SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ છે. દદદદદીદી कारिकावली : द्रव्यं गुणस्तथा कर्म सामान्यं सविशेषकम् । समवायस्तथाऽभावः पदार्थाः सप्त कीर्तिताः ॥२॥ | मुक्तावली : पदार्थान् विभजते-द्रव्यमिति । अत्र सप्तमस्याऽभावत्व कथनादेव षण्णां भावत्वं प्राप्तं, तेन भावत्वेन पृथगुपन्यासो न कृतः । एते |च पदार्था वैशेषिकनये प्रसिद्धाः, नैयायिकानामप्यविरुद्धाः । प्रतिपादितं જૈવમેવ માણે મુક્તાવલી : પદાર્થોનું વિભાજન કરે છે. તે પદાર્થો સાત છે : દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ અને અભાવ. પ્રથમ છ પદાર્થો ભાવરૂપ છે એવી પ્રતીતિ તો સાતમો | પદાર્થ ‘અભાવ' કહેવાથી થઈ જાય છે, એટલે જુદું સ્પષ્ટીકરણ કર્યું નથી. આ સાત | પદાર્થો વૈશેષિક દર્શનમાં પ્રસિદ્ધ છે અને તે સાતેય પદાર્થો ન્યાયદર્શનને પણ માન્ય છે, કારણ કે ન્યાયભાષ્યમાં તેવું જ પ્રતિપાદન આવે છે. ટિપ્પણ: પાર્થ વિમાને-પાન પ્રતિપસ્થિતિ ા પદાર્થોનું પ્રતિપાદન એટલે | પદાર્થત્વના વ્યાપ્ય ધર્મોને આગળ કરીને થતું પ્રતિપાદન. પદાર્થત્વના વ્યાપ્ય ધર્મો દ્રવ્યત્વ, ગુણત્વ વગેરે સાત છે. તે દ્રવ્યત્વાદિ ધર્મોને આગળ કરીને જે પ્રતિપાદન થાય | તેને પદાર્થોનું પ્રતિપાદન-પદાર્થોનું વિભાજન કહેવાય. પદાર્થના સાક્ષાત વ્યાપ્ય ધર્મો દ્રવ્યત્વાદિ છે તેમ પદાર્થત્વના પરંપરયા વ્યાપ્ય | ધર્મો પૃથ્વીત્વાદિ છે. પદાર્થત્વવ્યાપ્યદ્રવ્યત્વ અને દ્રવ્યત્વવ્યાપ્યપૃથ્વીત્વ છે. એટલે માત્ર પદાર્થત્વના વ્યાપ્ય ધર્મથી જો પ્રતિપાદન કરીએ તો પરંપરયા વ્યાપ્ય ધર્મ પૃથ્વીત્યાદિને લઈને પણ પદાર્થોનું પ્રતિપાદન થઈ જશે. આ આપત્તિ દૂર કરવા સાક્ષાત્ વ્યાપ્ય ધર્મ | કહેવું જોઈએ. પદાર્થ-વિભાજન = પદાર્થત્વના સાક્ષાત વ્યાપ્ય ધર્મનું પ્રતિપાદન. આ રીતે દ્રવ્યનું વિભાજન એટલે દ્રવ્યત્વના સાક્ષાત્ વ્યાપ્ય ધર્મને આગળ કરીને | કરાતું પ્રતિપાદન એ અર્થ થયો. અહીં દ્રવ્યત્વના સાક્ષાત્ વ્યાપ્ય ધર્મ ભૂતત્વ, મૂર્તત્વ | અને અમૂર્તત્વ એ ત્રણ છે જ. પ્રશ્ન : આ ત્રણમાં નવે ય નો સમાવેશ થઈ જ જાય છે તો શું તે રીતે દ્રવ્ય ત્રણ કહેવાય ? SC, TRY ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ (૨૦) E MY
SR No.008881
Book TitleNyaya Siddhanta Muktavali Part 1
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2006
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy