SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૧ સૂ. ૩૪ ઇચ્છારૂપ દોષ નિવૃત્ત થાય છે. પુણ્યશીલ લોકો માટે મુદિતા-હર્ષ-ની ભાવના કેળવનારના ચિત્તમાંથી અસૂયાની કલુષિતતા ચાલી જાય છે. અપુણ્યશીલ લોકો તરફ ઉપેક્ષા-મધ્યસ્થતા-કેળવવાથી અસહનશીલતારૂપ દોષ ચિત્તમાંથી નિવૃત્ત થાય છે. પછી યોગીને રાજસ-તામસધર્મો નિવૃત્ત થવાથી સાત્વિક શુક્લ (શુદ્ધ) ધર્મ પ્રાપ્ત થાય છે. એટલે કે એ સાત્ત્વિક ગુણોના ઉત્કર્ષથી સમ્પન્ન બને છે. અને પ્રસન્ન બનેલું યોગીનું ચિત્ત ગુણોના ઉત્કર્ષથી જ વૃત્તિઓના નિરોધ તરફ વળે છે, તેમજ આગળ કહેવાનારા ઉપાયોથી એકાગ્ર બની સ્થિરતા પ્રાપ્ત કરે છે. મૈત્રી વગેરે ભાવનાઓના અભાવમાં એ ઉપાયો ચિત્તની સ્થિરતા ઉત્પન્ન કરવા માટે સમર્થ થતા નથી. ૩૩ प्रच्छर्दनविधारणाभ्यां वा प्राणस्य ॥३४॥ અથવા રેચક કર્યા પછી પ્રાણવાયુને બહાર રોકવાના અભ્યાસરૂપ પ્રાણાયામથી (ચિત્તની સ્થિરતા થાય છે). માણ कौष्ठ्यस्य वायो सिकापुटाभ्यां प्रयत्नविशेषाद्वमनं प्रच्छर्दनम् । विधारणं प्राणायामः । ताभ्यां वा मनसः स्थितिं संपादयेत् ॥३४॥ કોઠાના વાયુને નાકવાટે વિશેષ પ્રકારના પ્રયત્નથી (હળવે હળવે) બહાર કાઢવો એ પ્રચ્છેદન છે. (ત્યાં એને) રોકવો એ પ્રાણાયામ છે. એ બેથી ચિત્તની સ્થિરતા મેળવવી. ૩૪ તત્ત્વ વૈશારી तानिदानी स्थित्युपायानाह-प्रच्छर्दनविधारणाभ्यां वा प्राणस्य । वाशब्दो वक्ष्यमाणोपायान्तरापेक्षो विकल्पार्थः, न मैत्र्यादिभावनापेक्षया । तया सह समुच्च्यात् । प्रच्छर्दनं विवृणोति-कौष्ठ्यस्येति । प्रयत्नविशेषाद्योगशास्त्रविहितायेन कौष्ठ्यो वायु सिकापुटाभ्यां शनै रेच्यते । विधारणं विवृणोति-विधारणं प्राणायामः । रेचितस्य प्राणस्य कौष्ठ्यस्य वायोर्यदायामो बहिरेव स्थापनं न तु सहसा प्रवेशनम् । तदेताभ्यां प्रच्छर्दनविधारणाभ्यां वायोर्लघूकृतशरीरस्य मनः स्थितिपदं लभते । अत्र चोत्तरसूत्रगतात्स्थितिनिबन्धनीति पदात्स्थितिग्रहणमाकृष्य संपादयेदित्यर्थप्राप्तेन संबन्धनीयम |૩૪ll (અગાઉ ઉલ્લેખ કર્યો) એ સ્થિરતાના ઉપાયો કહે છે- “પ્રચ્છેદન...”
SR No.008883
Book TitlePatanjalina Yoga sutro
Original Sutra AuthorN/A
AuthorGautam Patel, Ramkrushna Tuljaram Vyas
PublisherSanskrit Sahitya Academy Gandhinagar
Publication Year2004
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy