SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૨ ૨૫૯ ૨૬૦ આપ્તવાણી-૨ એટલે આપણી પાસેથી બે આના ભાગ પડાવી જાય અને ઉપરથી ખોટા રસ્તે ચઢાવી દે. માટે તપ કરેલું તે કોઇને કહેવાય કેમ ? વગર કામનું કમિશન કોણ આપે ? પ્રાપ્ત તપમાં જેટલું આશ્વાસન લે એટલું તપ વધારે કરવું પડે. અમે તો કોઇ દહાડો કોઇનું ય આશ્વાસન લીધું નથી. આશ્વાસન લે તો તપ કરવું પડે, નહીં તો મહીં તપ્યા કરે અને તપને જ મહીં સમાવ સમાવ કરવાનું. એનો ઊભરો આવે પછી એ શમી જાય, એનો ટાઇમ થાય એટલે ઊભરો આવવાનો. આ જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપ કહ્યું, એટલે તપમાં આપણે આવી પડેલા તપનું તપ કરવું. બટાટાવડાનો ભાવ થાય ને ના મળે તો તે દહાડ તપ કરવાનું ! પ્રશ્નકર્તા : દાદા, આ તમારા પગમાં કણીઓ શાથી પડી ગઇ છે ? તપાવવાનો નથી, મનને તપાવવાનું છે અને એ પણ એવી રીતે કે બહાર કોઇ જાણે નહીં. પણ આજે તો બાહ્ય તપ જ કરે છે, તે જે સ્ટેશન આવ્યું તે પકડયું. બાહ્ય તપથી બાપજીને ફળ શું મળ્યું ? દેહ તેજવાળો થયો. દેહને તાવ્યો તે દેહ અજવાળાવાળો થાય, પણ દેહ જોડે આવવાનો છે ? એ તો બાળી મેલવાનો છે. આ દેહ છે ત્યાં સુધી પોતાનું જ કામ કાઢી લેવાનું છે. ત્યાગવાળાઓએ ત્યાગની કસરત કરી, આ બધી કસરતશાળાઓ છે. એમાં આત્મા માટે કંઇ જ થતું નથી, કંઇ જ ઉપકાર થતો નથી. બૈરી વગર જિવાય કે નહીં તેની કસરત કરી, તે બૈરી મૂકી નાસી જાય. બૈરી બાર મહિના પિયર નથી જતી ? માટે ઘેર પણ જિવાય છે, શું કામ નાસી જાય છે ? બા, દીકરાના બાપા જોડે રોજ વઢવાડ કરતી હોય, તો દીકરો ગાંઠ વાળે કે, ‘હવે આ ન હો, બૈરી ન હો,’ એવી મજબૂત વાળેલી ગાંઠ પછી ઉદયમાં આવે, તે પછી નાસી જાય. એના કરતાં આ સહન કરને ! આ પ્રાપ્ત તપને સહન કરતાં કરતાં મોક્ષે જવાશે. પ્રાપ્ત દુ:ખ એને તો ઇનામ કહેવાય. ભલે પછી એ સહન કરવું પડે, પણ કશું ગયું તો નથી ને ? આપણને કશુંક મળ્યું એ ઇનામ જ કહેવાય ને ? તપ અને ત્યાગ કરે છે એ તો વિષય છે, સજ્જન્ટ્સ છે; એનાથી માત્ર હિંમત કેળવવાની હોય. તપથી શરીરને શક્તિ છે એમ જણાય, પણ ‘ત્યાગે ઉસકો આગે', તે અનંતગણું થઇને સામે આવે અને મોક્ષ ના મળે. પણ જ્યાં સુધી ‘જ્ઞાની પુરુષ' ના મળે ત્યાં સુધી શુભમાં પડી રહેજો. દાદાશ્રી : એ તો અમે આત્મા પ્રાપ્ત કરવા તપ કરેલું. તે કેવું તપ કે બૂટમાં ખીલો ઊંચો આવે તો તેને ઠોકવાનો નહીં, એમ જ ચલાવ્યું રાખવાનું. ત્યાર પછી અમને ખબર પડી કે આ તો અમે અવળે માર્ગે છીએ. આ જૈનોનું અમે તપ કરેલું. બૂટની ખીલી બહાર નીકળે ને ચુંક વાગે તે વખતે જો આત્મા હાલી જાય તો એ આત્મા જ પ્રાપ્ત થયો નથી એવું હું માનતો હતો. એટલે એ તપ થવા દઇએ. પણ એ તપનો ડાઘ હજી ય નથી ગયો ! તેપનો ડાઘ આખી જિંદગી ના જાય. આ અવળો માર્ગ છે એમ અમને સમજાયેલું. તપ તો અંદરનું જોઇએ. તપ, ક્રિયા ને મુક્તિ ! પ્રશ્નકર્તા : તપ અને ક્રિયાથી મુક્તિ મળે ખરી ? દાદાશ્રી : તપ અને ક્રિયાથી ફળ મળે, મુક્તિ ના મળે. લીમડો વાવીએ તો કડવાં ફળ મળે અને આંબો વાવીએ તો મીઠાં ફળ મળે. તારે જે ફળ જોઈતું હોય તેવું બી વાવ. મોક્ષ માટેનું તપ તો જુદું જ હોય, આંતરતા હોય. મોક્ષના ચાર પાયા – જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ. સમજયા વગર કેટલાક તેમાંનો એક તપનો જ પાયો ઝાલી પડયા. આ ખાટલાના ૧૧૧ચાર પાયામાંથી એક પાયો ઝાલે એવું આ તપને ઝાલી પડયા. દેહને ત્યણ લેતો જવાતો ? ભગવાને આવો તપ-ત્યાગ કરવાનું નહોતું કહ્યું, એમણે તો વસ્તુની મૂર્છાનો ત્યાગ કરવાનું કહ્યું હતું. એને જ્ઞાનમંદિરનો ત્યાગ કહ્યો અને લોકો જે માને છે તે બાલમંદિરનો ત્યાગ છે. આ પાકીટ હોય, એ ખોવાયું છતાં કશું જ ના થાય, એ મુર્છાનો ત્યાગ કહેવાય. બાલમંદિરના ત્યાગમાં તો ગમે તે છોડવું એ જ ધ્યેય હોય, પણ એનું કાંઇક ફળ મળશે. બૈરીછોકરાં છોડયાં તે લોક ‘બાપજી, બાપજી' કરીને પૂજશે. વસ્તુની મૂર્છાનો ત્યાગ એ જ ખરો ત્યાગ છે, બાકી બૈરી- છોકરાં ટાગ્યાં છે તો બીજા કાયદાને આધારે ત્યાગ્યાં છે. ઉદયકર્મના આધારે પ્રકૃતિ ત્યાગ કરાવે છે.
SR No.008829
Book TitleAptavani 07
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1997
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size98 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy