SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ કરે અને એ બધાંને બાજુએ મૂકી દે અને ઘરમાં અથડામણ થવા ના દે. ‘એવરી વ્હેર એડજસ્ટમેન્ટ' કરાવે. ૧૫૨૩ જ્યાં બુદ્ધિ વપરાય છે ત્યાં મોક્ષ નથી અને જ્યાં મોક્ષ છે ત્યાં બુદ્ધિની જરૂર નથી. ‘સમજ’ની જરૂર છે. ૧૫૨૪ જેને સૂઝ વધારે પડતી હોય, તે અક્કલવાળા કહેવાય. સૂઝ વધારે પડે એ કુદરતી બક્ષિસ છે. કોઈનામાં સૂઝ વધારે હોય પણ બુદ્ધિ ના પણ હોય. ૧૫૨૫ બુદ્ધિના ‘રિવોલ્યુશન' જેને વધારે તેમ સમજશક્તિ વધારે. કહેતાં પહેલાં સમજી જાય. મજૂરોને મિનિટમાં પાંચેય ‘રિવોલ્યુશન’ ના હોય, જ્યારે ‘ઈન્ટેલીજન્ટ'માં મિનિટમાં હજાર - બે હજાર હોય. જેમ ‘રિવોલ્યુશન’ વધારે તેમ આ ‘જ્ઞાન’ જલ્દી સમજાઈ જાય. ૧૫૨૬ બુદ્ધિ અવળી વળે તો કપટ છે ને સવળી વળે તો કામ કાઢી નાખે. ૧૫૨૭ ‘હું ચંદુભાઈ છું’ બોલીએ તે જ કપટ છે. મૂળ ચંદુભાઈ નામ કહ્યું, ત્યાંથી જ બધું કપટ કર્યું ! ‘તમારી જાત’ને છૂપાવીને તમે બીજું નામ ધર્યું. ૧૫૨૮ ચૈતન્ય ઇન્દ્રિયગમ્ય હોત તો ભગવાનને ખોળવાના જ ના રહેત, જન્મથી જ આંખે એ દેખાત ! જ્યાં ઇન્દ્રિયનું ના ચાલે, મનનું ના ચાલે, બુદ્ધિનું ના ચાલે, કોઈનું ના ચાલે ત્યારે ભગવાન દેખાય. તેથી તો કહે છે ને, ‘હું હૃદયમાં જ છું.' ‘આડી ત્રાટી કપટકી તાસે દીસત નાહિ !' ૧૫૨૯ ‘ઓપન માઈન્ડ' રાખે, તેને ભગવાન દેખાય ! ૧૫૩૦ ક્રોધ એ માનનું રક્ષણ કરે છે. કપટ એ લોભનું રક્ષણ કરે છે. ૧૫૩૧ સ્ત્રીઓને કપટનું આવરણ હોય તેથી તેને કપટની ખબર ના પડે, એ સ્વભાવ છે. પુરુષોને અહંકારની ગૂંચ હોય, તેને એ ગૂંચ અહંકાર દેખાવા ના દે. સ્વરૂપજ્ઞાન પછી પુરુષોએ અહંકારને જો જો કરવાનો ને સ્ત્રીઓએ કપટને જોવાનું. ૧૫૩૨ કપટ હોય ત્યાં ટપલાં મળે ને માનનું ફળ ગાળો મળે. આ અમારી શોધખોળ છે. ૧૫૩૩ જગત આપણો જ ફોટો છે. તમારામાં કપટ હશે ત્યાં સુધી સામો તમારી જોડે કપટ કરશે. ૧૫૩૪ છૂપાં કામ રાખે તે કપટ કહેવાય. કપટની તો ધણીને ય ખબર ના પડે. જૂઠું પણ કપટમાં જાય. ૧૫૩૫ આપણા લોક પરમાત્માને માને છે ખરા, નહીં ? અને ખાનગી કામેય કરે છે, નહીં ? જે પરમાત્મા તારી બધી જ ક્રિયાઓ જાણે છે, તેનાથી ખાનગી શી રીતે રખાય ? ભગવાનને ઓળખવા હોય તો પછી છૂપાં કામ કરવાનાં ના હોય. ૧૫૩૬ છૂપાં કામ કરે છે, તેને સવળું કરવા શું કરવું ? કામ ઊઘાડાં કરી નાખવાં એટલે લોકભય જતો રહે. ૧૫૩૭ કપટને ખુલ્લું કરી નાખીએ એટલે મન બંધાઈ જાય. ઊઘાડું કરવાથી મનને વશ કરાય છે. ૧૫૩૮ ખોટ ગઈ હોય તો ય સામાને વાત ખુલ્લી કરી દેવી. એટલે સામો ભાવના કરે એટલે પરમાણુ ઊડી જાય ને પોતે હલકો થઈ જાય ! એકલો મહીં મૂંઝાયા કરે તો વધારે બોજો લાગે ! ૧૫૩૯ સંસાર કોની પાસે પૂર્ણ પામે કે જ્યાં કપટ ના હોય. કપટ ના હોય ત્યાં સુધી બધી વસ્તુઓ ભેગી થાય. આ જગતનું બધું એની મેળે ચાલે એવું છે ! પણ કપટ કર્યા વગર રહે નહીં, એટલે બધું બગડે છે ! ૧૫૪૦ શરૂઆતમાં અમારાથી કોઈને દુઃખ થાય એવું બોલાઈ જાય તો
SR No.008822
Book TitleAptasutra Full
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages235
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size723 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy