SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ કે થઈ ગયું કલ્યાણ !!! ૧૬૧૧ મન-વચન-કાયા એ “ઈફેક્ટિવ’ છે. એની ‘ઈફેક્ટ’ ‘પોતાને’ ક્યારે ના થાય ? જ્યારે પોતાને’ ‘પોતાનું ભાન થાય ત્યારે, ‘હું પરમાત્મા જ છુંએવું ભાન થાય ત્યારે. ૧૬૧૨ માતાના પેટમાંથી બચ્ચું બહાર આવે છે તે ઊંધું, માથેથી આવે છે. તે કોણે કર્યું ? બચ્ચાથી ફરાય ? ‘ડૉકટર’ ખેંચે છે ? મા ધકેલે છે ? કોણ કરે છે ? આ “ઈફેક્ટ' છે ! ‘પરિણામ' છે ! કોઝિઝ' જે હતાં, તેનાં ‘પરિણામ' સ્વાભાવિક રીતે થાય ! ૧૬૧૭ “ઈફેક્ટના આધારે આ બધું જગત ચાલી રહ્યું છે. ભગવાને આમાં હાથ ઘાલ્યો નથી. આ સમજ ના પડી તેથી લોકોએ, ભગવાનના માથે ઘાલ્યું ! ૧૬ ૧૪ મન-વચન-કાયાના પરમાણુઓ એ “ઈફેક્ટિવ' છે. “સાયન્સ' શું કહે છે ? ‘ઈફેક્ટ' કેમ અનુભવો છો ? ‘ઈફેક્ટ'ને તો માત્ર જાણવાની જ છે. ૧૬૧૫ “ઈફેક્ટસને અનુભવે તો બંધ પડે. “ઈફેક્ટસ'ને પોતે એકલો અનુભવે તો ચીકણા બંધ ના પડે. સામાને સાથે લે તો ચીકણા બંધ પડે. ૧૬૧૬ મન-વચન-કાયા ‘ઈફેક્ટિવ', બહારનું વાતાવરણ ‘ઈફેક્ટિવ' ને આત્મા “અનઈફેક્ટિવ’ રહે તે છેલ્લી દશા ! ૧૬૧૭ ક્રિયાથી મોક્ષ નહીં થાય, સમજણથી મોક્ષ છે. ક્રિયાનું ફળ સંસાર છે. ૧૬૧૮ સંસારમાં બધી જ ચીજ છે. પણ તમારા ભાગે કઈ આવી તે જોઈ લો.... તમે સાચા છો તો તમને બધું જ મળશે. લોક કહે છે કે સાચાને ઈશ્વર મદદ કરે છે. ના, તેમ નથી. સાચાને ઐશ્વર્ય મળે છે. તમારી પાસે સાચી દાનત, સત્ય અને સાચી નિષ્ઠા જોઈએ. ૧૬૧૯ સંસાર એટલે સંસરણ. નિરંતર પરિવર્તન થયા જ કરે તે સંસાર. ૧૬૨૦ પરિસ્થિતિ બદલાશે, પણ જ્ઞાન નહીં બદલાય. ૧૬૨૧ કરણના સ્વામી, એનું નામ સંસારી. ૧૬૨૨ જે વ્યવહારમાં છે, ને જેની વ્યવહારમાં જ વર્તના છે તે બધા સંસારી. અને “સિદ્ધ’ને તો વ્યવહારની વર્તના જ ના હોય. એટલે એ અસંસારી ! અને બીજા એક એવા પ્રકારના હોય છે કે જે સંસારમાં છે છતાં જેને વ્યવહારની વર્તના નથી, એવાં ‘જ્ઞાની પુરુષ' અસંસારી કહેવાય ! ૧૬૨૩ આ જગતમાં જે બહાર છે તે જ મહીં છે ! બહાર જે દોષ દેખાય છે તે જ મહીં છે ! બ્રહ્માંડ બહાર છે તે જ મહીં છે !!! બહાર બધા જોડે રાગે પડી ગયું, તો મહીં બધું રાગે પડી જશે, પછી મહીંવાળા બૂમ નહીં પાડે ! ૧૬૨૪ પોતાના હક્કનું ખાય તે મનુષ્ય થાય. અણહક્કનું ખાય તે જાનવર થાય. હક્કનું બીજાને આપી દેશો તો દેવગતિ થાય અને અણહક્કનું મારીને લેશો તો નર્કગતિમાં જાય. ૧૬૨૫ સંસાર એટલે ઉપાધિ. આપણું કશુંય નહીં. ઉપાધિનાં બીજ રોપાય ને ફરી ઉપાધિ ઊગે. ૧૬૨૬ આ ‘અમારું” જ્ઞાન છે, તે આ સંસારનું તારણ છે કે શું કરવાથી સુખી ને શું કરવાથી દુ:ખી ?! ૧૬૨૭ વ્યવહાર આદર્શ હોવો જોઈએ. વ્યવહારમાં ચીકણા થયા તો કષાયી થઈ જવાય. આ સંસાર તો મછવો છે. તે મછવામાં ચા-નાસ્તો બધું કરવાનું. પણ જાણવાનું કે આનાથી કિનારે
SR No.008822
Book TitleAptasutra Full
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages235
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size723 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy