SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ સરળ ને સીધો ચાલ્યા કરે. પણ આ તો પ્રાપ્ત સંસારમાં ડખલ જ કર્યા કરે છે. જાગ્યો ત્યાંથી જ ડખલ ! પ્રાપ્ત સંયોગોમાં સહેજ પણ ડખલ ના હોય તો ભગવાનની સત્તા રહે, તેને બદલે ડખો કરીને પોતાની સત્તા ઊભી કરે છે ! ૧૭૮૧ કોઈ પણ વસ્તુને હલાવવાથી નુકસાન થાય છે. સાહજિક છે તેમાં બગાડ હોય તો સુધારો કરવા માટે હલાવવાની જરૂર નથી. રસ્તો કરવાની જરૂર છે. ઉપાય કરવાની જરૂર છે. ૧૭૮૨ પૈણ્યો ત્યારથી વહુને સુધારવા ફરતો હોય, પણ મરે ત્યાં સુધી બેઉ ના સુધરે. એનાં કરતાં શાક સુધારત તો સુધારાઈ જાત. એટલે વહુને સુધારવી જ ના જોઈએ. એ આપણને સુધારે તો સારું, આપણે તો સુધારવું જ ના જોઈએ. ૧૭૮૩ ‘અમે’ તો મૂળથી ડખા વગરના માણસ. આપણે ડખા વગરના થયા એટલે બધા ડખાવાળા બેઠા હોય તો ય આપણને શું અડે ? ‘અમારી’ હાજરીથી જ બધો ડખો જતો રહે. ‘જેને’ ‘આત્મા’માં જ મુકામ છે, ‘તેને’ શી ભાંજગડ ? મુકામ જ ‘આત્મા’માં છે, ‘તેને’ વ્યવહાર નડતો નથી. ૧૭૮૪ વ્યવહારમાં ડખોડખલ કરો તે અશુદ્ધ વ્યવહાર. ૧૭૮૫ સંસારમાં હાથ ઘાલ્યો ત્યાંથી કકળાટ ને આત્મામાં હાથ ઘાલ્યો ત્યાંથી આનંદ ! ૧૭૮૬ વીતરાગોની શોધખોળ શી છે ? કિંચિત્માત્ર હિંસા, એ હારવાની નિશાની છે. મનથી પણ સામાનું અવળું વિચાર્યું, તો તે હારવાની નિશાની છે. દરેકની મહીં ભગવાન બેઠેલા છે, એ ગુપ્ત તત્ત્વની શી રીતે સમજણ પડે ? વીતરાગોએ ‘આત્મતત્ત્વ’ને ગુહ્યતમ તત્ત્વ કહ્યું છે ! ૧૭૮૭ મશ્કરી કરે તે તો બહુ ખોટું કહેવાય. કારણ કે મશ્કરી ભગવાનની થઈ કહેવાય. ભલેને ગધેડો છે, પણ ‘આફટર ઓલ, (છેવટે) શું છે ? ભગવાન છે ! ૧૭૮૮ જ્યાં ક્લેશ છે ત્યાં ભગવાન નથી. ૧૭૮૯ કેવું સ્ટેજ પ્રાપ્ત હોવું જોઈએ ? આપણાં ઘરમાં કલેશ ક્યારેય પણ ના થાય, એવી આપણી બુદ્ધિ ઉત્પન્ન થવી જોઈએ. બીજું બધું ચાલે પણ અંતરક્લેશ ના થવો જોઈએ. ૧૭૯૦ દરેકને ‘પઝલ' તો થાય પણ પઝલ કેમ કરીને ‘સોલ્વ’ થાય એટલું ‘સાયન્સ’ જો લોકોને જાણ થાય તો ય ઘણું છે. ૧૭૯૧ ધી વર્લ્ડ ઈસ ધી પઝલ, ઈટસેલ્ફ. આ ‘પઝલ’ જે ‘સોલ્વ’ કરે, તેને પરમાત્માપદની ડિગ્રી પ્રાપ્ત થાય ! ૧૭૯૨ પ્યાલા-રકાબી નોકરના હાથે ફૂટે તો મહીં પઝલ ઊભું થઈ જાય ! પ્યાલા-રકાબી કોણ ફોડે છે ? આ જગત કોણ ચલાવે છે ? એની ખબર નથી અને આ તો વચ્ચે ગેસ્ટ ચિંતા કરે છે ! ૧૭૯૩ મોટરના પૈડાં બંધ રહે ને ગાડી ચાલુ રહે એવી કંઈક ગોઠવણી હોય છે ને મોટરમાં ? (‘ન્યૂટ્રલ') તેવું આ સંસાર ચાલુ રહે ને ‘કોઝિઝ’ બંધ થઈ જાય એવું કરી લેવું જોઈએ ! ૧૭૯૪ સંસાર એટલે શાતા-અશાતા વેદવાનું કારખાનું ! ૧૭૯૫ જેનું મરણ છે, એ બધાં જ સંસારી ! ૧૭૯૬ સંસાર એટલે થાકવું ને થાક ખાવો. ૧૭૯૭ સંસાર એટલે ઇન્દ્રિયસુખનું બજાર. સંસાર એટલે ગપ્પે ગપ્પ ચુમાળસો. ને મોક્ષ એટલે બારે બાર ચુમાળસો. ૧૭૯૮ જ્યાં સુધી સ્વાર્થ હોય ત્યાં સુધી સંપ ના થાય. પરમાર્થ થાય ત્યારે સંપ કરે. ૧૭૯૯ સંપવાળું જગત છે જ નહીં. એ તો ‘જ્ઞાની પુરુષ’ મોક્ષનું દાન
SR No.008822
Book TitleAptasutra Full
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages235
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size723 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy