SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ વાણીનો સિદ્ધાંત વાણીનો સિદ્ધાંત ૨૧૫ મન નહીં તોડે. તો પછી વાણી આટલી કડક શા માટે છે ? કારણ કે આ કાળના હિસાબે બહુ ધૂળ પડી છે. એટલે કાળના આધીન ફીટ થાય એવી વાણી છે. અત્યારે આપણા અહીં જ એવું કહીએ છીએ કે ‘પાંસરો થઈ જા.” સત્યુગમાં તો પાંસરા જ હતા ને ! તેમને માટે ‘પાંસરો’ શબ્દ બોલવો પડે નહીં ને ! એટલે આવી વાણી શેના આધીન છે ? કાળના આધીન છે. હવે ત્યાં આગળ માણસ બુદ્ધિ વાપરવા જાય તો શું થાય ? ત વઢાય, પ્યૉરિટી વિતા ! કોણ વઢી શકે આ જગતમાં ? જ્ઞાની પુરુષ જ એવા હોય કે જે બધાને વઢી શકે, “એની મેન’ Any man)ને વઢી શકે. જ્ઞાની પુરુષ જગતના કોઈની શેહમાં ના હોય. આ વર્લ્ડમાં કોઈ માણસ એવો નથી કે જેની શેહમાં જ્ઞાની પુરુષ તણાય. કારણ કે જેને આ જગતની કોઈ ચીજ જોઈતી નથી, કોઈ ચીજની ભીખ નથી, એને વળી કોઈની શેહ શું? કંઈ જોઈતું હોય, તમારે ત્યાંથી મારે કંઈ જોઈતું હોય તો મને તમારી શેહ રહ્યા કરે કે ‘તમે મને જોઈતું નહીં આપો.' એટલે શેહમાં ના આવે એ જ્ઞાની પુરુષ, ચોખું બોલે. અમને આ દુનિયામાં કોઈ ચીજ કોઈની પાસે ખપતી નથી. છતાં સસ્પૃહ છું. નિસ્પૃહ-સસ્પૃહ છું. એટલે તમારા ભૌતિકમાં, પૌગલિકમાં નિસ્પૃહ અને આત્મા બાબતમાં સસ્પૃહ. તમારી જોડે મારે સ્પૃહા ખરી, પણ આત્મા બાબતમાં, બીજી અમારે કંઈ લેવાદેવા નહીં. તમારું પુદ્ગલ, તે જાડું હોય કે પાતળું હોય, મારે કશું લેવાદેવા નથી. મારે પુદ્ગલનું કામ જ શું છે ?! હું જ પુદ્ગલનો નિકાલ કરી રહ્યો છું ને ! છે તેનો જ નિકાલ લાવું છું. વળી તમારા પુદ્ગલ પાસે મારે શું જરૂર છે ? જેને કંઈ જરૂર નથી, કોઈ જાતની ભીખ ના હોય ત્યારે એનાં શબ્દો અસર કરે. બાકી ભીખવાળા માણસને માન જોઈતું હોય, કીર્તિ જોઈતી હોય, લક્ષ્મી જોઈતી હોય, સોનું જોઈતું હોય, સ્ત્રીના વિચાર આવતા હોય તો ય એનાં શબ્દો અસર ના કરે. બધાથી મુક્તપણું હોય ત્યારે આ ભગવાન પોતાની સત્તા એ જ્ઞાની પુરુષના હાથમાં સોંપી દે છે, બસ ! જેને બદલો લેવાનો હોય, તેના શબ્દો અસર ના કરે. જેને કોઈ પણ પ્રકારનો બદલો લેવાનો નથી, તેના શબ્દો એકદમ ઈફેક્ટિવ હોય. બદલો એટલે એના બદલે કંઈક મેળવવાની ઇચ્છા. અહીં અમને બદલો હોય નહીં ને ! મારી વાત સુંવાળી નથી ને ? જરા કઠણ પડે છે ને ? પ્રશ્નકર્તા : સુંવાળી હોય તે કામની જ નહીં. દાદાશ્રી : મારી વાત જરા કઠણ છે, પણ મહીં જુલાબ કરીને બધો રોગ કાઢી નાખે. નર્યો રોગ ભરેલો છે ! પાછા કોઈ સંત પુરુષ પાસે જઈએ ત્યારે કહેશે, ‘આવો ભાઈ, આવો શેઠ, આવો આવો.' તે માખણ ચોપડે ચોપડ કરે. અલ્યા, એને ચોપડે છે શું કરવા ? પાછાં ઊંધે માટે ફેરવી આપે છે ! અલ્યા, પાંસરો રસ્તો દેખાડી દઈએ તો આગળ રસ્તો ખોળે કોઈ ! પણ આ તો મસ્કા ચોપડે ચોપડ કરે ! તમને મસ્કો ગમે કે ના ગમે ? તમારે જો ખરેખર મોક્ષે જવું હોય તો મારા કઠણ શબ્દો સાંભળવા પડશે. અનંત કાળનો રોગ તે ડુંટીથી માંડીને ઠેઠ ગળા સુધી ભરાઈ ગયો છે, હવે મારે ઓપરેશન કરીને, મહીં ચીપિયો નાખીને એ રોગ કાઢવો પડશે. માટે પહેલેથી બોલી દેજો, એક વાર ચીપિયો નાખ્યા પછી ઓપરેશન અધૂરું નહીં મૂકાય, પછી ‘ઓ ઓ’ કરશો તો નહીં ચાલે. માટે તમારે શું જોઈએ છે ? મોક્ષ કે સંસારનો વૈભવ ? જે જોઈએ તે અમે આપવા તૈયાર છીએ. પ્રશ્નકર્તા : અમારે તો મોક્ષ જ જોઈએ છે. દાદાશ્રી : તો આ અમારા શબ્દો પચાવવા પડશે, સમજવા પડશે. ઘાટ વગરતા એક જ વર્લ્ડમાં ! આ અમારી વાત જરા કઠણ પડશે, પણ જો તમારે મોક્ષે જવું હોય તો આવડું આવડું, મોટું મોટું, તોલી તોલીને અમારે આપવું પડશે. અને
SR No.008876
Book TitleVani No Siddhanta Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size91 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy