SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૯૨ આત્માના “ઉપયોગ’ સિવાય ‘સુખ’ તો ઉત્પન્ન થાય જ નહીં. ૧૫૯૩ તમારો બહુ ખરાબ દોષ હોય પણ તેનો તમે ખૂબ પસ્તાવો કરો. ‘હાર્ટિલી' પસ્તાવો કરો, તો તે ગયે જ છૂટકો. પણ લોકો ‘હાર્ટિલી' નથી કરતાંને? ઉપલક જ બોલે છે કે મારો દોષ ૧૫૯૪ મનનો સ્વભાવ સારી છે. કોઈ મોડો આવે તો મન બોલે કે આ કટાઈમે તું ક્યાં આવ્યો? તે લોખંડની બેડી પડી ! ૧૫૯૫ અજ્ઞાન દશામાં બહુ લોખંડની બેડી પડે છે ! મન શું કહે છે કે મને સમાધાન કરાવો. તે ‘વ્યવસ્થિત' છે, કહીએ એટલે મનને સમાધાન થાય. અને સામા માટે ખરાબ વિચાર આવ્યો માટે મનને શુદ્ધ કરો, સામાની ક્ષમા માગી લો. ૧૫૯૬ ‘જ્ઞાની'ની આજ્ઞા મનનું શુદ્ધિકરણ કરે છે. “સ્વરૂપનું જ્ઞાન મનને ગમે તે સંજોગોમાં સમાધાન આપશે. ૧૫૯૭ જેટલું મનમાં ચીતરે તેટલું મોઢે બોલે તો મોક્ષ વહેલો થાય ! મન એટલું ચંચળ છે કે જોઈએ તેટલાં ઘાટ ઘડે અને અનંત અવતાર બગાડે છે ! ૧પ૯૮ આ કાળના સંજોગોને લીધે વિચારો બહુ વધી ગયા છે. ગમતા વિચારોમાં તન્મયાકાર રહે, તેનાથી “એલિવેશન’ આવે. જે અત્યંત નુકસાનકર્તા છે. ના ગમતા વિચારોમાં “ડીપ્રેશન' આવે. ૧૫૯૯ ગમે પણ રાગ ના થવો જોઈએ. ના ગમે છતાં દ્વેષ ના થવો જોઈએ. ગમો ને અણગમો એ મનનો ધર્મ છે, “આપણો ધર્મ નથી એ ! ૧૬૦૦ આ જગતમાં એવી કોઈ વસ્તુ ના હોય કે જે “અમને” ગમતી હોય ને એવી કોઈ વસ્તુ ય ના હોય કે જે અમને ના ગમતી હોય ? ૧૬૦૧ ના ગમતાને ગમતું કરે તો રસ્તો આવશે ! ૧૬૦૨ ગમતું ના ગમતું, સારું-ખોટું, નફો-તોટો, આ બધાં ઠંદ્ર કોણે ઊભાં કર્યા? સમાજે ! ભગવાનને ઘેર તંદુ નથી. આ બાજુ અનાજ હોય ને આ બાજુ સંડાસ હોય તો ભગવાનની દ્રષ્ટિમાં બને “મટિરિયલ' છે. આને ભગવાન શું કહે ? “ઓલ આર મટિરિયલ્સ'. (આ બધું પુદ્ગલ જ છે.) ૧૬૦૩ આ સારું-ખોટું દેખાય છે, તે પુદ્ગલની વિભાવિક અવસ્થા છે. એને જુદા પાડશો નહીં કે આ સારું કે આ ખોટું. કંકવાળાઓએ જુદું પાડ્યું બધું. એ વિકલ્પો છે. નિર્વિકલ્પીને સારું-ખોટું, બન્ને વિભાવિક અવસ્થા દેખાય. ૧૬૦૪ “રીલેટિવ’ એ તંદ્ર છે ! ૧૬૦૫ જે કંઢો જીત્યો એ અદ્વૈત. પારદર્શક દ્રષ્ટિથી ઢંક્રાતીત થવાય. ૧૬૦૬ જો મોક્ષે જવું હોય તો ખરા-ખોટાનો બંદ્ધ કાઢી નાખવો પડશે. જો શુભમાં આવવું હોય તો ખોટી વસ્તુનો તિરસ્કાર કરો અને સારી વસ્તુ પર રાગ કરો. શુદ્ધમાં સારી કે ખોટી વસ્તુ પર રાગ કે દ્વેષ નથી. ૧૬૦૭ જગતમાં સારું-ખોટું છે જ નહીં. આ તો દ્રષ્ટિની મલિનતા છે. એ જ મિથ્યાત્વ, એ જ દ્રષ્ટિવિષ. ૧૬૦૮ ઢંઢો છે? સંસાર જ ઊભો કરી આપે. અને જો મોક્ષ મળે તો લંકાતીત થઈ ગયા ! ૧૬૦૯ મોક્ષે જવાની ભાષા વંદાતીત છે. સંસારની ભાષા ઇંદ્રવાળી છે. ૧૬૧૦ જ્યારે આ જગતમાં કંઈ પણ તંદુ અસર ના કરે, કોઈ પણ વસ્તુ અસર ના કરે ને હું પરમાત્મા છું' એવું ભાન થઈ જાય
SR No.008822
Book TitleAptasutra Full
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages235
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size723 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy