SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૯ ૧૧૫ માથે પડે ! મેલું હોય તો ઝપાટાબંધ નીકળી જાય. આ ધર્મ સાચો છે. આ તો બધાનું પુણ્ય પાકશે તેમ તેમ લાભ ઉઠાવશે. પણ પુણ્ય પાકવાનાં છે. પુણ્ય પાક્યા વગર રહેવાનાં નથી. જગત બફાઈ રહ્યું છે આ તો. જો બફાય છે, જો બફાય છે ! અને શંકા ઊભી થાય તો બફારો કેટલો થાય ? પ્રશ્નકર્તા : બહુ થાય. દાદાશ્રી : બફારો બહુ થાય કે કેડે ? પ્રશ્નકર્તા : ડે હઉં ! દાદાશ્રી : જો જો આવું શંકા કંઈ કરતા નહીં. શંકા કોઈની કરશો નહીં. શંકા કરવા જેવું નથી આ જગત. મહીં લાંબું દેખાય ત્યારે શંકા ઊભી થાય ને ! નહીં તો આ જે શંકા, એક ફેરો પેસે ને, તે શંકા નીકળી જાય ત્યારે કામનું ! હવે એ એમ ને એમ નીકળે નહીં. આમનું ગજું જ નહીં કે શી રીતે શંકા કાઢવી ?! “જ્ઞાની પુરુષ' બધું કાઢી આપે, બીજાનું ગજું નહીં. જાડું ખાતું હોય ને, એટલે ચાલે. શંકા કોને ઊભી થાય ? બહુ ઝીણું ખાતું હોય ને, એને શંકા વધારે થાય. મને તો હૈડતાં-ચાલતાં શંકા ઊભી થતી હતી, જ્ઞાન નહોતું થયું ત્યાં સુધી. એટલે જાગૃતિ ના હોય એટલે ઉપાધિ નહીં ને જાગ્રતને તો ઉપાધિ બહુ ને ! જાગૃતિ હિતકારી થઈ પડે છે કે વાંકી થઈ પડે છે ? પ્રશ્નકર્તા : બહુ હિતકારી થાય. પણ શંકા કરાવે તો એને કાઢી જ નાખવાની. દાદાશ્રી : જાગૃતિ કાઢી નાખવાની ? જાગૃતિ કાઢી નાખવી છે કે પેલી શંકા કાઢી નાખવી છે ? પ્રશ્નકર્તા : શંકા જ કાઢી નાખવી છે. દાદાશ્રી : હા, જાગૃતિ તો રહેવા દેવી છે ને ?! અમે તો શંકાના મૂળિયાં બધાં કાઢી નાખેલાં. તમે જડમૂળથી ખોદી કાઢી છે કે રહેવા દીધી ૧૧૬ આપ્તવાણી-૯ છે થોડી થોડી ? પ્રશ્નકર્તા : શંકાનું મહીં શોધખોળ બહુ ચાલ્યા કરતું હતું. દાદાશ્રી : પણ એને જડમૂળથી કાઢી નાખી નથી હજુ ? પ્રશ્નકર્તા : આજે નિમિત્ત મળ્યું દાદા તરફથી. દાદાશ્રી : હા, એવું કંઈ હશે ત્યારે જ ને ! નહીં તો વાત નીકળે નહીં. ને આપણે તો, હું કંઈ ઓછું આ અમુક જ ટાઈમે વાત કાઢું છું? ‘એવિડન્સ’ ભેગા થાય ત્યારે જ નીકળે ને ! આનો કઈ પાર આવવાનો છે, એમનો કંઈક પાર આવવાનો હશે, તમારો કંઈ થોડો ઘણો પાર આવવાનો હશે, ત્યારે જ નીકળે ને ! નહીં તો શંકા આવે તો આખી રાત ઊંઘ ના આવે. પ્રશ્નકર્તા : મહીં કૈડ કેડ થયા કરે. આટલો બધો માર ખાય તો ય પાછું જતું નથી. દાદાશ્રી : નફો શું કાઢ્યો ? પ્રશ્નકર્તા : કશો નહીં. દાદાશ્રી : છતાંય પણ રહે છે ? આ શાથી આ વાત નીકળી ? મને ખબર નહીં કે આટલું બધું હશે ! આ “જ્ઞાન” આપેલું એટલે તમે આવું તેવું નાની બાબત તો કાઢી નાખો, ને તમારી મેળે જ કાઢી નાખો. ને ખેંચનારી વસ્તુ જે ખૂંચે, આપણને આમ કાંકરો ખુંચે તો ખબર ના પડે, આપણને ‘જ્ઞાન’ થયેલાં ને ? ખેંચે એટલે કાઢી નાખે ને કે ના કાઢી નાખે ? એ રહેવા દે ખરો ? પ્રશ્નકર્તા : ના. કાઢી નાખે. દાદાશ્રી : હવે નહીં રહે ને ? શંકાશીલ મત જુદું, ‘આપણે' જુદાં ! પ્રશ્નકર્તા હવે શંકાની ‘ઇફેક્ટ’ તરત તો થાય જ છે. પણ એવી
SR No.008831
Book TitleAptavani 09
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1997
Total Pages253
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size99 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy