SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ પ. ૧ સૂ. ૩૯] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વશારદી [૯૯ - - - - तत्त्व वैशारदी स्वप्ननिद्राज्ञानालम्बनं वा । यदा खल्वयं स्वप्ने विविक्तवनसंनिवेशवर्तिनीमुत्कीर्णामिव चन्द्रमण्डलात्कोमलमृणालशकलानुकारिभिरङ्गप्रत्यङ्गरुपेतामभिजातचन्द्रकान्तमणिमयीमतिसुरभिमालतीमल्लिकामालाहारिणी मनोहरां भगवतो महेश्वरस्य प्रतिमामाराधयन्नोव प्रबुद्धः प्रसन्नमनास्तदा तामेव स्वप्नज्ञानालम्बनीभूतामनुचिन्तयतस्तस्य तदेकाकार-मनसस्तत्रैव चित्तं स्थितिपदं लभते । निद्रा चेह सात्त्विकी ग्रहीतव्या। यस्याः प्रबुद्धस्य सुखमहमस्वाप्समिति प्रत्यवमर्शो भवति । एकाग्रं हि तस्यां मनो भवति । तावन्मात्रेण चोक्तम् - एतदेव ब्रह्मविदो ब्रह्मणो रूपमुदाहरन्ति सुप्तावस्थेति । ज्ञानं च ज्ञेयरहितं न शक्यं गोचरयितुमिति ज्ञेयमपि गोचराक्रियते ॥३८॥ જ્યારે આ યોગી સ્વપ્નમાં એકાન્ત વનના વિસ્તારમાં ચંદ્રમંડળમાંથી કોતરેલી હોય એવી, કોમળ મૃણાલના ટુકડાઓ જેવાં અંગોવાળી, ઉત્તમ જાતના ચંદ્રકાન્ત મણિમય અને અત્યંત સુગંધિત માલતી, મલ્લિકાના પુષ્પોના હાર ધારણ કરતી, મનોહર એવી ભગવાન મહેશ્વરની પ્રતિમાનું આરાધન કરતાં, પ્રસન્ન મનવાળો યોગી જાગે ત્યારે એ જ સ્વપ્રજ્ઞાનનું અવલંબન લઈને એનું ચિંતન કરતા યોગીનું ચિત્ત તદાકાર બનીને એમાં સ્થિરતા પ્રાપ્ત કરે છે. અહીં સાત્વિક નિદ્રા ગ્રહણ કરવી જોઈએ, જેમાંથી જાગ્યા પછી, હું સુખપૂર્વક સૂતો હતો, એવી સ્મૃતિ ઉત્પન્ન થાય છે. એમાં મન એકાગ્ર થાય છે. આવી સુષુપ્તાવસ્થાને બ્રહ્મવેત્તાઓ બ્રહ્મનું રૂપ કહે છે. શેયરહિત જ્ઞાનને જાણવું શક્ય નથી. છતાં એવા શેયને પણ જાણવાનો યત્ન (નિદ્રાજ્ઞાનના અવલંબથી) કરવામાં આવે છે. ૩૮ यथाभिमतध्यानाद्वा ॥३९॥ અથવા પોતાને પસંદ હોય એ ઈષ્ટદેવના ધ્યાનથી ચિત્ત સ્થિર થાય છે. ૩૯ भाष्य यदेवाभिमतं तदेव ध्यायेत् । तत्र लब्धस्थितिकमन्यत्रापि स्थितिपदं નમત રૂતિ રૂા.
SR No.008883
Book TitlePatanjalina Yoga sutro
Original Sutra AuthorN/A
AuthorGautam Patel, Ramkrushna Tuljaram Vyas
PublisherSanskrit Sahitya Academy Gandhinagar
Publication Year2004
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy