SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦૧ સાચી વ્યક્તિ લોકોને બહુ દુઃખ આપે છે તેથી તેને દુ:ખ જ આવે. સાચો માણસ ‘હું સાચો છું' કરીને બધાને બહુ દુઃખ આપે. ૧૫૦૨ કોઈ પણ માણસ પાંચ, દસ કે સો જણનાં મન સ્થિર કરી શકે ત્યારે કામ થાય અને મન સ્થિર કોણ કરી શકે ? જેનું પોતાનું મન સ્થિર હોય તે કરી શકે. ૧૫૦૩ જગતના લોકોને પોતાનું મન સ્વામી થઈને પજવે છે, તો સામાના મનનો સ્વામી માનીને ચાલે તો શી દશા થાય ? ૧૫૦૪ મનથી છૂટું શી રીતે થવાય ? જીવતાં મરી જાય તો મનથી છૂટો થઈ જાય. ૧૫૦૫ આત્મસ્વરૂપે પોતે કોઈ દહાડો મરતો જ નથી. ખાલી ‘બિલિફો’ જ મરે છે ! ૧૫૦૬ જ્ઞાનીઓએ કહ્યું કે જીવતાં જે મરે છે તેને પછી મરણ આવતું નથી. રીતે ? આપણે અમર છીએ !! ૧૫૧૧ સમાધિમરણ એટલે પોતાના સ્વરૂપ’ સિવાય બીજું કશું યાદ જ ના હોય. મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર કશું જ હાજર ના હોય. આત્મામાં જ હોય. ૧૫૧૨ “અનડીસાઈડેડ' (અનિર્ણિત) વિચારો, એનું નામ મન. ‘ડીસાઈડેડ' (નિર્ણિત) વિચારો, એનું નામ બુદ્ધિ. ૧૫૧૩ બુદ્ધિ સંસારાનુગામી છે. ૧૫૧૪ આખું જગત બુદ્ધિમાં જ પડેલું છે. બુદ્ધિમાંથી જ્ઞાન-પ્રકાશમાં આવે, ત્યાર પછી પરમાત્મા સ્વરૂપ થવા માંડે. ૧૫૧૫ બુદ્ધિ સંસારની દરેક બાબતમાં નફો ખોટ દેખાડે. બુદ્ધિ તંદ્ર દેખાડે. બુદ્ધિ એ વંદની જનની છે ! ૧૫૧૬ જગતના ‘રિલેટિવ ધર્મો' છે તે બુદ્ધિ પ્રકાશક છે. બુદ્ધિથી આગળની વાત શબ્દમાં ઊતરે એવી નથી. ૧૫૧૭ વિપરીત બુદ્ધિ થવી એ તો આ કાળનો વિચિત્ર નિયમ જ થઈ પડ્યો છે ને ! અને એમાં ચેતીને ચાલે છે તે જીત્યો. ૧૫૧૮ સાચી બુદ્ધિ તો તે કે જે કામનો ઉકેલ લાવી નાખે. બીજી બધી બુદ્ધિ વધારાની. એ નુકસાન કરે. ૧૫૧૯ યથાર્થ વસ્તુને દેખાડે તે સમ્યક્ બુદ્ધિ. ૧૫૨૦ કોઈ પણ માણસનું નુકસાન ના થાય અને પોતાનું ય ર્કિંચિત્માત્ર નુકસાન ના કરે એ બુદ્ધિશાળી. ૧૫૨૧ બુદ્ધિ એ આજની કમાણી છે, આજનો ‘એકસ્પિરિયન્સ' છે ! જયારે અક્કલ એ કુદરતી બક્ષિસ છે ! ૧૫૨૨ બુદ્ધિ તો કોને કહેવાય કે જે ક્રોધ-માન-માયા-લોભનું વિવરણ ૧૫૦૭ જન્મ્યો ત્યારથી જ કરવતી ચાલુ ! આપણા લોકો લાકડું છૂટું પડે, તેને મરણ કહે છે ! એ તો પહેલેથી જ કપાતું હતું ! ૧૫૦૮ આપણા લોકો તાવ જાય છે, તેને તાવ આવ્યો કહે છે ! જે તાવ મહીં ભરાઈ રહ્યો હતો, જે વિકારી ખોરાકનું પરિણામ છે તેને ‘વાઈટાલિટી પાવર’ ગરમી ઉત્પન્ન કરીને શુદ્ધતા લાવે છે. ૧૫૦૯ જીવનમાં વહેલું મરવાની ભાવના કરે તે ય આર્તધ્યાન ને રૌદ્રધ્યાન છે, ને ના મારવાની ભાવના કરે તે ય આર્તધ્યાન ને રૌદ્રધ્યાન છે. જ્યારે સ્ટેશન આવે ત્યારે ઊતરી પડવું. મરવાની યે નહીં ને ના મરવાની કે ભાવના ના રાખવી. ૧૫૧૦ જે દુનિયામાં મરી જવાનું હોય એ દુનિયા પોષાય જ શી
SR No.008822
Book TitleAptasutra Full
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages235
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size723 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy