SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ આવરાય છે. ૧૫૭૫ સત્ સુખનો વિયોગ થાય તો અસત્ સુખનો સંયોગ થાય. ૧૫૭૬ કોઈ પણ માણસને કે જીવને “આપણા’ લીધે સહેજ પણ ત્રાસ કે અડચણ ઉત્પન્ન ના થાય એ જ “આત્મ ધર્મ’ છે ! ૧૫૭૭ તમે જો સાચા છો તો દુનિયામાં કોઈ તમારું નામ દેનાર નથી. તમે કોઈને જગતમાં દુઃખ દેતા નથી, કોઈને દુઃખ દેવાની તમારી ભાવના નથી, તો તમને કોઈ દુઃખ દઈ શકે તેમ નથી. ૧૫૭૮ આપણને કિંચિત્માત્ર દુઃખ થાય છે, તે આપણે દીધેલાં દુ:ખના પ્રત્યાઘાત છે. માટે અનુકૂળ આવે તે કરજો. ૧૫૭૯ દુઃખ આવે જ કેમ ? પોતે પરમાત્મા છે તેને દુઃખ કેમ ? અહંકાર જ દુઃખ ઊભું કરે છે ને ભોગવે છે તે ય અહંકાર ! પરમાત્મા કંઈ ભોગવતા નથી ! ૧૫૮૦ ભગવાન દુઃખને જાણે, વેદ નહીં ! ૧૫૮૧ આ જગતમાં રડવાનું છે તે ઊંધી સમજણનું ને હસવાનું છે તે ય ઊંધી સમજણનું. રડવા-હસવા જેવું આ જગત નથી. જગત તો રમણીય છે ! ૧૫૮૨ આ દુનિયામાં બધાં દુઃખો માનેલાં છે. “રોંગ બિલિફ” છે ! લોકોને દુઃખ ભાસે છે, ભાસ્યમાન અનુભવમાં આવે છે. પ્રત્યક્ષ દેખેલું, અનુભવમાં નથી આવતું. ભાસ્યમાન અનુભવમાં આવવું એટલે આખી રાત ભૂતના ભડકાટમાં મરી જવું, એના જેવી વાત ! ૧૫૮૩ આખો દહાડો કડવાં કે મીઠાં ફળ ભોગવ્યા જ કરે છે. ભોગવવા માટે તો આ અવતાર મળ્યો છે ! ૧૫૮૪ શાતા વેદનીય ને અશાતા વેદનીય ક્યાં સુધી રહે ? જ્યાં સુધી કચાશ હોય ત્યાં સુધી. પછી આગળ ઉપર તે ના હોય. શાતા અશાતામાં જ્ઞાયક સ્વભાવ હોય. ૧૫૮૫ જે “ટેસ્ટ’ (સ્વાદ)ને જાણે તે આત્મા. જે ‘ટેસ્ટને ભોગવે તે આત્મા ન હોય. ૧૫૮૬ “ખુદા' તો ‘લાઈટ' આપે છે બધાંને. જેને બદમાશી કરવી હોય તેને ‘લાઈટ’ આપે છે, જેને ચોરી કરવી હોય તેને પણ ‘લાઈટ' આપે છે. પણ જોખમદારી ‘તારી' છે. ખુદાએ શું કહ્યું કે તું જ આ જગતનો માલિક છે. મારા કાયદા તું પાળીશ તો તને ખુદાઈ સત્તા મળશે ! ૧૫૮૭ આ સંસારમાં દુઃખ છે તે તો એમ ને એમ પડી જાય તેમ છે. પણ લોકો તેને આધાર આપે છે. ૧૫૮૮ ‘તું આત્મા છે' ને આ પુગલ છે ! તારો ભડકાટ થયો તો પુદગલ તારી પર ચઢી બેસશે ! આખું વર્લ્ડ આઘુંપાછું થાય પણ ભડકે એ બીજા ! આ દેહને પક્ષાઘાત થાય કે સળગે તો કે “અપનેકો ખોટ કભી નહીં હોતી.” ખોટ જશે તો પુદ્ગલને ઘેર, આપણે ઘેર કોઈ દહાડો ય ખોટ જતી નથી. બેઉનો વેપાર જુદો, વ્યવહાર જુદો ને દુકાને ય જુદી ! ૧૫૮૯ કોઈને બહાર દુઃખ આપો તો મહીં દુઃખ ચાલુ થઈ જાય ! એવું આ વીતરાગોનું સાયન્સ છે. એક અવતાર બધાનાં દુઃખ લઈ લેશો તો અનંત અવતારનું સાટું વળી જશે ! ૧૫૯૦ જેણે એક દુઃખ ઓળંગ્યું. તેને પછી કેટલાંય દુઃખ ઓળંગવાની શક્તિ આવે. પછી તો દુઃખ ઓળંગવાનો બહારવટિયો થઈ જાય. ૧૫૯૧ બહારની શાતા-અશાતા એ ‘વ્યવસ્થિત ને આધીન છે. ને અંદરની શાતા રહે એ “પુરુષાર્થ’ છે.
SR No.008822
Book TitleAptasutra Full
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages235
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size723 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy