SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૯ ૧૧૩ દાદાશ્રી : બળ્યું આવે, પણ કેટલાં બધાં ઝાડ ઊગી નીકળે પછી ! બીજ એક અને સત્તરાઁ જાતની વનસ્પતિ ઊગી નીકળે ! પ્રશ્નકર્તા : આખું વન થઈ જાય. દાદાશ્રી : હા, આખું વન થઈ જાય. બગીચાનું જંગલ થઈ જાય. આ ‘દાદા’એ મહાપરાણે બગીચા બનાવ્યા હોય, તેમાં પછી જંગલ થઈ જાય. આવડો મોટો બગીચો, પાછો જંગલ થઈ જાય ? અરે, એ ગુલાબ રોપતાં રોપતાં તો ‘દાદા'નો દમ નીકળી ગયો. જો જો જંગલ નહીં કરી નાખતાં ! જંગલ ના થવા દેશો. હવે નહીં થવા દો ને ?! પ્રશ્નકર્તા : શંકા તો બિલકુલ ગમતી જ નથી, દાદા. પણ નિકાલ આવે નહીં એટલે પછી ‘પેન્ડીંગ’ રહ્યા કરે. દાદાશ્રી : પાછી ‘પેન્ડીંગ’ પડી રહે છે ?! ઉકેલ ના લાવી નાખો ?! ‘એ સ્કેવર, બી સ્કેવર', આમ પેલું ‘એલજિબ્રા’માં એ છેદ ઉડાડી દો ને, એ રીતે ? જેને ‘એલજિબ્રા’ આવડે ને, તેને બધું આવડે. તમારે શંકાઓથી બધી ભાંજગડ ઊભી થાય છે, તો પછી ઊંઘ અલન કરે કોઈ વખત ? પ્રશ્નકર્તા : એવું નહીં, પણ નિકાલ ના થાય એટલે ફરી આવે. દાદાશ્રી : હવે શું કરશો ? શેકી નાખો ને ! પછી ઊગે નહીં. જે બીજ શેકીને રાખી મેલ્યા, એ પછી ઊગે કરે નહીં. ઊગે ત્યારે ભાંજગડ છે ને ?! એટલે તમારે એમ કહેવું કે, ‘દાદા’નાં ‘ફોલોઅર્સ' થઈને તમને શરમ નથી આવતી ? નહીં તો કહીએ, ‘બે તમાચા મારી દઈશ. શંકા શું કરે છે ?” એવું વઢવું. બીજા વઢે એનાં કરતાં ‘આપણે’ વઢીએ એ શું ખોટું ? કોણ વઢે તો સારું ? આપણી મેળે જ વઢીએ તે સારું, લોકોના વળી ગોદા ખાવા તેનાં કરતાં ! પ્રશ્નકર્તા : આ તો માર ખાય તો ય જાય નહીં. દાદાશ્રી : હા, માર ખાય તો ય જાય નહીં. તેથી આ જ વાત ૧૧૪ આપ્તવાણી-૯ નીકળી. શંકા જવાની થાય ત્યારે વાત નીકળે. નહીં તો વાત નીકળે નહીં. કામ બધું પદ્ધતિસર કરો, પણ શંકા ના કરશો. આ ‘રેલવે’ આગળ સહેજ ભૂલ કરીએ, તેડાં કરીએ, તો શું થાય ? પ્રશ્નકર્તા : કપાઈ જાય. દાદાશ્રી : ત્યાં કેટલો ડાહ્યો રહે છે ?! શાથી ડાહ્યા રહે છે લોક ? પેલું તરત ફળ આપે છે એટલે. અને આ શંકાનું ફળ મોડું મળે છે. એનું ફળ શું આવશે એ આજ દેખાતું નથી એટલે આવાં તેડાં કરે છે. શંકાનું તેડું, તે કંઈ જેવી તેવી વાત છે ?! પ્રશ્નકર્તા : આગળનું પાછું બીજ પડે ને, દાદા ? દાદાશ્રી : અરે બળ્યું, બીજની ક્યાં વાત કરો છો ?! આજની શંકાનું તેડું તો, આખા જગતની વસ્તી ઊભી થઈ જાય ! શંકા તો ઠેઠ “જ્ઞાની પુરુષ' સુધી અવળું દેખાડે. આ શંકા, ડાકણ પેઠી એટલે પછી શું ના દેખાડે ? પ્રશ્નકર્તા : બધું જ દેખાડે. દાદાશ્રી : ‘દાદા'નું અવળું હઉ દેખાય. આ ‘દાદા'ની પર તો એક શંકા કરી હોય ને, તો અધોગતિમાં જાય. એકેય શંકા કરવા જેવો આ ‘દાદો’ હોય ! ‘વર્લ્ડ’માં આવો નિઃશંક પુરુષ હોય નહીં. પ્રશ્નકર્તા : તમે કહો છો કે શંકા થઈ જાય છે, કોઈ કરતું નથી. દાદાશ્રી : એ વસ્તુ જુદી છે. શાથી થાય છે એ વાત જુદી છે. પણ આ ‘દાદા’ ઉપર શંકા થાય નહીં. થઈ જતી હોય તો એનો ઉપાય કરવો જોઈએ. ઉપાય આપેલો છે મેં. અમે એ કહીએ છીએ ને, કે શંકા તો થઈ જાય. પણ તે ઉપાય કરવો જોઈએ કે ‘દાદાની માફી માગું છું. મારે શંકા ન થવી જોઈએ, પણ થઈ ગઈ.” આવો ઉપાય તો હોવો જોઈએ ને ?' ‘દાદા’ તો, આ કાળના અજાયબ પુરુષ છે, આશ્ચર્ય પુરુષ છે ! પણ એકલું ચોખ્ખું ઘી લઈને આજ ફરે તો વેચાય ખરું ? કાળ કેવો વિચિત્ર છે ! આ ચોખ્ખું ઘી લઈને ફરતો હોય, તેને દુકાનનું ભાડું
SR No.008831
Book TitleAptavani 09
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1997
Total Pages253
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size99 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy