SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬૬ જ્યાં લેતી-દેતી છે ત્યાં આત્મા હોય નહીં. લેતી-દેતી છે ત્યાં શેરબજાર છે. ૧૭૬૭ ‘આખી દુનિયામાં નાલાયકમાં નાલાયક હું છું’ એ સમજણ પડી ત્યારથી જ લાયક થયા આપણે. ૧૭૬૮ ‘કોઈ જીવ, કોઈ જીવમાં કિંચિત્માત્ર ડખલ કરી ના શકે' આ સિદ્ધાંત જો કોઈ સમજી ગયો તો પોતે સ્વતંત્ર થઈ જાય ! ૧૭૬૯ જે ‘આપણો’ ધર્મ નથી તે ‘કરવા’ જઈએ તો ડખો થઈ જાય. ૧૭૭૦ આખી રાત તમે કોઈને હેરાન નથી કરતાં તો કોઈ તમને હેરાન કરે છે ? રાતે કોઈ ખખડાવતું નથી ને ? દિવસે ડખલ કરો છો, તેથી હેરાન થાવ છો. એક પણ મુશ્કેલી અડે નહીં એવું કુદરતનું નિયંત્રણ છે, જો તું ડખો ના કરે તો. તને અડે છે એ તારો જ ડખો છે ! ૧૭૭૧ આપણને હરકત કરનારો છે માટે બીજી બાજુ મદદ કરનારો છે એ વાત ચોક્કસ છે. જેમ હરકત કરનારો દેખાતો નથી તેમ મદદ કરનારો પણ દેખાતો નથી. હરકત કરનારો બે-પાંચ વરસથી વધારે ના ટકતો હોય તો મદદ કરનારો પણ એથી વધારે ના ટકે. ૧૭૭૨ જે બીજાને ‘હેડેક' કરાવે છે તેથી તેનું માથું દુઃખે છે. ૧૭૭૩ તું સીધો રહીશ તો સામાને સીધા થઈને આવ્યે જ છૂટકો છે. કોઈ તમને ગાળ ભાંડે તે તમારી જોખમદારી પર ભાંડે છે ? તો શું ભગવાનની જોખમદારી પર ભાંડે છે ? ના, તે તો પોતાની જ જોખમદારી પર તમને ગાળ ભાંડી રહ્યો છે. જો તમે સામી ગાળ ભાંડશો તો એ તમારી જોખમદારી થઈ. ૧૭૭૪ જૂઠું બોલવાથી શું નુકસાન થતું હશે ? વિશ્વાસ ઊઠી જાય આપણા પરથી ! ને વિશ્વાસ ઊઠી ગયો એટલે માણસની કિંમત ખલાસ !!! ૧૭૭૫ આ જેલમાં કેદી હોય, તે એની જેલની ઓરડીને ચૂનો લાવીને ધોળે તેથી એમ ઓછું કહેવાય કે એને જેલ ગમે છે ? એ શાથી એમ કરે છે ? એને છૂટકો જ નથી તેથી. તેમ આ સંસારમાં છૂટકો જ નથી, તેથી ઘરબાર, મોટર-બંગલા વસાવે છે ! ૧૭૭૬ કોઈ ‘ગજવું’ કાપે ને પોતે તેનું ઉપરાણું લે કે, ‘એ શું ખોટું કરે છે ? એને ખાવાનું નથી મળતું, તેથી ગજવું કાપે ને ?’ હવે પોતે ખિસ્સું ના કાપતો હોય પણ આમ ઉપરાણું લે, એ બીજે અવતારે ગજવું કાપનાર થાય ! બિચારાની અંધારામાં ભૂલ થઈ છે ને દંડ અજવાળામાં મળે છે ! ૧૭૭૭ કશાનો અભિપ્રાય ના રહેવો જોઈએ. અભિપ્રાય એટલે તમે એની અનુમોદના કરી. ખોટું એને ખોટું ‘જાણવું’, ખરું એને ખરું ‘જાણવું’. ખોટા પર કિંચિત્માત્ર દ્વેષ નહીં, ખરા પર કિંચિત્માત્ર રાગ નહીં. ખરું-ખોટું હોતું જ નથી. ખરું-ખોટું એ દ્વંદ્વ છે, ભ્રાંત દ્રષ્ટિ છે, સામાજિક સ્વભાવ છે. ભગવાનની દ્રષ્ટિમાં એવું નથી. ભગવાનની દ્રષ્ટિમાં ટેબલ પર જમે છે તે ય, ને સંડાસ જાય છે તે ય, બન્ને સરખું છે. ૧૭૭૮ ‘જ્ઞાની પુરુષ’નું ‘ગજવું’ કોઈ કાપી જાય તો ‘જ્ઞાની પુરુષ’ને શું દેખાય ? ‘ચાલો જમે થઈ આટલી ૨કમ !’ ઘેર વપરાયાં એટલા ગયા ગટરમાં ! મારા-તારાના સંકુચિત ભાવને લીધે આ શી રીતે દેખાય ? વિશાળ ભાવથી ‘જેમ છે તેમ’ દેખાય, એનું નામ ‘જ્ઞાન’ કહેવાય. ૧૭૭૯ આ સંસારમાં કંઈ પણ ખંડન કરવું એ ભગવાનનું ખંડન કર્યા બરાબર છે. ચોરીનું ય ખંડન કરવું એ ભગવાનનું ખંડન કર્યા બરાબર છે. આ ચોરી એ તો એક જાતનો જુલાબ છે. એ આપણને સ્વચ્છ કરીને જાય છે. ૧૭૮૦ મનુષ્ય થઈને પ્રાપ્ત સંસારમાં ડખો ના કરે તો સંસાર એવો
SR No.008822
Book TitleAptasutra Full
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages235
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size723 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy