SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ વાણીનો સિદ્ધાંત તો ય આપણે જાણીએ કે પડછાયો પકડયો છે માટે આ લોકો વસ્તુને પકડશે. તમારો પડછાયો જે માણસ પકડે, પડછાયો જોઈને જ ચાલ્યા કરતો હોય તો એ તમારી જોડે આવશે. ૧૯૮ ચેતનનો પડછાયો હજારો વર્ષથી નથી પકડાયો ને ! આ હમણે નથી એવું નહીં, પણ હજારો વર્ષથી ચેતનનો પડછાયો નથી પકડાયો. એ પકડાવો કંઈ સહેલી વાત છે ? એ ચેતન પકડાવું કંઈ સહેલી વાત છે ? એ કંઈ લાડવા ખાવાના ખેલ છે ? ત્યારે કોઈ કહેશે, એમાં બૈરી-છોકરાં અવરોધક છે ? ના. કોઈ બાપો ય અવરોધક નથી. તારું અજ્ઞાન અવરોધક છે. બૈરી-છોકરાં છોડવાનાં હોય, એટલે તો વસ્તુ છોડવા માંડી તો કેટલી વસ્તુ છોડવાની ? એટલે ગમે તે માણસ આત્માની વાત બોલે પણ આપણે પૂછીએ ને કે સાહેબ, પણ આત્મા કોને માનો છો આમાં ? તમે ‘કેવળ સત્ય’ની વાત કરો છો પણ આમાં કેવળ શું ને સત્ય શું ? એ બધું કોને માનો છો ? અને આ લોકો શું ય સમજે !! આ તો અક્રમ વિજ્ઞાન છે તો આત્મા જડ્યો. પડછાયો નહીં, મૂળ આત્મા જ જડ્યો. પ્રશ્નકર્તા : અમને આ જ્ઞાન મળ્યું ત્યારે અમારો દહાડો વળી ગયો ! દાદાશ્રી : દહાડો વળી જ ગયો ને. એમાં બે મત જ નહીં ને ! ‘અકષાયી ચારિત્ર’ વિતાતાં, વાંઝીયાં વ્યાખ્યાતો ! એવું છે ને કર્મના બંધન બંધાયેલા એટલે છૂટે નહીં અને સામસામી ‘આપ આપ’ કરે. એક જગ્યાએ તો લાકડી લઈને સાહેબ મારવા ફરી વળેલા ! ને પેલો શિષ્ય આમ દોડે અને પેલા મહારાજ આમ દોડે. તે પછી બધું આખું ટોળું ભેગું થયું, પોળના લોકો બધા ભેગા થઈ ગયાં. ને મહારાજને છોડાવવા ગયા. તે જોયેલું અમે. પાછાં આ લોકો પછી એમને ત્યાં વ્યાખ્યાને ય સાંભળવા જાય ! હવે એ વ્યાખ્યાન ઉગે ય શાનું તે ?! જ્યાં મહારાજના આચાર આવા જુએ, તો એ વ્યાખ્યાન ઉંગે ખરું ? વ્યાખ્યાન તો પ્રભાવથી વાણીનો સિદ્ધાંત ઉગે. સામાનો પ્રભાવ હોય તો ઉગે, નહીં તો ઉગે જ નહીં ને ! ગમે એવું સોનાનું વ્યાખ્યાન હોય, પણ પ્રભાવ વગર શું કામનું ? પ્રશ્નકર્તા : વચનબળ હોય તો જ ઊગે ને ? ૧૯૯ દાદાશ્રી : હા, વચનબળ ને પ્રભાવ. પ્રભાવ એટલે જોતાં જ આપણા ભાવ બધા ફરી જાય. અને પોતાને નવો સરસ ભાવ ઉત્પન્ન થાય. પ્રશ્નકર્તા : એ તો ચારિત્રનો પ્રભાવને ? દાદાશ્રી : હા. ચારિત્રનો પ્રભાવ. હવે આવું હલકું ચારિત્ર જોયેલું હોય ને, શિષ્યને મારવા ફરી વળે એવું ચારિત્ર જોયું એટલે પછી ખલાસ થઈ જાય ને ! શિષ્ય જોડે રાખ્યો તો પછી સંયમમાં રહેવું જોઈએ ને ? શિષ્ય ખરાબ હોય પણ ગુરુએ સંયમમાં રહેવું જોઈએ ને ! શિષ્ય તો એવાં હોય. આ બધા વાંકા થાય, પણ મારાથી વાંકું થવાય ? હું બધાને કહું છું ને તમે અવિનય કરશો તો ચાલશે પણ મારાથી અવિનય ના કરાય. કારણ કે એમને જવાબદારીનો ખ્યાલ નથી અને મને જવાબદારી છે. વચનબળ વિતાતાં વેણ વ્યાખ્યાનમાં ! પ્રશ્નકર્તા : માંસાહાર ના કરવો એવો ઉપદેશ આપવો કે નહીં ? દાદાશ્રી : ના. એવો ઉપદેશ નહીં કરવો. એવો ઉપદેશ તમે શા આધારે આપી શકો ? કોણે ખાવાનું ને કોણે ખાવાનું નહીં, એનો નિયમ જાણવો જોઈએ. જેના ફાધર-મધર બધા માંસાહાર ખાતાં આવેલા હોય, જેની ગળથૂથીમાં, જેના દૂધમાં માંસાહાર છે, એને માંસાહાર ખાવાનો વાંધો નથી. પણ જેની ગળથૂથીમાં માંસાહાર જ નથી, ત્યાં આગળ માંસાહાર ખાવાનો વાંધો છે. જૈનોને, વૈષ્ણવોને માંસાહાર ખવાય નહીં અને મુસ્લિમોને ખવાય ! પ્રશ્નકર્તા : પણ એ વૈષ્ણવો ને જૈનો ખાતાં હોય તો ? દાદાશ્રી : તો જોખમદારી, મહાન જોખમદારી. પ્રશ્નકર્તા : એમને માંસાહાર ના કરવાનો ઉપદેશ અપાય કે નહીં ?
SR No.008876
Book TitleVani No Siddhanta Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size91 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy