SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ વાણીનો સિદ્ધાંત ૧૪૧ ૧૪૨ વાણીનો સિદ્ધાંત છે એ બધું ખોટું છે, આ આમ છે. પછી ‘હું શુદ્ધાત્મા છું’ એવી એને સૂઝ પડી જાય. પ્રશ્નકર્તા : આ વાંચેલાને અહંકાર ધારણ કરે છે, તો આ ‘જ્ઞાનને ધારણ કોણ કરે છે ? દાદાશ્રી : એ પ્રજ્ઞાશક્તિ કરે છે. એટલે આત્માને કશી લેવા-દેવા નથી. પ્રશ્નકર્તા : એ નિશ્ચયવાળો કહેવાય છે ? દાદાશ્રી : નિશ્ચય ને એને કશું નહીં. એ તો એનો પાવર હોય. અહંકાર બહુ પાવરવાળો હોય. પ્રશ્નકર્તા : ધારણ કરે તે જુદું અને પાછી સૂઝ પડતી હોય એ જુદું થયું ને ? દાદાશ્રી : સૂઝ પાછી જુદી. સૂઝ એ તો પરમેનન્ટ વસ્તુ છે. ટેમ્પરરી ભાગ ભજવતી છતાં પણ પરમેનન્ટ છે. ગયા અવતારમાં સૂઝ હોય તેને જોઈન્ટ થઈને જ આ અવતારમાં સૂઝ હોય. એટલે લિંક તેની તે જ દરેક અવતારમાં સૂઝને માટે, બીજી કોઈ ચીજ એવી નથી કે જેને માટે લિંક હોય. પ્રશ્નકર્તા : એટલે એને કઈ બાબતની સૂઝ હોય છે ? ગયા અવતારની અને આ અવતારની કઈ બાબતમાં સૂઝ હોય છે ? દાદાશ્રી : બધી. એને જે ઇચ્છાઓ થાય એમાં સૂઝ પડે. સૂઝ પડે એટલે ગૂંચાયેલો હોય ત્યાં આગળ એ સૂઝ એને છૂટો કરી આપે. પ્રશ્નકર્તા ઃ આપ્તવાણીમાં આવે છે કે આમ દસમા માઈલથી અગિયારમા માઈલે આવે, અગિયારમાંથી બારમાં, સહુથી છેલ્લે ‘હું શુદ્ધાત્મા છું' એવી સૂઝ પડે છે. દાદાશ્રી : હા, સૂઝ પડતી પડતી ‘હું શુદ્ધાત્મા છું' એવી સૂઝ પડી જાય. ત્યાં દર્શન પછી નિરાવરણ થઈ જાય. ‘શુદ્ધાત્મા’ ના થયો, તે પહેલાં કહે કે ‘હું ક્રોધી છું, હું લોભી છું.’ પ્રશ્નકર્તા : એટલે આવી સૂઝ વર્તતી હોય એને ? દાદાશ્રી : એ સૂઝ હોય એને. અને ક્રોધી, લોભી બોલતાં પહેલાં ‘મને આ જોવાનું બહુ ગમે છે' એવી વિષયમાં સૂઝ હોય. આંખનો વિષય પ્રિય હોય, કાનનો વિષય પ્રિય હોય. એથી આગળ વધે ત્યારે એ ક્રોધીલોભી થાય. અને એનાથી આગળ વધે ત્યારે સમકિત થાય કે આ દેખાય પ્રશ્નકર્તા : આ વ્યવહાર અહંકાર ધારણ કરે, જ્ઞાન છે તે પ્રજ્ઞા ધારણ કરે. તો આત્મા શું હોય ત્યાં ? એની હેલ્પ શું હોય છે ? દાદાશ્રી : એ તો પ્રકાશ આપ્યા કરે. તે ય સ્વભાવથી જ. પોતે આપતો-લેતો નથી. સુર્યનારાયણ ઊગ્યા એટલે કંઈ સુર્યનારાયણ પ્રકાશ આપતા નથી. એમનો સ્વભાવ જ છે, પ્રકાશ મળે લોકોને ! પ્રશ્નકર્તા : એ પ્રકાશસ્વરૂપની સમજણ પોતાને કઈ રીતે આવે ? દાદાશ્રી : આ બધું ચલાવે છે, ગાડું ચલાવે છે, એ બધું પ્રકાશના આધારે જ ચાલે છે ને ! પ્રકાશ ના હોય તો અંધારું ઘોર થઈ જાય. એટલે બુદ્ધિરૂપી પ્રકાશથી ચાલે છે ને ! પ્રશ્નકર્તા : એ જ્ઞાન ના હોય તેને. અને જ્ઞાન હોય તેને ? દાદાશ્રી : તેને જ્ઞાનરૂપી પ્રકાશ. પ્રશ્નકર્તા : એ જ્ઞાનપ્રકાશ સમજી શકાય ને ? દાદાશ્રી : હા. પ્રશ્નકર્તા : એ જ્ઞાનપ્રકાશને કઈ રીતે સમજાય ? દાદાશ્રી : ડિરેક્ટ પ્રકાશ એ જ્ઞાનપ્રકાશ. પ્રશ્નકર્તા ઃ તો પ્રજ્ઞા જુએ છે એ જુદું અને આ ડિરેક્ટ પ્રકાશ પાછો જુદો ?
SR No.008876
Book TitleVani No Siddhanta Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size91 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy