SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ વેદનીયકર્મ ૨૦૯ ૨૧૦ આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ) જાણવું. વેદ એટલે ટુ નો, જાણવું. એ દુ:ખ ભોગવવાથી એ જાણવાં સુધી વેદનો અર્થ છે. જેટલી જેટલી ગ્રેડીએશન હોય એટલાં ગ્રેડીએશન. તે ઘડીએ તપ હોય એમનું, જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપ પણ તે ય કેવળજ્ઞાન થતાં સુધી. કેવળજ્ઞાન થયા પછી તો કશું ય ના હોય. એબ્સોલ્યુટ થઈ ગયું. એબ્સોલ્યુટને કશું અડે જ નહીં. મહાવીર ભગવાનને જ્યાં સુધી કેવળજ્ઞાન ના થયું ત્યાં સુધી વેદના પડેલી. પ્રશ્નકર્તા : પણ કેવળજ્ઞાન થયા પછી પણ એમણે વેદના ને કષ્ટો ઘણાં સહ્યા એમ કહે છે ને ! દાદાશ્રી : એ બધાંય કષ્ટો શરીરને થયા, શરીરને શાતા-અશાતા હોય પણ એમને અડે નહીં. એમને તપ કરવું ય પડે નહીં. જ્ઞાન- દર્શનચારિત્ર સહેજે રહે. એમને કેટલી બધી અશાતા વેદનીય આપતું હશે ? ભગવાન વેદક ખરાં. પ્રશ્નકર્તા : ભગવાન વેદક કે ભગવાનનું શરીર વેદક, દાદા ? દાદાશ્રી : ભગવાનેય વેદક. પણ તે આ જે ડૉક્ટરો જેને શરીર કહે છે ને, જેટલો ભાગ ડૉક્ટરો જોઈ શકે છે ને, ફિઝિકલ બોડી એટલે એનાય એના જવાબદાર ખરાં, ભગવાન. એની વેદના થાય. પ્રશ્નકર્તા : હા, એ વેદના થાય છે, એની એમને ખબર પડે પણ એમને પોતાને વેદના થાય એમ તો નહીં કહી શકાયને આપણાથી ? દાદાશ્રી : અસર થાય. પણ તે ઘડીએ તપ હોય એમને જબરજસ્ત. માનસિક વેદના ના હોય એમને. વાણીની વેદના ના હોય એમને. પ્રશ્નકર્તા : આ પેલી શરીરની જે વેદના અને આ માનસિક વેદનામાં ફેર કેવી રીતે ? દાદાશ્રી : માનસિક વેદના, જ્ઞાનથી ઊડી જાય એવી વસ્તુ છે અને શરીરની વેદના જ્ઞાનથી ઊડે એવી નથી. દાઢ દુ:ખતી હોય તો પહોંચે ઠેઠ સુધી. પ્રશ્નકર્તા ઃ તો માનસિક વેદના એ કઈ જાતની વેદના ? દાદાશ્રી : આ આખું જગત માનસિક દુઃખમાં જ છે ને ! આ લોકોને શારિરીક વેદના છે જ નહીં. લોકોને માનસિક વેદના જ છે. અને શારિરીક વેદના તો દાઢ દુઃખતી હોય તો ભગવાનને ય ખબર પડે પણ તે તપ કરે એ. મહીં હૃદય લાલ લાલ થઈ જાય તે ય દેખાય પોતાને. પ્રશ્નકર્તા : પણ શરીર તો કષ્ટ ભોગવે ને ? દાદાશ્રી : શરીર ભોગવે પણ ભોક્તા જ ત્યાં આગળ છે. ત્યાં આગળ અહંકાર ભોગવે. એટલે આ એનેય એ પોતે જાણે. તે શાતા વેદનીયમાં એ રસ લે નહીં. એટલે અશાતામાં રસ હોય નહીં એમને. એ તો એમના જ્ઞાનમાં જ રહે. આ વેદ એટલે વેદવું, દુઃખ ભોગવવું અને અત્યારે માનસિક દુ:ખો તમને હઉ મટી ગયા છે અને દૈહિક દુ:ખ તો તમને અડે. દાઢ દુઃખતી હોય કે માથું દુઃખતું હોય, તમને અસુખ થયા વગર રહે નહીં. કારણ કે ફિઝિકલ બોડી છે. કેવળજ્ઞાન ના થાય ત્યાં સુધી એબ્સોલ્યુટ થાય જ નહીં. પ્રશ્નકર્તા : ભોગવલી કર્મ છે તે તીર્થંકરને છોડતાં નથી, તે કેવા કર્મ છે ? દાદાશ્રી : કોઈનેય ના છોડે. પ્રશ્નકર્તા : તીર્થંકર ગોત્ર બાંધે ને સાથે ભોગવલી કર્મે ય બાંધે ? દાદાશ્રી : હા, એ તો ચાલે જ નહીં ને ! કાં તો શાતા, કાં તો અશાતા. તીર્થંકરને ય શાતા અને અશાતા, બન્ને હોય. ઉદયમાં બન્ને હોય. ભોગવટામાં ફેર હોય. લોકોને એમ લાગે કે સાહેબને દુ:ખ છે. લોકો મને જુએ, દાદાને તાવ આવ્યો છે. પણ ઉદયનું હું જાણતો હોઉં, ભોગવટો હું જાણતો હોઉં. એટલે શાતા-અશાતા તો તીર્થકરને ય ઉદયમાં હોય.
SR No.008838
Book TitleAptavani 13 P
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2002
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size96 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy