SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૨ ૨પ૭ ૨૫૮ આપ્તવાણી-૨ સહન કર અને એડજસ્ટ થઇ જા. પ્રાપ્ત તપ એટલે આવી પડેલું તપ, એને શાંતિપૂર્વક નિરાંતે ભોગવે, સામાને સહેજ પણ દુઃખ ના થાય. સામાને આપણા નિમિત્તે દુ:ખ તો ના થાય પણ આપણું મન સામાને માટે જ સહેજ પણ ના બગડે, એનું નામ પ્રાપ્ત તપ. બીજાં તપ કરવાની ભગવાને અત્યારે ના પાડી છે, તો ય જુઓને લોક જાતજાતનાં તપ લઇને બેઠા છે ! અલ્યા, સમજને ! શિષ્ય જોડે આખો દહાડો ક્રોધ કરતો હોય ને બીજે દહાડે અપવાસ કરે, હવે આનો અર્થ શો ? મીનિંગલેસ આ બધી વસ્તુઓ ! આ મીનિંગલેસ નથી લાગતું તમને ? કહેશે કે, “મારે બે અપવાસ કરવા છે.” અલ્યા ભાઇ, અત્યારે તો એવું છે ને કે, કો'ક દહાડો રેશનનું ઠેકાણું ના પડયું હોય ત્યારે થોડા ચોખાથી ચલાવી લેવાનું હોય, એ દહાડે મહારાજ આટલાં જ ચોખા મળ્યા તે તેટલો જ ખોરાક, ત્યાં એ કરોને ! પ્લસ, માઇનસ કરી નાખોને ! એક દહાડો સામટું જ ના ખાવું, તેનાં કરતાં રોજ થોડું થોડું પ્લસ, માઇનસ કરીને આપણે એજસ્ટ થઇ જાઓને ! કો'ક દહાડો જમવાનું ઠેકાણું બે વાગ્યા સુધી ના પડયું તો ત્યાં શાંત ભાવે સહન કરી લે ને ! અથવા જમવાનું બિલકુલ ઠેકાણું ના પડ્યું ત્યાં તું શાંત રહે. આ પેટ તો મહીં ગયા પછી બૂમ પાડશે નહીં. આ રાત્રે આટલી ખીચડી ને શાક આપ્યું હોય તો પછી બુમ પાડે ? ના પાડે. પછી તમારે જેવું ધ્યાનમાં રહેવું હોય તેવું રહેવા દે. પેટને તો વાંધો નથી, આ વાંક પોતાનો છે, મન પણ એવું નથી, પોતે અનાડી છે. પોતે અનાડી, તે પોતે તો દુઃખ ભોગવે, પણ બીજાને પણ દુ:ખ ભોગવડાવે. અનાડીપણું ! લોક સામસામા કહે છેને કે આ અનાડી છે ? અલ્યા, મુંબઇમાં વળી અનાડી કોને ના કહેવું તે ખોળી કાઢવું મુશ્કેલ છે, એટલે સામસામાં અનાડી બોલે છે. અલ્યા, ના બોલાય, એ તો ભગવાન જેને ખોળતા હતા તે તો તમારે અનાડીપણું ઘેર બેઠા મળે છે. તેથી આ ‘દાદા'એ તમને કહ્યું કે ખાવ, પીઓ મઝા કરો ને તપ આવી પડે તે શાંતિથી ભોગવજો. તમને તો બોલાવવા જવું પડે એવું છે જ નહીં. નર્યા તપમાં જ તપે છેને આ લોક ! અને પેલા તપવાળા તો કેવા હોય કે આવી પડેલું તપ ભોગવે નહીં અને ના આવેલું તેને બોલાવ બોલાવ કરે, બોલાવીને તપ કરે. પછી આપણે તેને કશુંક કહેવા જઇએ તો તે એટલો બધો તપી ગયેલો હોય કે જો જરાક ભૂલ થઇ તો તે ફાટી જાય ! તપવાળા કેવા હોય ? તપીઆ હોય. તપીઆ એટલે સળગતો-ભારેલો અગ્નિ, જે જરાક કંઇ આપણી બીડી અડી તો તરત ભડકો થઇ જાય. એટલે ભૂલેચૂકે ત્યાં આગળ કંઇ ના કરાય. ભગવાન આવા નહોતા, ભગવાન તો બહુ ડાહ્યા હતા. પ્રાપ્ત તપની અત્યારે કંઇ ખોટ છે ? છેવટે દાંત દુઃખે ને દમ નીકળી જાય એવો દુ:ખે. દાઢ દુઃખે, પેટ દુઃખે, માથું દુ:ખે, ફલાણું દુઃખે, સામો અથડાય એ બધા પ્રાપ્ત તપ ! નહીં તો કો'ક દહાડો સત્સંગમાંથી આવતાં મોડું થઇ જાય તો વાઇફ કહેશે, ‘તમારામાં ઠેકાણું નથી. અત્યાર સુધી તે બહાર રખડાતું હશે ? ક્યાં રઝળતા હતા ?” હવે બૈરી શું જાણે કે આપણે સત્સંગમાં બેઠા હતા કે રઝળતા હતા ? હવે વાઇફ આવું બોલે ત્યારે આપણે પાંસરા ના રહીએ તો આપણી મૂર્ખાઇ જ ને ? આપણે જાણીએ કે તપ તપવાનું આજે આવ્યું છે ! હવે ત્યાં જો તપ ના તપો ને બૈરીને કહો, ‘ચૂપ, અક્ષર બોલવાનો નથી,’ એટલે પછી ધણિયાણી એક બાજુ કારતૂસો ભરભર કર્યા કરે ! ‘બહેન, શું કરવા કારતૂસો ભર્યા કરો છો ?” તે કહે, ‘એ તો હમણાં ફોડીશ.’ આ જમી રહ્યા પછી બહેન કારતૂસો ફોડ ફોડ કરે અને રાત્રે પાછાં બંને ત્યાંના ત્યાં જ, એ જ ઓરડીમાં સૂઇ જવાનું પાછું ! જો બીજી કોઇ ઓરડીમાં સૂઇ જવાનું હોય તો આપણે જાણીએ કે આ લપથી છૂટયા, પણ લપની જોડે ને જોડે સૂઇ રહેવાનું પાછું ! અલ્યા, જયાં સૂઈ રહેવાનું ત્યાં ટેટા ના ફોડાય, કોઇ ટેટા ફોડેને તે આપણા પગ ઉપર પડે તો આપણે તેને ઓલવી નાખવાનો, બહાર જે કરવું હોય તે કરીએ, પણ ઘરમાં જયાં રાતદિવસ રહેવાનું હોય ત્યાં આવું ના કરીએ. જ્ઞાનીઓ બહુ ડાહ્યા હોય, પોતાનું હિત શેમાં છે તે તરત જ સમજી જાય કે આણે તો ટેટો ફોડયો. એ તો અકળાઇ એટલે ફોડ્યો ને મારા પગ ઉપર નાખ્યો, પણ હવે એના પગ ઉપર પાછો હું નાખીશ તો એ મારા માથા ઉપર નાખશે ! હવે મેલોને આ પડ ! આપણે આ કેસને ઊંચો જ મૂકી દોને! આ તપ કરેને તે કોઈને ય જાણવા ના દે એ ખરું તપ ! તપમાં કોઇને કહીએ તે સાંભળે, ને પછી તે આપણને આશ્વાસન આપી જાય
SR No.008829
Book TitleAptavani 07
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1997
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size98 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy