SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન - અજ્ઞાન ૨૧૧ ૨૧૨ આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ) બુદ્ધિ, ચિત્ત, અહંકારની, એનો આધાર પણ અજ્ઞાન તો ખરુંને ? દાદાશ્રી : હં. એ જ ક્રિયાવાળું જ્ઞાન. ‘હું કરું છું’ એ ક્રિયા અને એનું જે જ્ઞાન, એ બધું જ્ઞાનેય અજ્ઞાન અને ક્રિયા ય અજ્ઞાન પછી... પ્રશ્નકર્તા ઃ અહંકારવાળું જ્ઞાન એ એક પ્રકારની માહિતી જ થઈને ? તો માહિતી અને જ્ઞાનમાં શું ફરક ? દાદાશ્રી : માહિતી બધી વિનાશી હોય અને ટેમ્પરરી એડજસ્ટમેન્ટ હોય ! જ્ઞાન અવિનાશી હોય. પ્રશ્નકર્તા એટલે એની પાસે જે જ્ઞાન છે, એ જ્ઞાન તો એના માટે તો ક્રિયાકારી જ છે ને ! એ પ્રમાણે એ વર્યા કરે છે, એ પ્રમાણે બોલે છે, એ પ્રમાણે વિચારે છે. દાદાશ્રી : પણ એની જોડે અહંકાર છેને ! કહેવાય તે ? પોતે બોલે ખરાં, જગતમાં બહુ લોકો બોલે, જ્ઞાન. પ્રશ્નકર્તા : તમે જેને જ્ઞાન કહો છો એ અને જગત જેને જ્ઞાન કહે છે એમાં શું ભેદ કહેવા માંગો છો ? દાદાશ્રી : એવું છે ને, જગત જેને જ્ઞાન કહે છેને, એ જ્ઞાન જ નથી. પહેલું સમજાવું તમને. પહેલાં સાંભળી લોને. જ્ઞાન નથી કેમ કરીને ? બુદ્ધિ છે આ જગતને. બુદ્ધિમાં રહેલું છે આખું. જ્ઞાનમાં નહીં પણ બુદ્ધિમાં. આખા જગતના તમામ સબજેક્ટસ્ જાણે, પણ એ જ્ઞાનમાં નહીં. એ બધું આટલું જ્ઞાન છે એવું ના કહેવાય, બુદ્ધિ કહેવાય. અને પોતાનું સ્વરૂપ ‘હું કોણ છું’ એકલું જ જાણે, એ જ્ઞાન કહેવાય. ક્રિયાવાળું જ્ઞાન માત્ર અજ્ઞાત ! એટલે આ બધું ભ્રાંતિજન્ય જ્ઞાન છે, તેના કરતાં કંઈ નવું જ્ઞાન જાણવા જેવું હોય અને જે સાચું, યથાર્થ જ્ઞાન હોય, ત્રણેય કાળને માટે તેમ જ રહે છે એ જ્ઞાન છે. અને આ બ્રાંતિજન્ય જ્ઞાન તે ફેરફાર થયા જ કરે છે. અમુક ડિસીઝન નથી આવતું અને વિરોધાભાસ લાગે એ ઇન્દ્રિય જ્ઞાન, અતીન્દ્રિય જ્ઞાન એ જ્ઞાન કહેવાય. ઇન્દ્રિયોની જ્યાં જરૂર નથી પડતી, જ્યાં મન-બુદ્ધિ-ચિત્ત ને અહંકાર કામ નથી કરતાં, ત્યાં એ અતીન્દ્રિય જ્ઞાન હોય છે. પ્રશ્નકર્તા : જરા સમજવું છે કે આ ક્રિયાવાળું જ્ઞાન જે છે, એ શું કહેવાય ? દાદાશ્રી : એ અજ્ઞાન કહેવાય. પ્રશ્નકર્તા : અને એ અહમથી ઊભું થાય છે ? દાદાશ્રી : હં. આ બધું ચાલે છે તે જ્ઞાન, જગતનું ચાલે છે તે કિયાવાળું જ્ઞાન છે. પ્રશ્નકર્તા : અને આપણી અંદરની પણ જે ક્રિયાઓ છે - મન, પ્રશ્નકર્તા : એટલે ક્રિયાકારીનો અર્થ શું કહ્યો ? આ ચેતન જ્ઞાન ક્રિયાકારી કહ્યું... દાદાશ્રી : અહંકાર છે તો એની ક્રિયા થઈ શકે. ક્રિયાકારી ખરું, પણ અહંકાર હોય તો થઈ શકે. નહીં તો ના થાય. અને પેલું એની મેળે, પોતે જાતે જ ક્રિયા કરે. એટલે ચેતન જ્ઞાન, સ્વયં ક્રિયાકારી. પ્રશ્નકર્તા : બરોબર, આ વિશેષજ્ઞાન, અહંકાર હોય તો ક્રિયાકારી થાય. દાદાશ્રી : નહીં તો નહીં. એટલે અહંકારની જરૂર આ વિશેષજ્ઞાનમાં. આપણે આ જ્ઞાન જાણી લેવું કે ‘હું પોતે કોણ છું.” પછી એ જ્ઞાન એની મેળે જ કામ કર્યા કરે. તમારે કશું કરવાનું નહીં. જ્ઞાન જ કામ કર્યા કરે. આપણે તો કશું કરવાનું નથી. જાણી લેવાનું ને સમજી લેવાનું.
SR No.008839
Book TitleAptavani 13 U
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2002
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size71 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy