SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ કંઈક છે એ દર્શન, શું છે એ જ્ઞાન ! ૩૪૧ જ્ઞાન થયું કહેવાય અને પેલાનું દર્શન કહેવાય. પ્રશ્નકર્તા એ પાછું પેલો જીરવી શકે નહીં, એ દ્રષ્ટિએ આપ બોલો નહીં. દાદાશ્રી : એ પોતાની સમજમાં હોય. સમજવું અને કહેવું, તો કહેવું એ જાણવાના આધારે કહી શકાય. જેટલું સમજીએ એટલું જાણી શકાય નહીં આ દુનિયામાં. એ જાણેલી વસ્તુ સમજણમાં હોય પણ સમજેલી વસ્તુ જાણમાં ના હોય. મને સમજણ બધીયે છે લો, પણ પેલું જાણપણું નહીં હોવાથી એ બતાવી શકાય નહીં તમને. [3.૨] દર્શન સામાન્યભાવે, જ્ઞાન વિશેષભાવે ! દર્શત-જ્ઞાતતો વિશેષ ફોડ ! આપણે અહીંથી રોડ પર જતાં હોય આણંદ, તો આ બાજુ ઝાડો ને પેલી બાજુ ઝાડો, આ બાજુ ખેતરમાં વાવેલું હોય, પેલી બાજુ વાવેલું હોય. દર્શનવાળો શું કરે ? તે બધા ઝાડો જોયા કરે. અને જ્ઞાનવાળો શું કરે ? આ લીમડો, કોઠી જુએ, તે બીજું જોવાનું રહી જાય. એક સમયે બધું કામ ન થઈ શકે. આપણે બધા જ ઝાડને ઓળખીએ નહીં ત્યાં સુધી કો'ક કહેશે કે ‘ત્યાં શું દીઠું તમે ?” ત્યારે કહે, ‘બધા ઝાડવા.” ત્યારે કહે, ‘પણ ક્યા ઝાડવાં ?” ત્યારે કહે, ‘ભઈ, એ મને ખબર નથી.' ત્યાં સુધી એને જોયું કહેવાય. અને પછી એને દેખાડે કે આ લીમડો. એટલે એ જાણ્યું કહેવાય. હવે આટલી હદ સુધી તો કોઈ દહાડો જગતના લોકો, ઉતરેલાં જ નથી. એમની મતિમાં ય આ શી રીતે આવે ? આ તો તીર્થંકરોનું જ પહોંચે. જો કે આ મતિનું જ્ઞાન નથી, આ કેવળજ્ઞાનનું જ્ઞાન છે. પ્રશ્નકર્તા : અને આ ભાષાનું ય નથી. દર્શન ને દ્રશ્ય પણ આ ભાષાથી ઉપરનું જ્ઞાન છે. દાદાશ્રી : બહુ ઉપરનું જ્ઞાન છે આ તો. આ તો એવું છેને કે નીચે આપણે ઉતારી લાવ્યા. જરૂર તો ખરીને પણ. ઉતારવું તો પડે ને ? પણ આ તીર્થકરોની જે શોધખોળ છે, એ તો આ જોઈને જ મને તો અજાયબી લાગે
SR No.008838
Book TitleAptavani 13 P
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2002
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size96 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy