SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૭૦ “મારું-તારું' એ તો વ્યવહાર છે. સામો ગાળ દે એવો વ્યવહાર ગમતો હોય તો એ વ્યવહાર તમે કરો. ધીરધાર ચાલુ રાખો. ૧૪૭૧ આ કુદરતને ઘેર તો નિશ્ચયમાં દુઃખ નથી ને વ્યવહારમાં ય દુઃખ નથી. આખા જગતને આ સમજણ નહીં પડવાથી વ્યવહાર દુઃખદાયી થઈ પડ્યો છે. વ્યવહાર એને આવડતો નથી. વ્યવહાર નિર્લેપ જોઈએ. નિર્લેપ વ્યવહાર પછી આનંદનો પાર નથી રહેતો ! ૧૪૭૨ ‘નિર્લેપ વ્યવહાર' એટલે ? કે કોઈ વસ્તુ સારી દેખી, તેને જોઈને આનંદ પામવાનું. પણ ત્યાં ચીટકી નહીં રહેવાનું, આગળ ચાલવાનું. તો બાવળ પણ સારો લાગે ને ગુલાબ પણ સારું લાગે. પણ જગત ત્યાં ચીટકી પડે છે. ચીટકી પડે છે એ જ દુઃખ છે ! ૧૪૭૩ “જ્ઞાની પુરુષ'નો નિર્લેપ વ્યવહાર હોય. તેમની પાસે જઈએ તો આપણો ઉકેલ આવે. એ દેખાડે કે આ “કરેક્ટ' છે ને આ ઈકરેક્ટ' છે. ૧૪૭૪ કુદરત એટલી બધી રૂપાળી અને લાવણ્યમયી છે કે ના પૂછો વાત ! પણ આ મનુષ્યોએ એનું એક જગ્યાએ રૂપ કેન્દ્રિત કર્યું, તેથી બીજી જગ્યાએ દેખાતું નથી ! ૧૪૭૫ ઘરમાં બધા એક થઈ ગયાં, સામસામા સમાધાન કરીને પણ એક થવું એનું નામ વીતરાગ ભાવ અને જુદા થવું તે રાગ ૧૪૭૮ મન હેરાન નથી કરતું, રાગ-દ્વેષ હેરાન કરે છે. રાગ-દ્વેષને લીધે સ્મૃતિ છે ! ૧૪૭૯ રાગ “જ્ઞાની’ પર બેસી ગયો તો તે “પ્રશસ્ત રાગથઈ ગયો. એ કામ કાઢી નાખે. બીજે બધેથી રાગ ઊડી જાય. કારણ કે જ્ઞાની' વીતરાગ છે. વીતરાગ પરનો રાગ સર્વ દુઃખોથી મુક્ત કરાવનારો છે. ૧૪૮૦ વીતરાગી માર્ગ કેવો છે કે આપનાર ને લેનાર બેઉ કમાય ને સંસારમાર્ગમાં આપનાર ખોવે ને લેનાર કમાય. ૧૪૮૧ જીવનનાં બે પ્રકારે ધ્યેય નક્કી થાય છે : “જ્ઞાની પુરુષ' આપણને મળે નહીં તો સંસારમાં એવી રીતે જીવવું કે આપણે કોઈને દુઃખદાયી ના થઈ પડીએ. આપણા થકી કોઈને ય કિંચિત્માત્ર દુઃખ ના થાય એ મોટામાં મોટો ધ્યેય હોવો જોઈએ અને બીજામાં તો પ્રત્યક્ષ “જ્ઞાની પુરુષ' મળી જાય તો તેમના સત્સંગમાં રહેવું, તેનાથી તો તમારાં દરેક કામ થાય. ‘પઝલ' “સોલ્વ' થઈ જાય બધાં. ૧૪૮૨ મનુષ્યનું ધ્યેય શું ? હિન્દુસ્તાનના મનુષ્યો ખરેખર પરમાત્મા થઈ શકે છે. પોતાનું પરમાત્મપણું પ્રાપ્ત કરવું એ છેલ્લામાં છેલ્લું ધ્યેય છે ! ૧૪૮૩ જેને કંઈ પણ આવડે છે, તે અહંકારના આધારે આવડે છે. જ્ઞાની', જેને કંઈ જ આવડતું નથી, તેને અહંકાર જ નથી. ૧૪૮૪ “મને તો સંસારમાં કંઈ જ આવડતું નથી. ‘હું કશું ય જાણતો નથી. “હું તો “આત્મા'ની વાત જાણું છું, આત્મા જ્ઞાતા-દ્રષ્ટા છે તે જાણું છું, આત્મા જે જે જોઈ શકે છે, એ હું જોઈ શકું ૧૪૭૬ ઇન્દ્રિયોથી જુએ છે - જાણે છે છતાં રાગ-દ્વેષ નથી એ અતીન્દ્રિય જ્ઞાન છે. અને રાગ-દ્વેષ છે એ ઇન્દ્રિયજ્ઞાનથી જુએ છે - જાણે છે ! ૧૪૭૭ જ્યાં હું નથી ત્યાં કહું છું બોલવું એ જ મોટામાં મોટો રાગ ! ૧૪૮૫ પોતાની આવડત જેવી કોઈ વસ્તુ રહેશે નહીં, ત્યારે ભગવાન જેવી સત્તા ઉત્પન્ન થાય ! એટલે જે ઇચ્છા કરો તે હાજર
SR No.008822
Book TitleAptasutra Full
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages235
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size723 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy