાવમાં રહે છે, એ જાણી શકાય? એના જવાબમાં “પરમાણુપરમમહત્ત્વાન્તોસ્ય વશીકારઃ” સૂત્રથી કહે છે કે સૂક્ષ્મ પરમાણુથી શરૂ કરીને સૌથી મોટી વસ્તુમાં યોગીનું ચિત્ત
SR No.008883
Book TitlePatanjalina Yoga sutro
Original Sutra AuthorN/A
AuthorGautam Patel, Ramkrushna Tuljaram Vyas
PublisherSanskrit Sahitya Academy Gandhinagar
Publication Year2004
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy