SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ વાણીનો સિદ્ધાંત ૧૪૫ ૧૪૬ વાણીનો સિદ્ધાંત પ્રશ્નકર્તા: પણ આ તો પહેલાં વાણી બોલવી પડે, એટલે પછી એના પડઘા શરૂ થઈ ગયા. એમાં ઈન્ટરેસ્ટ ક્યાં આવ્યો ? દાદાશ્રી : વાણીમાં ઈન્ટરેસ્ટ હતો, ત્યારે તો વાણી બોલ્યા. પછી એના પડઘા રહ્યા કરે. તમે ડીસૂઈન્ટરેસ્ટ થયેલા છો ? પગાર અમથા લો છો ? પ્રશ્નકર્તા ઃ ઈન્ટરેસ્ટ તો છે જ ને ! આ વાણીના પડઘા ભૂસી નાખવાની વાત ન સમજાઈ. ના સમજાયું. દાદાશ્રી : પણ વાણીના પડઘા ના પડે એટલે છૂટું થઈ જાય. પ્રશ્નકર્તા : એ પડઘા શમાવવા માટે કંઈ પુરુષાર્થ હોય છે ? દાદાશ્રી : પડઘા એટલે સ્પંદન બધાં. સ્પંદન થયા કરે. એક કાંકરો નાખીએ, તે એક કૂંડાળું થાય. પાછું બીજું થાય, ત્રીજું થાય, એવી રીતે પડઘા પડે. પ્રશ્નકર્તા : તો આમાં પડઘા કેવા પ્રકારના હોય ? જે બોલ્યા એ સંબંધીના બધા પર્યાયો ઊભાં થયા કરે ? દાદાશ્રી : હા. એના સંબંધી જ બધા પડઘા ઊભા થયા કરે. પછી સમાઈ જાય. પ્રશ્નકર્તા : એની મેળે જ સમાય ? દાદાશ્રી : એ તો સમાયેલું જ છે, એની મેળે જ. શમાવું ના હોય તો કંઈ લાગતું વળગતું નથી. પણ પેલી આ જાગૃતિ એ બાજુ જતી રહે. ને પડઘા પડે, સ્પંદન થાય એટલે ! છતાં અમે તરત એડજસ્ટમેન્ટ લઈ લઈએ. પડઘા તરત બંધ કરી દઈએ. એ બધું અમને આવડે. પ્રશ્નકર્તા : એ કંઈ રીતે બંધ કરો ? દાદાશ્રી : એ ભૂંસી નાખીએ બધું. પ્રશ્નકર્તા : એટલે એ બાજુ જોવાનું ? દાદાશ્રી : ના. એ બાજુ જોવાનું નહીં. પડઘા જ ભૂંસી નાખીએ. પ્રશ્નકર્તા : ભૂંસી નાખવાનું હોય ? દાદાશ્રી : હા. પ્રશ્નકર્તા : એ કેવું હોય પાછું ? દાદાશ્રી : ઈન્ટરેસ્ટ છે, માટે પડઘા પડે છે. દાદાશ્રી : એ તમને શક્તિ આવવી જોઈએ ને ! જબરજસ્ત શક્તિ આવવી જોઈએ. એમાં પોતાની સ્થિરતા જોઈએ. બાકી એવી સ્થિરતા હોય નહીં ને ! પ્રશ્નકર્તા: આ જે પ્રશ્ન પૂછાય હમણાં, એ સંબંધી વાણી નીકળે, એનાં બધા પર્યાય ચાલતા હોય અને નવો જ પ્રશ્ન કોઈ પૂછે, પહેલાંની લિંકનો પ્રશ્ન ના હોય અને તરત જ બીજો પ્રશ્ન પૂછવામાં આવે, તો પડઘા બંધ થઈ જાય ? દાદાશ્રી : હા. બંધ થઈ જાય. પ્રશ્નકર્તા : અને નવા પ્રશ્નસંબંધી પડઘા શરૂ થઈ જાય ? દાદાશ્રી : હા, તમે રોજ જુઓ જ છો ને? કેટલા બધા પ્રશ્ન હોય છે ? એ તો ઓન ધી સ્પોટ જવાબ હોય છે બધા અને વિચારીને જવાબ આપવાનો હોય તો શું થાય ? પ્રશ્નકર્તા : આ વાત પૂરી ના થઈ હોય ને નવો જ પ્રશ્ન પૂછવામાં આવે તો તરત જ એનાં સંબંધીની વાત નીકળે. એ બધું શું છે ? દાદાશ્રી : એટલે જ આત્માની અનંત શક્તિ કહી છે ! પ્રશ્નકર્તા: આ વાણીના પડઘાની, પહેલી વખત આ વાત નીકળી ! દાદાશ્રી : એ તો જ્યારે ટાઈમ આવે ત્યારે વાત નીકળેને ! તમે
SR No.008876
Book TitleVani No Siddhanta Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size91 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy