SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ વાણીનો સિદ્ધાંત વાણીનો સિદ્ધાંત ૨૦૧ દાદાશ્રી : ઉપદેશ કોણ આપી શકે ? જેનું વચન ચાલતું હોય, તે ઉપદેશ આપે. જેનું વચન જ ચાલતું ના હોય, પેલો વઢવા તૈયાર થઈ જાય, ઓહો, મોટા ઉપદેશવાળા આવ્યા !” એટલે જેનું વચનબળ ના હોય એ ઉપદેશ કેવી રીતે આપી શકે ? અને વચનબળવાળો ઉપદેશ આપે તો સામાનો રોગ જતો રહે, બીજી જ ક્ષણે જતો રહે ! વચનબળ વિણ વણસ્યો વ્યવહાર... અમારા શબ્દોથી સામાનું આખું જીવન જ ફેરફાર થઈ જાય. આખું જીવન, ડિઝાઈન જ ફરી જાય. કારણ કે આ શબ્દો વચનબળવાળા છે. એટલે જે વખતે તમને ડિફિકલ્ટી આવે ત્યારે આ શબ્દો હાજર થઈ જાય, ત્યાં આગળ તમને અંગુલિનિર્દેશ કરે. વાત તો સમજવી પડશે ને ? આ કળિયુગમાં ઘર બગીચો છે. જે ખેતરાં હતાં, તે કળિયુગમાં બગીચો થયાં ! તે હવે શી રીતે એડજસ્ટ થાય ? આ જ ડિસૂએડજસ્ટમેન્ટ છે. આ જ બધી ભાંજગડો છે. “મારા કહ્યા પ્રમાણે ચાલતો નથી.' એના કહ્યા પ્રમાણે ચાલતો નથી, એનું કારણ છે. પાછું..... કે જગતનો નિયમ જ એવો કે વચન પ્રમાણે જ માણસ ચાલે. પણ વચનબળ છે નહીં, તો શું થાય તે ! મેં તેમને કહ્યું કે ‘તમે અહીંથી માંડવી જજો. પણ અહીંથી સ્ટેશન થઈ અને પછી માંડવી જજો.’ તો તમે એમાં ફેરફાર ના કરો પછી. મારા વચન પ્રમાણે જ ચાલો, એનું નામ વચનબળ. હવે વચનબળ રહ્યું નથી ને ? કારણ કે વચનનો જેમ તેમ દુ૫યોગ કર્યો બધાએ. અને છોકરાઓને કહે છે “મારું કહેવું માનતો નથી.’ તે શી રીતે માને ? બૈરી તો કહે છે કે સામી થાય છે. અલ્યા, ત્યારે સામી ના થાય તો શું થાય ત્યારે ? ભાભો ભારમાં રહે તો વહુ લાજમાં રહે, પણ ભાભો ભારમાં જ નથી રહેતો, તો વહુ લાજમાં શી રીતે રહે ? ભારમાં ના રહેવું જોઈએ ? પ્રકૃતિ નચાવે છે તેમ એ નાચે છે. પોતાનો પુરુષાર્થ ઊભો થતો નથી. લોકો કહે છે કે ‘ફલાણા ઉપદેશકની વાણી બહુ ઊંચી છે. બહુ સરસ બોલે છે.” કહ્યું, ‘વાણી એમની સાચી છે, ખોટી નથી, બહુ ઊંચી છે પણ એ પ્રાકૃતિક ફલાવર્સ છે. એટલે કોઈ છોડને આવડું મોટું ફૂલ આવ્યું હોય, એટલે આપણે ત્યાં ને ત્યાં જ બેસી રહેવું ? તો આપણને શું ફાયદો ? ફૂલવાળાને પૂછીએ કે આને કેરી થાય ?” ત્યારે કહેશે, “ના, આને તો ફૂલ જ છે.' તો ક્યાં સુધી બેસી રહેવું? આ તો નથી સુગંધી આવતી કે નથી કશું કામ આવતું ! જોવાનું જ ખાલી. તો ક્યાં સુધી બેસી રહેવું ? ત્યાં કંઈ કાયમ બેસી રહેવાય ? આ વાક્યને લોકો સમજવા પ્રયત્ન કરેને કે હું શું છે ? પ્રાકૃતિક ફલાવર્સ તમે કહો છો ? ત્યારે આપણે કહીએ કે ‘પ્રાકૃતિક ઢેખાળો તો નથી કહેતા ને ? અલ્યા સમજો. તમે નથી સમજતા એટલે જ ફૂલમાં બહુ કિંમત છે, આ પ્રાકૃતિક ફલાવર્સ કોઈ કહી શકાયું નથી અને આ મેં જ મોટામાં મોટું ઈનામ આપ્યું.” આવું કહીએ ત્યારે લોકો સમજે. કો'કને આવડું મોટું ફૂલ આવ્યું, કો'કને આવડું અમથું આવ્યું, કો'કને એકદમ મોટું આવ્યું, પણ એમાં શું આપણી ભૂખ મટી ? ત્યારે તરસ મટી ? થાક ઉતર્યો ? માથું ઉતર્યું ? સમજણ વગરના લોકો બેસી રહે ત્યાં, ભાડા ને નાણાં, પોતાને ખર્ચે ! સાંભળે અભણો-બાળકો પણ, સ્થિરતાથી.. | ઉપદેશ આપે ત્યાં એના વાતાવરણમાં અભણ માણસોને આનંદ થવો જોઈએ. છોકરાં ઊઠે નહીં એવું વાતાવરણ હોવું જોઈએ. પેલું તો ત્યાં છોકરાંને બેસાડો જોઈએ ! તરત નાસી જશે. એમને પીપરમીંટની ગોળીઓ આપ આપ કરીએ તો ય ના બેસે. એટલે આપણે સમજવાની જરૂર છે. વર્ષ દહાડાનો બાબો હોયને, તે ય અહીં બેસી રહે. આમ ત્રણ વર્ષના, ચાર વર્ષના, પાંચ વર્ષના, છ વર્ષના બાબા હોય તે ય અહીં બેસી રહે, ખસે નહીં. ચાર કલાક સુધી ખસે નહીં. નહીં તો નાના છોકરાને કોઈ જગ્યાએ ધર્મ સ્થાનકમાં બેસાડો, ઉપાશ્રયમાં બેસાડો તો રડારોડ કરી મૂકશે. એ છે સુગંધી વિતામાં પ્રાકૃતિક ફલાવર્સ ! જે જે બધા ઉપદેશ કરે છે ને, એ બધાને મેં ‘ભમરડા છો' કહ્યું. એટલે પછી એ સમજી ગયા કે દાદા બધાને ભમરડા કહે નહીં તો શું કરે ?
SR No.008876
Book TitleVani No Siddhanta Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size91 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy