SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૨ ૨૫૫ ૨૫૬ આપ્તવાણી-૨ કરે છે એવો નહીં. શિષ્ય તો ફસાયો એટલે પછી ગુરૂ કંઇ એને છોડે ? પછી એ ફસાઇ ગયેલાને ગુરૂ માર આપ્યા જ કરે ! તે પછી સાપ ત્યાં આગળ પછાડા ખાઇને મરી ગયો. એના ઉપર કીડીઓ ખૂબ ચઢી ગઇ હતી, કારણ કે પછાડા ખાય એટલે લોહી નીકળે ને લોહી નીકળે એટલે કીડી ચઢે, ને કીડી તો ખેંચાખેંચ કરવા માંડી ! ચંડકોશિયાને ખૂબ બળતરા ઊભી થઈ, પણ તેણે શાંતિથી તપ સેવ્યું અને તે સારી ગતિમાં પહોંચી ગયો. જેમ વોમિટ થવાની હોય તેની માણસને ખબર પડે, તેમ જ્ઞાનીઓને ઘણા કાળ પછી કર્મની વોમિટ થવાની હોય તે ય ખબર પડી જાય. એવાં કર્મની ‘જ્ઞાની'ઓ ઉદીરણા કરે મનુષ્યમાં ઉદીરણાની સત્તા છે. એટલે મહાવીર ભગવાને વિચાર કર્યો કે, ‘લાવ, આર્યદેશમાંથી અનાર્યદેશમાં જઉં તો મારાં આ કર્મો ખરી પડે. કર્મનો હિસાબ છે. આ આર્યદેશના લોકો તો ‘પધારો, પધારો’ કરે છે અને ભગવાન ઉપર પુષ્પો વરસાવે, એટલે ભગવાનને થયું કે અનાર્યદેશમાં જવું. હવે અનાર્ય દેશ ૬૦ માઇલ છેટે હતો, તે ધોરી રસ્તા પરથી જવા ના મળ્યું. આખા ગામના લોકો જોડે વળાવવા આવેલા. લોકોએ ભગવાનને વિનંતી કરી કે, ભગવાન, તમે આ સાંકડા રસ્તે ના જાવ. એ રસ્તે તો ચંડકોશિયો નાગ રહે છે, આ જંગલમાં એ નાગ કોઇને પેસવા જ દેતો નથી, જે જાય તેને જીવતો જવા ના દે. ભગવાન, તે તમને ઉપસર્ગ કરશે.’ પણ ભગવાને કહ્યું કે, ‘તમે બધા ના કહો છો, પણ મારે તો અહીં રહીને જ જવાની જરૂર છે. મને મારા જ્ઞાનમાં આવું દેખાય છે. હું આગ્રહી નથી, પણ મારા જ્ઞાનમાં દેખાય છે માટે તમે બધા શાંતિપૂર્વક રહો અને મને જવા દો.’ એટલે બધા ગામના લોક ત્યાં જ ઊભા રહ્યા. કોઇ જંગલમાં પેસે જ નહીં ને ! ચંડકોશિયાનું નામ જાણે એટલે કોણ પેસે ? ભગવાનને જવું હોય તો જાય કહેશે ! ચંડકોશિયાની વાત આવી એટલે ભગવાન-બગવાન બધું છોડી દે ! છોડી દે કે ના છોડી દે આ લોક ? ! ભગવાન તો જંગલના રસ્તે ગયા. ત્યાં ચંડકોશિયાને સુગંધ આવી, એટલે પછી એ વિફરે ને ? એ તો કોઇ જાનવરને જંગલમાં નહોતો આવવા દેતો, તે વિફરતો વિફરતો ભગવાનની સામે આવ્યો ને ભગવાનને પગે ડંખ માર્યો. તે ડંખ મારતાંની સાથે જ સહેજ લોહી તેના મોઢામાં પેસી ગયું. એ લોહી પેસવાથી એને પોતાને પાછલા ભવનું ભાન થયું. એટલે ભગવાને ત્યાં એને ઉપદેશ આપ્યો, ‘હે ચંડકોશિયા ! બૂઝ, બૂઝ, ને ક્રોધને શાંત કર.” ગયા અવતારમાં ચંડકોશિયો સાધુ હતો ને શિષ્ય ઉપર ક્રોધ ર્યો તેથી તેની આ દશા થઇ ! ‘માટે હવે શાંત થા. તને જ્ઞાન આવ્યું છે એવો તું શુદ્ધાત્મા છું.’ ચંડકોશિયો ભાનમાં આવી ગયો, પૂર્વભવનું એને જ્ઞાન આવી ગયું. ગયા ભવમાં એને સાધુપણું હતું. તેણે શિષ્ય ઉપર ક્રોધ કર્યો હતો, કેવો ભયંકર ક્રોધ ? જેવો તેવો નહીં. આ લોકો બૈરીઓ ઉપર ભગવાન ત્યાંથી અનાર્ય, અનાડી દેશમાં વિચર્યા. ત્યાં લોકોએ એમને, ‘એ ય આ બાવો આવ્યો છે, એને ઢેખાળા મારો. આ કેવો બાવો છે ? લૂગડાં-બૂગડાં પહેરતો નથી. મારો એને.’ તે ભગવાનને તો મહીં પેસતાં પહેલાં જ પ્રસાદી મળવા માંડી ! ભગવાન તો જાણતા હતા કે ‘હું કયાં પ્રસાદી ખાઉં છું ?” તે તેમને તો ‘ખરેખરી પ્રસાદી’ મળવા માંડી ! કો’ક જગ્યાએ દયાળુ માણસ હોય તે કકડો રોટલો આપે. આર્યદેશમાં પેલી મીઠાઇઓ મળતી હતી તે અહીં કયાંથી લાવે ? ભગવાને અમુક કાળ અનાડી દેશમાં વિતાવી, કર્મ ક્ષય થયાં ત્યારે પાછા ફર્યા. અત્યારે તો બધાને ઘેર બેઠાં અનાડી દેશ છે તો ય લોક ભાંજગડ કરે છે ! અલ્યા, મહાવીર ભગવાનને ૬૦ માઇલ ચાલીને જવું પડયું હતું ને ! તમે તો કેટલા પુણ્યશાળી કહેવાઓ કે તમારે ઘેર બેઠાં જ અનાડી દેશ છે ! આપણે ઘરમાં પેઠા કે આપણા ઘરમાં જ અનાડી દેશ ! જમીએ ત્યાં જ, ખાઇએ-પીએ ત્યાં જ, અનાડી દેશ બધો હોય. હવે અહીં આગળ તપ તપવાનું છે. ભગવાનને તપ ખોળવા ૬૦ માઇલ વિચરવું પડ્યું હતું, અનાડી દેશ ખોળવા માટે ! જયારે આજે તો ઘેર બેઠાં જ અનાડીપણું લોકોનું નથી લાગતું ? તો મફતનું તપ મળ્યું છે તો શાંતિથી સહન કરી લો ને ! આ કાળના લોકો ય કેટલા પુણ્યશાળી છે ! આને પ્રાપ્ત તપ કહેવાય. આડોશી પડોશીઓ, ભાગિયા, ભાઇઓ, વહુ, છોકરાં બધાં ય તપ કરાવે એવું છે ! આગળના કાળમાં તો ઘેર બધી જ અનુકૂળતા રહેતી. આ પ્રતિકૂળ કાળ આવ્યો છે, ઘેર બેઠાં જ પ્રતિકૂળતા હોય, બહાર ખોળવા જવું ના પડે. આ કાળ જ એવો છે કે કયાં ય એડજસ્ટમેન્ટ જ ના થાય. ઘરમાં, બહાર, પાડોશીઓ બધેથી જ ડીસૂએડજસ્ટમેન્ટ આવી પડે, તેને તું
SR No.008829
Book TitleAptavani 07
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1997
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size98 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy