SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ વાણીનો સિદ્ધાંત વાણીનો સિદ્ધાંત ૧૧૭ પ્રશ્નકર્તા એટલે ત્યારે તમને જે દેખાય, એના આધારે કોડવર્ડમાં કશો ફેર પડે ? દાદાશ્રી : કોડવર્ડ બધું દેખાય. પ્રશ્નકર્તા : આપ ક્યું દર્શન કહો છો ? બીજું દર્શન એ શું ? દાદાશ્રી : એ સમ્યક્ દર્શન, તેને દર્શન કહેવાય. આને દર્શન કહેવાય નહીં ને ! આને દર્શન કહે, તો પેલા મૂળ દર્શનની વાત ઊડી જશે. પ્રશ્નકર્તા : હા, બરોબર. મારે પૂછવાનું હતું, તે દર્શન એટલે દેખાવું. પેલું કહો છો ને, વિઝન આખું ઊભું થાય. એટલે આપ જે પ્રસંગ કહો ને તે આખો પ્રસંગ દેખાય, એ વિઝન ઊભું થાય ? દાદાશ્રી : વિઝન ઊભું થાય. અમને યાદગીરી ના હોય. વિઝન દેખાય, દર્શન દેખાય. એ દર્શન તો વિઝન કહેવાય. ટેપ થયેલું જ બોલાય ! સ્વાનુભવ પદવાળા બધી વિગત જોઈને કહ્યા કરે. પ્રશ્નકર્તા : આ જોઈને જે વિગતો નીકળે છે તો પછી આ ટેપ થયેલું એ શું તો પછી ? દાદાશ્રી : જેટલાં શબ્દો નીકળે છે ને, એ બધા ય ટેપ જ થયેલા. શબ્દો થાય ને, એ ટેપ થયેલા. પ્રશ્નકર્તા : પહેલેથી તેમ થયેલું છે એવું નથી ને ? જોઈને પછી ટેપ થાય છે ને ? એટલે આ પૂર્વભવનું ટેપ થયેલું છે એવું તો નથી ને ? દાદાશ્રી : પૂર્વભવનું ય અરે, એ પૂર્વભવનું કહો કે અહીં થતી હો. એનો આપણે સવાલ નથી. આ ટેપનું બોલાય છે. સીધું બોલી શકાય નહીં માણસથી. અણઉકલ્યાં રહસ્યો.. પ્રશ્નકર્તા : આપ કહો છો કે ‘અમે કેવળજ્ઞાનમાં જોઈને બોલીએ છીએ', તો અત્યારે આ જોવું અને આ બોલવું, બેનો સંબંધ શો છે ? દાદાશ્રી : ટેપરેકર્ડ બોલે છે અને જોનાર જુએ છે, સંબંધ ક્યાં રહ્યો ? એ તો જે બોલે, તે જોઈને બોલે છે. ‘હું ઓછો જોઈને બોલું છું ? પ્રશ્નકર્તા : સૂક્ષ્મ અહં ના હોય તો પછી આ જાણકારી કોને ? દાદાશ્રી : આ બધી ટેપરેકર્ડ બોલે છે. હું કહું છું ને ! હું ક્યાં માલિક થાઉં આનો, જાણકારીનો ? પ્રશ્નકર્તા : બોલનારાની વાત નથી, પણ આ જે જાણે છે, એ કોની વાત છે ? એ કોણ જાણે છે ? દાદાશ્રી : એ જ આ ટેપરેકર્ડ જાણે છે, એ તમને વાત કરે છે અને સંપૂર્ણ જાણે, તે જ્ઞાતા-દ્રષ્ટા હું રહું છું ! પ્રશ્નકર્તા : એ શું કહ્યું પાછું ? દાદાશ્રી : એ જે બોલે છે, તે જોઈને બોલે છે અને એને હું જાણું છું કે શું બોલી રહી છે ? પ્રશ્નકર્તા : આપે કહ્યું કે જોનારો જોઈને બોલે છે પણ બોલનારો ટેપરેકર્ડ છે. તો જોનારો કોણ છે ? દાદાશ્રી : એ જ, એ જ જોઈને બોલે છે તેથી આ ટેપરેકર્ડ ઊતરેલી છે, આવી ડાહ્યી. જોઈને ના બોલાયું હોત તો આ ડહાપણવાળી ના હોત. પ્રશ્નકર્તા ઃ તો આપ તે વખતે ક્યાં હોવ છો ? દાદાશ્રી : હું તો જ્ઞાતા-દ્રષ્ટા છું. તે એને હું જોયા કરું છું. જ્ઞાતા-દ્રષ્ટાપણું, છે જાગૃતિને આધીત ! પ્રશ્નકર્તા : આ ટેપરેકર્ડમાં તો બધા અવાજ છપાઈ જાય. આ કશું સહેજ અહીં ખખડે તો એનો અવાજે ય મહીં આવી જાય. બહાર કશો અવાજ થાય, તે અવાજે ય છપાઈ જાય. કોઈ બોલતું હોય, બે જણા વાત
SR No.008876
Book TitleVani No Siddhanta Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size91 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy