SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ જવાનું છે. ૧૬૨૮ કષાય છે ત્યાં અગ્નિ છે ને અગ્નિ છે ત્યાં શક્કરિયાંની ભરહાડ છે ! ૧૬૨૯ સામાને “અણસમજણવાળો' કહેવો, એ ખુલ્લો કષાય છે. ૧૬૩૦ આખા જગતને કષાય નથી ગમતા, છતાં આખા જગતના કષાયો ઈચ્છાપૂર્વકના છે. ક્રોધ કરવાનું ગમે નહીં છતાં કહેશે કે ક્રોધ વગર તો ચાલે નહીં ને ! ૧૬૩૧ જ્યાં કષાય છે ત્યાં સંસાર છે. ક્રોધ-માન-માયા-લોભ છે ત્યાં સંસારી જ જીવ છે. એ પછી ત્યાગી હો કે ગૃહસ્થી હો. અને ક્રોધ-માન-માયા-લોભ નથી ત્યાં ગૃહસ્થી હો કે ત્યાગી હો, એ અસંસારી કહેવાય. ૧૬૩૨ જ્યાં ક્રોધ-માન-માયા-લોભ ના હોય ત્યાં વ્યવહાર ચોખ્ખો હોય. અગર તો જ્યાં તેના પર ઉપયોગ રહેતો હોય, ત્યાં સુધી ચલાવી લેવાય. ૧૬૩૩ ક્રોધ-માન-માયા-લોભનો સંયમ હોય, એનું નામ સંયમ. બાકી, આ ત્યાગ કરે એને સંયમી ના કહેવાય, ત્યાગી કહેવાય. ૧૬૩૪ કષાયોના સંયમને સંયમ કહેવાય છે. ૧૬૩૫ હિંસકભાવ ના રહે તે સંયમી કહેવાય. ક્રોધ-માન-માયા લોભમાં પણ હિંસક ભાવ ના રહે, એનું નામ સંયમ. સંયમી મોક્ષે જાય. ૧૬૩૬ સંસાર બે પ્રકારનો છે : ત્યાગી એ ય સંસાર છે, ગૃહસ્થી એ ય સંસાર છે. ત્યાગીને ‘ત્યાગ કરું છું, ત્યાગ કરું છું” એમ જ્ઞાન વર્ત. ગૃહસ્થીને ‘ગ્રહણ કરું, લઉં, દઉં” એમ જ્ઞાન વર્ત. પણ જો આત્મા જાણ્યો તો મોક્ષ થઈ જશે. આત્મા જાણવાનો ક્યાં હોય ? “જ્ઞાની પુરુષ' પાસે. ૧૬૩૭ જગતના “ઓલ ન્યૂ પોઈન્ટસને જે જોઈ શકે છે, તે તરણતારણહાર હોય ! ૧૬૩૮ અહંકાર સો ટકા શુદ્ધ થાય છે ત્યારે વ્યવહાર શુદ્ધ થાય છે. ૧૬૩૯ સગાઈઓ એ બધી “પરદેશ'ની કમાણી છે, એક ફક્ત સ્વદેશ'ની કમાણી સાથે આવે. ૧૬૪૦ આ દુનિયામાં કોઈ ‘તમારું' ખરેખરું સગું છે નહીં. આ સગાવહાલાં તે ‘રિલેશન' સ્વરૂપે છે. ‘રિલેટિવ યૂ પોઈન્ટથી છે. આ તો વગર કામનાં રડાવે છે બધાં ! ૧૬૪૧ “જ્ઞાની’ બધાં દુઃખોથી મુક્તિ અપાવે. બહાર તો દુષમકાળ છે, કળિયુગ છે. ઊલટું તમારું જે સુખ હશે તે ય લઈ લેશે ! ૧૬૪૨ આત્મધર્મ કરતાં જે “બાય પ્રોડક્ટ’ ઉત્પન્ન થાય છે, એ સંસાર છે. એ ‘ફ્રી ઓફ કોસ્ટ’ (મફત) મળે છે. ૧૬૪૩ સંસારમાં “બાય પ્રોડકટ’માં જે અહંકાર છે, તેનાથી સહેજે સંસાર ચાલે છે. ત્યાં આગળ અહંકાર વિસ્તારીને પાર વગરની ચિંતા થઈ ! ૧૬૪૪ “જે” “અહંકાર' ના કરે, તેનો સંસાર થઈ ગયો બંધ ! ૧૬૪૫ અહંકાર ગયો એટલે આખા જગતની પૌગલિક બધી જ મેટર'નો ત્યાગ થઈ ગયો ! અહંકાર હોય ત્યાં મમતા હોય, ને મમતા હોય ત્યાં છૂપો છૂપો ય અહંકાર હોય. “સ્વરૂપ જ્ઞાન' થાય એટલે અહંકાર ને મમતા બેઉ જાય. માત્ર ‘ડ્રામેટિક' અહંકાર ને મમતા રહે ! ૧૬૪૬ દરેક જાનવરમાં અહંકાર બીજરૂપે હોય છે. તે વૃક્ષરૂપે અહીં
SR No.008822
Book TitleAptasutra Full
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages235
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size723 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy