SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ નોકર્મ ૩૦૩ ૩૦૪ આપ્તવાન્ની-૧૩ (પૂર્વાર્ધ) દાદાશ્રી : આ બધા કર્મફળ છે પણ. પ્રશ્નકર્તા : એ પ્રકૃતિ જે ક્રિયા કરે અને તમે દ્રષ્ટાભાવે જોઈ શકો, એનું નામ નોકર્મ ? દાદાશ્રી : વાત એ જ છે કે પ્રકૃતિ જે કરેને બધું, જેમાં ભાવકર્મ નથી, તો એ બધું નોકર્મ. નોકર્મ એવી વસ્તુ છે કે જે કર્મ, જેને હાજતો કહેવામાં આવે છે ને, એ બધાં નોકર્મ છે. માણસની હાજતો. હાજત, ના સમજ પડી? આ ખાધાં વગર ચાલે આપણે ? જ્ઞાનીનેય ખાવું પડે ને ? ત્યારે સંડાસ ગયા વગર ચાલે ? ત્યારે ઊંધ્યા વગર ચાલે ? પ્રશ્નકર્તા : ના જ ચાલે. દાદાશ્રી : ત્યારે પાણી પીધા વગર ચાલે ? એ બધી હાજતો છે. આ શરીરની હાજતો એ બધાં નોકર્મ કહેવાય છે. આપણે ના ખાવું હોય હોટલનું અને આપણને ભૂખ લાગેને, ત્યારે જમવાનું નથી મળતું. ત્યારે પછી ગમે તે હોટલમાં પેસીને ખવડાવવું પડે, એ બધાં નોકર્મ. આપણી ઈચ્છા ના હોય તોય ચાલે નહીં. કર્યા વગર છૂટકો જ ન થાય એ બધાં નોકર્મ. બધું ફરજિયાત છે. એ બધાં નોકર્મ કહેવાય.. લગ્ન કરે, પૈણે છે, છોકરાં થાય બધું નોકર્મ. રાગ-દ્વેષ વગરની ક્રિયા એ બધાં નોકર્મ. ભગવાને આ નોકર્મ એટલા માટે કહ્યું છે, “તું” રાગવૈષ વગર કરીશ તો તને ચોંટશે નહીં. રાગ-દ્વેષ સહિત કરીશ તો તને ચોંટશે. પ્રશ્નકર્તા : હવે સંસારમાં નોકર્મ મદદ કેવી રીતે કરે ? દાદાશ્રી : આ બધાં કર્મ સંસારમાં જ મદદ કરે છે ને ?! ખાય છે, પીવે છે, રમે છે, કૂદે છે, વાઈફ-છોકરાં સાથે ફરવા જાય છે, સિનેમા જોવા જાય છે, એ બધાં નોકર્મ છે ને ! પ્રશ્નકર્તા : મોક્ષમાર્ગમાં કેવી રીતે નડતાં નથી ? દાદાશ્રી : એ કર્તા નથી તેથી. એનું માલિકીપણું નથી. ધેર આર નોટ રિસ્પોન્સિબલ ફોર ઓનરશીપ. નો ટાઈટલ. મેં લઈ લીધેલાં છે. ઓનરશીપ ને ટાઈટલ બે લઈ લીધેલા છે મેં. એટલે જવાબદારી નહીં એમની. પ્રશ્નકર્તા : શાથી કર્તાભાવ નથી ? દાદાશ્રી : ‘તમને’ જ્ઞાન આપ્યું ત્યારે મેં કહ્યું ને, કે વ્યવસ્થિત કર્તા છે, તમે કર્તા નથી. એવું મેં કહ્યું હતું કે, એવું તમને ખ્યાલ છે ને ?! એટલે તમે કર્તા હવે રહ્યા નહીં. કર્તાપદ રહ્યું ય નથી તમને મહીં. કારણ કે કર્તાપદ ક્યાં સુધી, કે ‘હું ચંદુભાઈ છું' નિશ્ચયથી, ખરેખર ‘હું ચંદુભાઈ જ છું’ એ જ કર્તાપદ છે. એ તો ગોન. એટલે હવે એ ના રહ્યું. એટલે તમારું નોકર્મનું ફળ ઊગશે નહીં અને પેલા લોકોના ઊગશે. કારણ કે આ નોકર્મના કર્તા તમે રહ્યા નહીં. અને પેલા કર્તા છે માટે એમને કર્યું” કહેતાંની સાથે એને આધાર આપ્યો અને આધાર આપ્યો એટલે કર્મ બંધાયું. અને ‘મેં નથી કર્યું’ એટલે નિરાધાર થયું, પડી ગયું. તો કહેશે, ‘તમે નથી કર્યું તો કોણે કર્યું ?” ત્યારે કહે, ‘ભઈ, એ તો જે જાણનાર જાણે, મારે કંઈ ભાંજગડમાં નહીં પડવું. મેં તો કર્યું નથી આ. એવું મારા અનુભવમાં આવે છે કે મેં કર્યું નથી.’ આવે કે ના આવે એવું ? તમારે નોકર્મ સમજી લેવાના. નોકર્મ એટલે શું ? સંસારના આ બધા વ્યવહાર જે કરો છો ને, જે ‘વ્યવસ્થિત’ કરે છે એ બધાં જ નોકર્મ છે. પ્રશ્નકર્તા: જેણે જ્ઞાન લીધું નથી, એને માટે નોકર્મ કહેવાય ? અકર્તા છે માટે ! નોકર્મ એટલે તું મોક્ષમાર્ગે જતો હોય તો આ કર્મ તને નડશે નહીં. સંસારમાર્ગે જતો હોઈશ તો આ કર્મ તને સંસારમાં હેલ્પ કરશે.
SR No.008838
Book TitleAptavani 13 P
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2002
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size96 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy