SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ દર્શન સામાન્યભાવે, જ્ઞાન વિશેષભાવે ! કે ઓહોહો ! આવી શોધખોળ !! દર્શન અને જ્ઞાન, જાણવું અને જોવું, જુદું પાડી દીધું ! વળી એક કહ્યું હોત તો શું ખોટું હતું તે ? પણ કેટલું બધું એની પાછળ મોટું આખું વિજ્ઞાન પડી રહ્યું છેને ! ૩૪૩ અહીંથી ગાડીમાં જઈએ ને, તો બે પ્રકારના દર્શન. એક સામાન્ય ભાવે દર્શન એ દર્શન કહેવાય અને વિશેષ ભાવે દર્શન એ જ્ઞાન કહેવાય. વિશેષભાવે દર્શન એટલે શું ? આ લીમડો, આ આંબો, એ વિશેષભાવ કહેવાય. અને સામાન્ય ભાવે જોવું એ દર્શન કહેવાય. સામાન્ય ભાવમાં બધાં જીવો આવી જાય. બધા જીવોને શુદ્ધાત્માભાવે દર્શન કરીએ. અને વિશેષભાવમાં બધા જીવો રહી જાય ને લીમડો ને આંબો એટલાં જ આવે. એટલે વિશેષભાવ કરતાં સામાન્યભાવ સારો. વિશેષભાવમાં નહીં પડવું. પણ છૂટકો ના હોય ત્યાં આગળ, સામા છે તે નગીનદાસ શેઠ આવતાં હોય તો પાછું વિશેષ ભાવમાં પડવું પડે ને ? છૂટકો જ નહીં ને, નહીં ? અને કોઈ પૂછે કે આંબો અહીં આગળ છે કે નહીં ? ત્યારે આપણે દેખાડવો પડે ને પછી ? પણ નાછૂટકે ! આપણે જાણી-જોઈને ના પડવું. આ આંબો ને લીમડો ! અલ્યા મૂઆ, અનંત અવતાર આનું આજ કર્યું છે ને, બીજું શું કર્યું છે તે ? કોનો છોકરો લીમડો ને કોનો છોકરો આંબો, આ બધી શું કરવા ભાંજગડ હવે તે ?! આપણે આપણી કેરીઓ ખાવી છે, ખાને છાનોમાનો ! પ્રશ્નકર્તા : જાણવાની ય જરૂર નથી, ખાલી તું જોયા કર. અને જાણીને ઊભું વધુ દુ:ખી થવાય કે આ છે તે બાવળીયો ને આ છે તે પેલો આંબો, તો એમાંય રાગ ને દ્વેષ પેસશે. દાદાશ્રી : બાવળીયો જોવામાં મિનિટ જાય. એક મિનિટમાં તો કેટલુંય જોઈ શકાય, કેટલાંય આત્મા જોઈ શકાય. અમે જાણવાનો પ્રયત્ન ના કરીએ. અમે જોવાનો જ પ્રયત્ન કરીએ. જાણવામાં અટકી ગયો, આ શેનું ઝાડ છે, એ બુદ્ધિની પાછી મગજમારી બધી કરવી પડે ! પાછું આ મને ગમે છે ને આ નથી ગમતું, પાછું મહીં ભૂત પેસી જાય. એટલે આ બિલકુલ સેફસાઈડવાળો માર્ગ છે, તમે જો અમારા કહ્યા ૩૪૪ પ્રમાણે સમજોને તો ! આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ) સામાન્ય જ્ઞાતથી વીતરાગતા ! વિશેષ જ્ઞાનથી ડખો થાય અને સામાન્ય જ્ઞાનથી વીતરાગતા થાય. આપણે જંગલમાં બધાં ઝાડોને, એ બધાંને શુદ્ધાત્માભાવે જોતાં જોતાં ચાલીએ તો એ છે તે સામાન્યભાવ કહેવાય. એટલે બધાં આત્માના દર્શન થાય, એમાં વીતરાગ રહેવાય. આપણે વકીલ ખોળવા નીકળ્યા હોય, તો એનાં વાળને જોઈએ કે એની વકીલાતને જોઈએ ? હા, અહીં આગળ કાળા દાબડા પહેરીને લાવ્યો હોય એ દાબડાને આપણે શું કામ છે ? આપણે એની વકીલાત છે કે નહીં ? તેવી રીતે આપણે આત્મા જોઈએ. જ્ઞાની પુરુષ આમ જતાં હોય તો એ એવું ના જુએ કે આ બહેનો છે કે આ ભાઇઓ છે કે આ જાડો છે, આ પાતળો છે કે આ લૂલો છે કે આ લંગડો છે એવું તેવું ના જુએ. ત્યારે કહે, શું જુએ ? ત્યારે કહે છે, સામાન્ય ભાવે જ જુએ આત્મા. વિશેષ ભાવ ના કરે. વિશેષ ભાવવાળો શું કરે ? જો ને લંગડો છે. એટલે બીજું જોવાનું અટકી ગયું. એક જ જોયું અને લાભ એકનો જ મળ્યો અને સો જણનો ગયો. વિશેષ ભાવ કર્યું. એટલે અમે સામાન્ય ભાવે બધું જોઇએ. વિશેષ પરિણામને ના જોઇએ કે આ ડાહ્યા છે ને આ અક્કલ વગરના છે અને આ મૂરખ છે અને આ ગધેડા છે, એવી ભાંજગડમાં અમે ક્યાં પડીએ ? પ્રશ્નકર્તા : એટલે જ આપ પેલો અભ્યાસ કરવાનો કહો છો ને કલાક કે દરેકને શુદ્ધાત્મારૂપે જોવાનો અભ્યાસ પાડવો જોઇએ. દાદાશ્રી : હા, જેટલો જેટલો અભ્યાસ કરે ને એટલે પછી વિશેષ પરિણામ ઊડી જાય. વિશેષ પરિણામથી અભિપ્રાય ઊભા થાય. આ આંધળો છે અને આ લૂલો છે, એ તો પુદ્ગલની બાજી છે.
SR No.008838
Book TitleAptavani 13 P
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2002
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size96 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy