SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ છે ! ૧૭૫૭ કોઈ વસ્તુ ખરી કરાવવા ફરીએ તો તે વધારે ખોટું થઈ જાય. માટે ખરું ના નીકળે તો આપણે છોડી દેવું. ૧૭૫૮ અમારું ખરું કરાવવા અમે નવરા નથી. તારું ખરું કરાવવા પણ અમે નવરા નથી. ૧૭૫૯ સામો ગમે તેટલું બોલે તો તેનું લઘુત્તમ કાઢી નાખવું, જગત બધું વ્યવસ્થિત છે. એટલે કોઈને એમ ના કહેશો કે “તેં ખોટું કર્યું. એવું કહેવાય તો નહીં ને વિચારાય પણ નહીં. ૧૭૬૦ “જ્ઞાની' તો તેનું નામ કે પોતે જેટલું બોલે તેટલું પુરવાર કરી આપે. એવું ના બોલે કે “મારું આટલું બરોબર છે. તારે માનવું પડશે.” મોજાંવાળો માલિક, તારા જેવા કેટલાંય જણને એ તાણી ગયો ! કિંમત તો જેને રાગ-દ્વેષ ના થાય એની કહેવાય ! ૧૭૪૯ રૂપિયો સસ્તો થયો એટલે માણસ મોંઘો થાય ને રૂપિયો મોંઘો થયો એટલે માણસ સસ્તો થાય. અત્યારે માણસ સસ્તો છે, પાછો એ મોંઘો થશે. ૧૭૫૦ આ બંગડીઓ કેવી રૂપાળી છે ! પણ કોઈ પુરુષને પહેરાવે તો તેને ના ગમે. કારણ પોતાની જાતની કિંમત આંકી છે પોતે ! પોતે “થર્મોમિટર' ને પોતે તાવ બન્ને એક ના હોય ! ૧૭૫૧ ઘરમાં ચલણ ના રાખવું. જે ચલણ રાખે છે તેને ભટકવું પડે. નાચલણીઆ નાણાંને લોકો પૂજામાં મૂકે ! ‘વાઈફ' જોડે ‘ફ્રેન્ડ' તરીકે રાખવું. એ તમારા ફ્રેન્ડ ને તમે એમના ‘ફ્રેન્ડ'! ૧૭૫૨ ધંધામાં ચાલાકી કરશો તો ય એ નફો ને ચાલાકી નહીં કરો તો ય એ નફો. ચાલાકી તમને આવતાં ભવની જવાબદારી ઊભી કરે છે. માટે ચાલાકી કરવાની ભગવાને ના પાડી છે. કશો ફાયદો નહીં ને પાર વગરનું નુકસાન ! ૧૭૫૩ દ્રષ્ટિ છતી થાય ત્યારે પોતાના જ દોષ દેખાય, ને અવળી દ્રષ્ટિ હોય ત્યારે સામાના દોષ દેખાય. ૧૭૫૪ જે ‘ડ્રોઈગ છે તે પ્રમાણે ચાલ્યા કરે છે, તેને “તમે' “જુઓ'. ઇચ્છાઓ એ પણ ડ્રોઈગ છે. ૧૭૫૫ પોતાની દાનત ચોર છે. નહીં તો દુનિયામાં કોઈ ચોરી શકે એમ છે જ નહીં, કોઈ લૂંટી શકે એમ છે જ નહીં. પોતાની દાનતો જ લૂંટે છે. લૂંટનારો તો નિમિત્ત છે. બાકી, તમારો જ હિસાબ છે ! ૧૭પ૬ લોકો તો જે મળ્યા તેની જોડે વાતોએ વળગી પડે છે. કો'ક મળવો જોઈએ. આવી વાતોથી તો અનંત શક્તિઓ વેડફાય ૧૭૬૧ સામાન્ય ભાવે જગત છે. કોઈની માલિકી નથી આવી. જેને જે અનુકૂળ આવે તે કરે. તેની તમે નિંદા કરી શકો નહીં, “એ ખોટું છે એમ કહી શકો નહીં, ‘આ ખોટું છે' એમ વિચારાય નહીં. આ બધું કુદરતી સંચાલન છે ! ૧૭૬૨ આ તો આવડી મોટી જંજાળ છે, પરમાણુ એ પરમાણુ જંજાળ છે એમાંથી છૂટાય એવું છે જ નહીં. એટલે ભગવાને કહ્યું કે જ્ઞાની પુરુષ' મળે તો તેમની પાસે પડ્યો રહેજે ! ૧૭૬૩ ગયા અવતારમાં જેની જોડે હિસાબ બંધાયેલા હોય તે જ જોડે રહી શકે. ૧૭૬૪ લૌકિકમાં “અલૌકિકતા'નાં દર્શન થાય તો કામ કાઢી જાય. ૧૭૬૫ આ જગતમાં બધા ‘ડ્યૂટી' તો બજાવે જ છે. પણ ‘ડયૂટી’ બજાવે ને ઉપરથી ડફળાવે, તે જાનવરગતિમાં જાય. ફરજ સમજીને બજાવે તો ફરી મનુષ્યપણું આવે. અને નમ્રતાથી બજાવે તો દેવગતિમાં જાય.
SR No.008822
Book TitleAptasutra Full
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages235
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size723 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy