SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન - અજ્ઞાન ૨૧૩ સ્થિતિ સુરત સ્ટેશને જ્ઞાત થયું ત્યારતી ! પ્રશ્નકર્તા : તમે કહ્યું કે ૧૯૫૮માં તમને જ્ઞાન થયું સુરતના સ્ટેશને, એ પહેલાં તમારી શું સ્થિતિ હતી ? દાદાશ્રી : અરે અહંકારી, ગાંડી સ્થિતિ, બંધનવાળો. એ બંધન દશાએ જોયેલી છે. એમ મને ખ્યાલ છે કે બંધન દશા આવી હોય અને આ મુક્ત દશાનાં ભાનનેય હું જાણું છું. પ્રશ્નકર્તા : એ જ્ઞાન આપને કઈ રીતે થયું ? દાદાશ્રી : એ તો બધાં સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ, બધા સંજોગો ભેગા થઈ ગયા, થાય ત્યારે થઈ જાય. એ કો'કને જ થાય, બાકી થાય નહીં, એ વસ્તુ થાય નહીં. આવું થશે એવું મેં માનેલું જ નહીં. પ્રશ્નકર્તા : આપને જ્ઞાન થયું તે વખતની આપની સ્થિતિની જરા વાત કરશો અમને ? દાદાશ્રી : સ્થિતિ તો આની આ જ. રીત-બીત હોય નહીં એમાં. અને હેય... મહીં આવરણ તૂટી જાય. મહીં આવરણ ખુલ્લું થઈ જાય. અને તમને ગૂંચાવ છો ત્યારે મહીં સૂઝ પડે છે ખરી કે નહીં પડતી ?! એ આવરણ તૂટે છે એટલે સૂઝ પડે. એવું આ આવરણ તૂટે છે એટલે જગત કોણ ચલાવે છે, કેવી રીતે ચાલે છે, હું કોણ છું, આ કોણ છે, એ બધો ખ્યાલ ખુલ્લો થઈ ગયો. તે જેટલું બોલાય એટલું હું બોલું છું. બીજું તો અનુભવ છે, એ તમે જાતે જોશો ત્યારે. બીજું તો વાણી જ નથી ત્યાં આગળ, બીજું વ્યક્ત કરવા માટે વાણી નથી. એટલે અત્યારે તો ‘હું કોણ છું ?” એ જાણ્યું એટલે બધું જ થઈ ગયું, કમ્પ્લિટ ફૂલ થઈ ગયું. પ્રશ્નકર્તા ઃ એનો અનુભવ શુદ્ધાત્માને થયો કે પુદ્ગલને થયો, કોને થયો એ અનુભવ ? દાદાશ્રી : એ અનુભવ, પોતે પોતાને જ જાણ્યો, બીજું કશું નહીં. પારકાંને ‘હું’ માનતો હતો, તે પોતે પોતાને જાણ્યો કે, “આ હું છું, આ ૨૧૪ ન્હોય.' જુદું પડી ગયું ! આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ) આત્મા : સ્વાધીત - પરાધીત ! પ્રશ્નકર્તા : તો પછી એ કહો કે આત્મા સ્વાધીન કે પરાધીન ? દાદાશ્રી : સ્વાધીને ય છે અને પરાધીને ય છે. અજ્ઞાનના આધારે પરાધીન છે અને જ્ઞાનના આધારે સ્વાધીન છે. એટલે પુરુષ પુરુષાર્થ સહિત છે. ત્યાં સુધી પુરુષાર્થ નામ છે જ નહીં કોઈ જાતનો ય. એ બ્રાંત પુરુષાર્થ છે તેય એવિડન્સના આધારે. નૈમિત્તિકના આધારે છે. એટલે જ્ઞાન પ્રાપ્તિ થાય પછી જે પુરુષાર્થ થાય તે પુરુષ થયા પછીનો છે. પછી આત્મા સ્વાધીન છે. પ્રશ્નકર્તા : જ્ઞાન થઈ જાય અને આત્મા સ્વાધીન હોય તો પછી આત્માને કંઈ કરવાનું રહેતું નથી. અને અજ્ઞાન હોય અને પરાધીન હોય તો પરાધીન કંઈ કરી શકતો નથી, એટલે આત્માએ શું કરવું એ સમજણ પડે જ નહીં ? દાદાશ્રી : આત્મા જ્ઞાન થયા પછી પુરુષાર્થ જ કરે છે. પ્રશ્નકર્તા : પુરુષાર્થ વગર જ્ઞાન ના થાયને ? એકડો શીખવા માટે ય પુરુષાર્થ કરવો પડે અને તમે કહો છો જ્ઞાન થયા પછી પુરુષાર્થ થાય એ કેવી રીતે ? છે ? દાદાશ્રી : જ્ઞાન પછી જ પુરુષાર્થ થાય. પ્રશ્નકર્તા : એને પહેલાં પુરુષાર્થ ના જોઈએ ? દાદાશ્રી : પુરુષાર્થ હોય જ નહીંને પરસત્તામાં. નિરંતર પરસત્તામાં જે જીવે છે, એને પુરુષાર્થ કેવો બિચારાને ? કહેવો હોય તો ય ભ્રાંતિનો પુરુષાર્થ કહેવો પડે કે ભઈ, શા આધારે આગળ વધે છે ? એ તો નૈમિત્તિક પુરુષાર્થ, ભ્રાંતિનો પુરુષાર્થ છે. પ્રશ્નકર્તા : અજ્ઞાનમાં જેને પુરુષાર્થ માને છે તે નૈમિત્તિક પુરુષાર્થ
SR No.008839
Book TitleAptavani 13 U
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2002
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size71 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy