SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ છે તે માયા છે ! ૧૪૫૦ પૌગલિક રીતે કોઈ જિતેન્દ્રિય જીન થયેલો નહીં. એ “જ્ઞાન” થાય તો જ જિતેન્દ્રિય જિન થાય. અજ્ઞાન હોય ને ઇન્દ્રિય જીતે એ બને નહીં. કારણ કે ઇન્દ્રિયો પૂરણ-ગલન સ્વભાવની છે. એકને જીતે ત્યારે બીજી ફાટે ! ૧૪૫૧ વીતરાગો શું કહે છે ? “હું ચંદુલાલ છું' તે શેય છે, છતાં ભ્રાંતિથી જ્ઞાતા માને છે. જ્ઞાતા, જ્ઞાતાપદમાં આવે ને જોય, શેયપદમાં આવે ત્યારે એને ‘અમે’ ‘જિતેન્દ્રિય જિન” કહીશું. ૧૪૫ર આ લોકો જાણે છે તે મોક્ષમાર્ગ નથી. એ સંસાર માર્ગ છે. મોક્ષનો માર્ગ કલ્પિત નથી. એ શુદ્ધ માર્ગ છે. જ્યાં કોઈ ચિંતા ના હોય, ઉપાધિ ના હોય. ઉપાધિમાં સમાધિ હોય. ૧૪૫૩ ભગવાને કહ્યું, “શું કરવાથી મોક્ષે જવાય ?” સમકિત થાય તો જવાય અથવા “જ્ઞાની પુરુષ'ની કૃપા થાય તો. ૧૪૫૪ સમકિત વગર જે કંઈ કરવામાં આવે તે બધું બંધન જ છે. પછી દાન આપતો હોય કે દયા રાખતો હોય. ૧૪૫૫ સમકિત તો દ્રષ્ટિ છે, દ્રષ્ટિ ફરી ત્યારથી સમકિત થયું. ૧૪૫૬ સમકિત દ્રષ્ટિ થઈ એટલે છતું કરે અને આ મિથ્યાદ્રષ્ટિ, છતું હોય તેને ઊંધું કરે. ૧૪૫૭ સમકિત રાત દા'ડો કામ કર્યા કરે. મિથ્યાત્વ રાત દા'ડો કામ કર્યા કરે. સમકિત મોક્ષે લઈ જશે ને મિથ્યાત્વ સંસારમાં ભટકાવશે ! ૧૪૫૮ કોઈ પૂછે કે મોક્ષે જવાનું “થર્મોમીટર’ ક્યું? તો કહીએ કે મહીં સવળું ચાલે છે. ૧૪૫૯ અવળું એટલે નીચે ઊતરવું ને સવળું ઊંચે ચઢાવે ! ૧૪૬૦ ‘અક્રમ માર્ગ’ અને ‘ક્રમિકમાર્ગ’ બે માર્ગ જુદા છે. જ્ઞાન કરીને એક છે, પણ ‘ક્રમિકમાર્ગ’ કરવાપણાનો માર્ગ છે અને અક્રમમાર્ગ' લગામો છોડી દેવાનો માર્ગ છે. ૧૪૬ ૧ પોતે પોતાને જાણતો નથી, એ જ મોટામાં મોટી માયા. અજ્ઞાન ખસ્યું કે માયા વેગળી ! ૧૪૬૨ અહંકાર ખલાસ થયો, એનું નામ જ પરમાત્મા ! અહંકાર એ જ માયા છે. ૧૪૬૩ આ ટીપોયમાં મમતાનું એકુંય પરમાણું નથી. આત્માનું ય કશું નથી એમાં. પણ એમાં કોઈ વ્યક્તિનો મમતાભાવ છે. તેથી આ ટીપોય બાળી મેલીએ તો દોષ લાગે. ૧૪૬૪ કોઈ માણસ બહુ આડું બોલતો હોય, તેને આપણે વઢીએ તે કોના જેવું છે ? આ સંડાસ ગંધાય તો તેના બારણાને લાતો મારમાર કરીએ તો તે સુગંધીવાળું થાય ? ૧૪૬૫ સામાને જેવું દેખાય તેવું આપણે “એક્સેપ્ટ' કરવું પડે. આપણને જેવું દેખાય તેવું સામા પાસે “એક્સેપ્ટ' કરાવાય કેમ? ૧૪૬૬ સામાની કાળજી રાખવી, એનું નામ મનુષ્યપણું. ૧૪૬૭ વ્યવહારમાં “એડજસ્ટમેન્ટ' લેવું, તેને આ કાળમાં જ્ઞાન કહ્યું છે. ‘ડીસૂએડજસ્ટમેન્ટ’ને ‘એડજસ્ટ' કરવાનું છે. ૧૪૬૮ વ્યવહાર શું છે ? એટલું જ જો સમજે તો ય મોક્ષ થઈ જાય. વ્યવહાર બધો ‘રિલેટિવ' છે. ને “ALL THESE RELATIVES ARE TEMPORARY ADJUST-MENTS.' ૧૪૬૯ ‘રિલેટિવ' વ્યવહાર છે તે નાશવંત છે. નાશવંતમાં પોતાપણાનો આરોપ કરવો એ “રોંગ બિલિફ' છે !
SR No.008822
Book TitleAptasutra Full
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages235
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size723 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy