SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ 2 = == Oxossbodsbobadabadbach આત્મ 5. swasteshwoodsaxdostawchodbabot coco t as cosas couscouscoustessa cos | कारिकावली : आत्मेन्द्रियाद्यधिष्ठाता करणं हि सकर्तृकम् ॥४७॥ मुक्तावली : आत्मानं निरूपयति - आत्मेन्द्रियेति । आत्मत्वजातिस्तु सुखदुःखादिसमवायिकारणतावच्छेदकतया सिध्यति । ईश्वरेऽपि सा जातिरस्त्येव, अदृष्टादिरूपकारणाभावान सुखदुःखाद्युत्पत्तिः । 'नित्यस्य स्वरूपयोग्यत्वे फलावश्यम्भावनियम' इत्यस्याप्रयोजकत्वात् । મુક્તાવલી : આત્મત્વ જાતિ અનુમાન પ્રમાણથી સિદ્ધ થાય છે. પ્રશ્ન : આત્મત્વ જાતિ તો આત્માનું માનસપ્રત્યક્ષ (રૂત્યાર) થવાથી પ્રત્યક્ષ સિદ્ધ જ છે તો પછી અનુમાનથી સિદ્ધ કરવાની શી જરૂર ? ઉત્તર : આત્માનું માનસપ્રત્યક્ષ થતું હોવાથી સ્વાત્મનિષ્ઠ આત્મત્વ જાતિ જરૂર છે પ્રત્યક્ષ સિદ્ધ છે, તથાપિ સર્વ પરાત્મગત આત્મત્વ જાતિ તો પ્રત્યક્ષ સિદ્ધ નથી. માટે સકલાત્મસાધારણ આત્મત્વ જાતિ તો અનુમાનથી જ સિદ્ધ થાય. - સુખદુ:ખાદિનું સમવાયિકારણ આત્મા છે માટે સુખાદિની સમવાયિકારણતાના અવચ્છેદક તરીકે આત્મત્વ જાતિ સિદ્ધ થાય. આ અંગેના અનુમાનનો આકાર પૃથ્વીત્વાદિ જાતિની સિદ્ધિવત્ સમજી લેવો. (સુખ, દુ:ખ, જ્ઞાન, ઈચ્છા, દ્વેષ, પ્રયત્ન, ધર્મ, અધર્મ, ભાવના). પ્રશ્ન : ઈશ્વર-આત્મામાં તો સુખાદિ નથી જ, કેમકે ત્યાં સુખાઘુત્પાદક અદષ્ટ નથી. આમ ઈશ્વરાત્મા સુખાદિનું સમાયિકારણ નહિ બને તો તેનામાં તાદશ સમવાધિકારણતાના અવચ્છેદક તરીકે આત્મત્વ જાતિ શી રીતે સિદ્ધ થશે ? ઉત્તર : ઈશ્વરાત્મામાં પણ આત્મત્વ જાતિ છે જ, કેમકે ઈશ્વરાત્મામાં પણ જો અદષ્ટ હોત તો જરૂર સુખાદિ કાર્યો ઉત્પન્ન થાત. આમ ઈશ્વરાત્મામાં સુખાદિની ફલોપધાયક કારણતા ન હોવા છતાં સ્વરૂપયોગ્યતારૂપ કારણતા તો છે જ. તેનો અવચ્છેદક આત્મત્વ બનતાં તે જાતિ બની રહેશે. પ્રશ્ન : જે નિત્ય હોય અને અમુક કાર્યની સ્વરૂપયોગ્યતાવાળું હોય તેનામાં ક્યારેક પણ ફળ અવશ્ય થવું જ જોઈએ. (આ વાત જલનિરૂપણમાં વિચારાઈ ગઈ છે.) માટે ઈશ્વરાત્મા જો સુખાદિ કાર્યની સ્વરૂપયોગ્યતાવાળો હોય તો તેનામાં ક્યારેક પણ સુખાદિ ફળની ઉત્પત્તિ થવી જ જોઈએ જે ઈષ્ટ નથી. cosas cosas escorcoscescasas food ન્યાયસિદ્ધાન્તભક્તાવલી ભાગ-૧૦ (૧૮) E x
SR No.008881
Book TitleNyaya Siddhanta Muktavali Part 1
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2006
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy