SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ થાય ! ૧૪૮૬ આ જગતમાં કશું આવડતું ના હોય ને વ્યવસ્થિત છે એવું સમજાય, એવું અનુભવમાં આવી જાય, તેને “આત્મજ્ઞાન' થઈ ગયું એમ કહેવાય. ૧૪૮૭ આપણને સમજણ નથી એમ કરીને વ્યવહાર કરીએ તો તે બહુ દીપે. પણ સમજણ છે એમ કરીને કરીએ તો બગડી જાય ! ૧૪૮૮ આ સંસાર બધો ગોળ ગોળ છે. એનો અંત જ આવે એવો નથી. માટે વાતનો અંત ખોળવા “જ્ઞાની પુરુષ'ને પૂછીએ કે ‘અમારે હવે ક્યાં સુધી ભટકવું? અમે તો આ ફર ફર કરીએ છીએ ! ઘાંચીના બળદની જેમ !' “જ્ઞાની પુરુષ'ને કહીએ કે, મારો ઉકેલ લાવી નાખો !” ૧૪૮૯ વ્યવહાર એટલે જ ઉપલક, વ્યવહારમાં લોકો બોલે છે તે ફૂલ સ્ટોપ' કરે છે. પણ ના, વ્યવહારમાં તો ‘કોમા’ હોય. ત્યાં લોકોએ ‘ફૂલ સ્ટોપ' મૂકી દીધું. “હું ચંદુભાઈ છું' ત્યાં કોમાં હોય અને “હું શુદ્ધાત્મા છું' ત્યાં “ફૂલ સ્ટોપ’ હોય. ૧૪૯૦ વ્યવહાર એટલે “સુપરફલુઅસ.” “સુપરફલુઅસ’ રહેવાને બદલે જગતના લોક વ્યવહારને જ નિશ્ચય માની બેઠા છે ને પાછા કહે ય ખરા કે આમ જ હોવું જોઈએ, આમ જ કરવું જોઈએ. ૧૪૯૧ જલેબી ચાનું તેજ હણે. તેવી જ રીતે આત્માનું જ્યારે સુખ ચાખે, ત્યાર પછી આ સંસારનાં સુખો મોળાં લાગે. સંસારનાં સુખો મોળાં લાગે નહીં ત્યાં સુધી સંસાર છૂટે નહીં ! ૧૪૯૨ જલેબીમાં સુખ નથી, તમારી કલ્પનામાં સુખ છે. ૧૪૯૩ કલ્પિત સુખનો વેપાર દુઃખ સાથેનો જ છે. ૧૪૯૪ સુખે ય વેદના છે ને દુ:ખે ય વેદના છે. સુખ વેદના હોય તો એ સુખ જ ના કહેવાય. જે સુખ વધારે ચાખીએ અને તે દુઃખદાયી થઈ પડે એ સુખ જ કેમ કહેવાય ? આ તો બધી ભ્રાંતિવાળાઓની જંજાળ છે ! સુખના સમુદ્રમાં પડી રહે, પણ અભાવ ના થાય એ સાચું સુખ કહેવાય ! ૧૪૯૫ ‘પોતાનું સુખ પોતાની સમશ્રેણીમાં છે. સમશ્રેણીમાં એટલે પોતાનું ત્રાજવું ઊંચું જાય નહીં ને સંસારનું નીચું જાય નહીં ! ૧૪૯૬ તમને જો સુખ ગમતું હોય તો સુખ જેમાં છે તેને ભજો. સુખ ભગવાનમાં છે. ભગવાન તો અનંત સુખના ધામ છે અને જડની ભજના કરશો તો દુઃખ થશે કારણ જડમાં દુઃખ જ છે. ૧૪૯૭ વીતરાગનું વિજ્ઞાન એટલે શું ? કોઈ દુઃખ જ ના હોય. વીતરાગોનો એક અક્ષર જો સમજે તો દુઃખ જ ના રહે. પણ ‘વીર’નો એક શબ્દ સમજ્યો નથી. ૧૪૯૮ કોઈ કહે “જ્ઞાની પુરુષ' ‘રિયલમાં સુખી હોય પણ ‘રિલેટિવ'માં સુખી કે દુઃખી હોય, ત્યારે હું કહું કે ‘ના’. જ્ઞાની પુરુષ' રિલેટિવને ‘રિલેટિવ' જાણે છે, તેથી રિલેટિવમાં પણ સુખી હોય. ૧૪૯૯ “અમે' “જ્ઞાન” આપીએ એ “જ્ઞાન'થી શાંતિ રહે ખરી. પણ ‘આ’ ‘વિજ્ઞાન’ જાણી લીધા વગર નહીં ચાલે. આ વિજ્ઞાનનો પ્રયોગ હોય તેમાં જોઈતી સામગ્રીઓ પૈકી એક જ સામગ્રી ના હોય તો ચાલે ? ના ચાલે. તેમ અમારું આ વિજ્ઞાન પણ પૂરેપૂરું સમજવું પડશે. ૧૫00 “કઢાપો-અજંપો' ના થાય એ જ અંતરંગ શાંતિ. બહિરંગની જોડે જો ચિત્ત એકાગ્ર થાય તો અંતરંગ તૂટી જાય. બહિરંગથી તો આ જગત બધું ઊભું થયું છે !
SR No.008822
Book TitleAptasutra Full
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages235
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size723 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy