SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ વેદનીય કર્મ ૨૦૭ તમારું તે તમારો અહંકાર વેદે છે. અને રસ-પૂરી ખાય છે તે ય અહંકાર વેદે છે. બન્ને શાતા ને અશાતા અહંકાર વેદે છે. પ્રશ્નકર્તા : આત્મા નથી વેદતો ? દાદાશ્રી : આત્માને સ્પર્શ જ થતો નથી આ. પ્રશ્નકર્તા : પણ વેદના તે આપણે અનુભવીએ છીએ. દાદાશ્રી : એ અનુભવ, અહંકારનો અનુભવ છે ને ! આ બિલિફવેદના છે, આ જ્ઞાનવેદના નથી. નહિતર જ્ઞાનવેદના હોય તો રાતે ઊંઘ જ ના આવે. આખી રાતો ને રાતો ય, કેટલાંય દહાડાં સુધી ઊંઘ જ ના આવે. આ તો બિલિફવેદના છે એટલે ઊંઘ આવી જાય પછી. રોંગ બિલિફ જ છે ખાલી. તે અહંકાર ઈગોઈઝમ વેદે છે. પ્રશ્નકર્તા : વેદના કયા આધારે હોય છે ? દાદાશ્રી : આપણે લોકોને વેદના આપીએ છીએને તેનું જ ફળ છે એ. કોઈને પણ વેદના આપીએ એ વેદના આપણી ઉપર આવવાની છે, એ અવશ્ય માની લેજો. વેદના આપતા પહેલાં એ ભગવાને ખોળી કાઢ્યું કે આ બહુ જ ઊંધો રસ્તો છે. પછી ચોખા થઈ ગયા. દાદાનું અંતર નિરીક્ષણ ! અમે સવારે જાતા’તા. આ પાણી રેડતો'તો બરડા ઉપર. તે ખંજવાળ આવતી હોય અને ત્યાં ગરમ પાણી વધુ પડતું રેડવામાં આવે, તો શું થાય ? પ્રશ્નકર્તા : સારું લાગે. દાદાશ્રી : સારું લાગે. એટલે પછી મેં જોયું. મેં કહ્યું, આ શું રહ્યું પાછું ? ત્યારે કહે છે આ શરીરને પાણી ગરમ રેડે છે તે આ જગ્યાએ ખંજવાળના પરમાણું ભરેલાં છે, વાયાના (વાયુના). તે વાત (વાયુ) હોય છેને, તે ‘વાત જરા જોર કરે ત્યારે આ ખંજવાળ આવે. આપણા લોક ૨૦૮ આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ) કહે કે, વા છે એક જાતનો. આ કૂતરાં આખો દહાડો આમ કર્યા કરે ને એવું થાય ત્યારે. ત્યારે શરીર તો આપણા બધાના એક જ જાતનાને. તે રેડે ત્યારે સારું લાગે, મીઠું લાગે. ત્યારે મેં કહ્યું, આ ગુનો તો નહીં હોય. આ મીઠું કોને લાગે છે, તપાસ કરી. ત્યારે મીઠું અહંકારને લાગતું'તું. કોને લાગતું'તું ? પ્રશ્નકર્તા : અહંકારને લાગતું'તું. દાદાશ્રી : હા. અને ‘હું જાણતો'તો કે “અહંકાર'ને આવું લાગે છે. તો શાથી આ મીઠું લાગ્યું ? એની શોધ કરી કે આનું રૂટકોઝ ક્યારે પેઠેલું ? તે માણસને ઘણો ફેર આમ ખૂબ ટાઢ વાયને ત્યારે એને મહીં કંપારી થઈ જાય છે. જેને કંપારી કહીએ છીએને તે વખતે વા મહીં પેસે છે. તે આ વા નીકળે છે પાકીને. એટલે ટાઢથી કંપારી ભોગવે છે, તે ઘડીએ અહંકાર પાછો ભોગવે છે અને તેના ફળરૂપે આ અહંકાર સુખ માણે છે. માટે આ ગુનો નથી. મારું શું કહેવાનું છે ? અને આત્મા પછી બેઉ બાબતમાં જાણકાર છે, એ ભોગવતો જ નથી. અજ્ઞાની ભોગવે. આ મને ટેસ્ટ પડ્યો, હું જ ચંદુભાઈ છું ને ! એટલે એ ભોગવે કે ના ભોગવે ? એ કર્મ બાંધે. એ કર્મ બાંધે અને આ કર્મ છોડે. તમે કોઈ દહાડો ગરમ પાણી રેડેલું નહીં ? પ્રશ્નકર્તા : ન્હાતી વખતે, હાયા કરીએ એટલું જ. હાતી વખતે ચિત્ત ક્યાંય ફરતું હોય એટલે ખબર ના પડે. દાદાશ્રી : ઓહોહો ! બહાર ફરવા ગયું હોય ! અમારું અત્યારેય મહીં ક્ષણે ક્ષણે હાજર. બધું પૃથક્કરણ મહીં થયા કરે. અને તો જ આપી શકાયને ! પોતાના અનુભવની દવા હોવી જોઈએને ! મને જે માફક આવી તે અનુભવની દવા તમને માફક આવે, નહીં તો આવે નહીંને ! ભગવાન મહાવીરતે ય અશાતા વેદનીય ! ભગવાન મહાવીરને શાતા વેદનીય ને અશાતા વેદનીય હોય. અહીં કાનમાં બરું ઘાલ્યું. તે ખીલો તો નહોતો માર્યો પણ બરું ઘાલ્યું હતું. તે
SR No.008838
Book TitleAptavani 13 P
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2002
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size96 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy