SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ વાણીનો સિદ્ધાંત ૪૯૧ ૪૯૨ વાણીનો સિદ્ધાંત જામે ને, ત્યારે કહે, ‘તું જતી રહે, અહીંથી ઘેર જતી રહે, મારે જોઈએ જ નહીં, કહેશે ! હવે આ અણસમજણ નહીં ? તમને કેમ લાગે છે ? તે અભેદ હતાં તે તુટી ગયો અને ભેદ ઉત્પન્ન થયો. એટલે વાઈફ જોડે ય “મારી તારી” થઈ જાય. ‘તું આવી છું ને તું આવી છું !' ત્યારે એ કહેશે, ‘તમે ક્યાં પાંસરા છો ?” એટલે ઘરમાં ય હું ને તું થઈ જાય. “ને તું, હું ને તું, હું ને તું.' તે પહેલા, અમે હતાં, અમે બે એક છીએ, અમે આમ છીએ, અમે તેમ છીએ. અમારું જ છે આ. તેનું ‘હું ને તું’ થયાં ! હવે હું ને તું થયાં એટલે હુંસાતુંસી થાય. એ હુંસાતુંસી પછી ક્યાં પહોંચે ? ઠેઠ હલદીઘાટની લઢાઈ શરૂ થઈ જાય. સર્વ વિનાશને નોતરવાનું સાધન એ હુંસાતુસી ! એટલે હુંસાતુંસી તો કોઈની જોડે થવા ના દેવી. સંસારમાં કેમ ઊભું રહેવાય, આવાં ફસામણવાળા સંસારમાં, હું ને તું હોય ત્યાં જીવાય જ કેમ કરીને ? હું ને તું, હું ને તેમાં ભેદ ના લાગે બળ્યો ? હવે કંઈ પૂછ, હરકત હોય તે બધી પૂછ અને એક જ ફેમિલી હોય ને એવું જીવન જીવવું જોઈએ. વન ફેમિલી તરીકે તો જીવો. ફેમિલીના માણસનો આમ હાથ અથાડે તો આપણે એની જોડે લઢીએ ? ના. એક ફેમિલી રીતે રહેવું. બનાવટ નહીં કરવાની. આ તો લોક બનાવટ કરે છે, એવું નહીં. એક ફેમિલી..... તારા વગર મને ગમતું નથી એમ કહેવું, એ વઢેને આપણને, ત્યાર પછી થોડીવાર પછી કહી દેવું ‘તું ગમે તે વટું, તો ય પણ તારા વગર મને ગમતું નથી.' એમ કહી દેવું. આટલો ગુરુ મંત્ર કહી દેવો. એવું કોઈ દહાડો બોલતા જ નથી, તમને બોલવામાં વાંધો શું ? મનમાં રાખીએ પ્રેમ ખરો, પણ થોડું ખુલ્લું કરવું. દાદાની એકટીંગ હીરાબા સંગ ! ઘરમાં બેસવાનું ગમે નહીં તો ય પછી કહેવું કે તારા વગર મને ગમતું નથી. ત્યારે એ ય કહે કે તમારા વગર મને ગમતું નથી. તો મોક્ષ જવાશે. દાદા મળ્યા છે ને, તો મોક્ષે જવાશે. પ્રશ્નકર્તા : તમે હીરાબાને કહો છો ? દાદાશ્રી : હા, હીરાબાને, હું હજુ ય કહું છું ને ! આ અમે હઉ, હું આટલી ઉંમરે હીરાબાને કહું છું, તમારા વગર હું બહારગામ જઉં છું તે મને ય ગમતું નથી. હવે એ મનમાં શું જાણે, મને ગમે છે ને એમને કેમ નહીં ગમતું હોય ? આવું કહીએ તો સંસાર ના પડી જાય. હવે તું ઘી રેડને બળ્યું અહીંથી, ના રેડીશ તો લુખ્ખ આવશે ! રેડ સુંદર ભાવ ! આ બેઠાને, હું કહુંને ! મને કહે છે. ‘હું હઉ તમને સાંભરું ?” મેં કહ્યું, ‘સારી રીતે. લોક સાંભરે તો તમે ન સાંભરો ?!” અને ખરેખર સાંભરે ય ખરાં, ન સાંભરે એવું નહીં ! આદર્શ હોય અમારી લાઈફ, હીરાબા ય કહે, તમે વહેલા આવજો. પ્રશ્નકર્તા : આપે હીરાબા પાસે રજા માંગેલી ખરી ? અમે હવે જઈએ ? દાદાશ્રી : હા. એ આપે. ‘વહેલા આવજો.” એવું ય કહે અને કહે, બધા લોકોનું ભલું થાય એવું કરો. એટલે અમારું બધું પ્રામા જ હોય. હીરાબા ૭૩ વર્ષનાં તો ય મને કહે છે, તમે વહેલા આવજો. મેં કહ્યું. મને ય તમારા વગર ગમતું નથી ! એ ડ્રામા કરીએ તો કેટલો એમને આનંદ થઈ જાય. વહેલા આવજો, વહેલા આવજો કહે છે. તે એમને ભાવ છે એટલે એ કહે છે ને ! એટલે અમે ય આવું બોલીએ. બોલવાનું હિતકારી હોવું જોઈએ. બોલ બોલેલો જો સામાને હિતકારી ના થઈ પડ્યો તો આપણે બોલ બોલેલો કામનો જ શું તે ?! છોકરાં સુધારવા, પ્રેમમય વાણીથી ! એક કલાક નોકરને, છોકરાને કે બઈને ટૈડકાવ ટૈડકાવ કર્યા હોય તો પછી એ ધણી થઈને કે સાસુ થઈને તમને આખી જિંદગી કચડ કચડ કરશે ! ન્યાય તો જોઈએ કે ના જોઈએ ? આ જ ભોગવવાનું. તમે કોઈને દુઃખ આપશો તો દુઃખ તમારે માટે આખી જિંદગીનું આવશે. એક જ કલાક દુઃખ આપો તો તેનું ફળ આખી જિંદગી મળશે. પછી બૂમો પાડો
SR No.008876
Book TitleVani No Siddhanta Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size91 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy