SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ વાણીનો સિદ્ધાંત ૧૧૨ વાણીનો સિદ્ધાંત પ્રશ્નકર્તા : એટલે આપનું દર્શન અને એ પ્રમાણે શબ્દો નીકળી શકે દાદાશ્રી : હા. તરત પકડાઈ જાય. પ્રશ્નકર્તા : કારણ કે એને પૂછો તો એ પોપટિયું હોય. અને દાદાની મૂળ વાત એવી છે કે એમાં જોઈને જે બોલે છે, એ વાણી જ્યારે સાંભળીએ છીએ ત્યારે અમારા અભિપ્રાયને કોઈ સ્થાન જ રહેતું નથી. દાદાશ્રી : અભિપ્રાયને સ્થાન જ ના રહે ને ! કારણ કે મૂળ વસ્તુમાંથી આ તો ઉત્પન્ન થયેલું છે. વાણી વહે, ત્યાં આધાર દર્શકતો પ્રશ્નકર્તા : એક માણસ પ્રશ્ન પૂછે છે. તે ઘડીએ આપ કહો છો કે અમે કેવળજ્ઞાનમાં જોઈને એનો જવાબ આપીએ છીએ. તો આ શબ્દ નીકળ્યા અને પેલું દેખાયું, એ બંનેને કંઈ કનેકશન છે ખરું ? દાદાશ્રી : કનેક્શન ખરું જ ને. અમે જોઈને બોલીએ છીએ, તે જ કનેકશન. પ્રશ્નકર્તા : એ શું છે ? દાદાશ્રી : એ જ, જોઈને બોલીએ છીએ. પ્રશ્નકર્તા : એટલે જે જે દેખાય છે, એ શબ્દરૂપે બહાર પડી શકે છે ? દાદાશ્રી : હા. પ્રશ્નકર્તા : વાણીને ટેપરેકર્ડ કહીએ છીએ, વક્તા વાણી છે. પણ વક્તાની શું વાત નીકળવી, એની પાછળ દર્શન કામ કરે છે ને ? દાદાશ્રી : દર્શન ખરું ને ! એમ ને એમ નીકળે નહીં ને ! ટેપરેકર્ડ નીકળી પણ એ શેના આધારે ? એ આધાર એનો દર્શનનો. જોઈને બોલે છે. ગોખેલું બોલે અને જોયેલું બોલે, એમાં ફેર બહુ. જાણેલું બોલે અને જોયેલું, એમાં ય ફેર. જાણેલું ભૂલવાળું નીકળે. મેં તમને કહ્યું, એ તમે બીજાને કહો, તો એ ભૂલવાળું થાય. તમે જાણેલું બોલ્યા બીજા પાસે, એમાં ભૂલવાળું હોય. આ તો જેવું દેખાય છે, એ હું તમને કહી દઉં છું. પ્રશ્નકર્તા : તો પછી આ ટેપ થયેલી વાણી આવે છે અને આ જોવાનું નિમિત્ત, એ બન્ને કઈ રીતે ફીટ કરવું ? દાદાશ્રી : એ બધું જોઈન્ટ થાય ને ! પ્રશ્નકર્તા : આપ એમ પણ કહો છો કે આ વાણી પૂર્વે ભાવો કરેલાં, તેના આધારે ટેપ થઈ ગઈ છે. દાદાશ્રી : એનાં આધારે જ ને. બીજા શેના આધારે ? મારું પોતાનું બોલેલું હોય તો આવા સરસ વાક્યો હોય નહીં. પ્રશ્નકર્તા : આ બોલેલું એટલે ટેપરેકર્ડ દ્વારા બોલાયેલું છે, પણ તમારું દર્શન તો ખરું જ ને એ ?! પૂર્ણ દર્શનની વિગત છેને આ તો. દાદાશ્રી : દર્શન ખરું, દર્શનના આધારે બોલવું અને આ ટેપરેકર્ડ થવી, જાતે બોલવામાં ને ટેપરેકર્ડ બોલવામાં ફેર શો ? જાતે બોલી શકે નહીં આખું વાક્ય, એક વાક્ય બોલવા માટે ત્રણ કલાક પહેલાં વિચારવું જોઈએ. પ્રશ્નકર્તા : આ વાત દર્શનમાં સંપૂર્ણ હોય. પણ બોલવા માટે એ ટેપરેકર્ડ થાય ત્યારે જ નીકળે ? દાદાશ્રી : હા. પ્રશ્નકર્તા : તો પછી એ દર્શન, આ શબ્દ બોલવામાં હેલ્પ કરે છે ? દાદાશ્રી : એ દર્શન શું છે, એ શબ્દોથી લોકો સમજી શકે. નહીં તો સમજે શી રીતે ? પ્રશ્નકર્તા: એટલે દર્શન એની જગ્યાએ છે. આ શબ્દો એને કનેક્રેડ છે ને ? દાદાશ્રી : દર્શન હું દેખી શકું છું. તમે નથી દેખી શકતા. એ તમને શબ્દોથી સમજાવી શકું કે ત્યાં જુઓ, આવું છે.
SR No.008876
Book TitleVani No Siddhanta Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size91 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy