SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૯૩ મન-વચન-કાયા ને પ્રકૃતિના આંટા જેવી રીતે વીંટાયા છે તેવી જ રીતે ઉકેલવાના. ૧૧૯૪ જેટલી જેટલી પ્રકૃતિ ‘પબ્લિક’ જોડે “એડજસ્ટ' ના થાય, તે બધી ખોટી પ્રકૃતિ. ૧૧૯૫ પ્રકૃતિને જુએ, તેમ ઓછી થાય. જ્યાં સુધી પ્રકૃતિને જુએ નહીં, ત્યાં સુધી ઓછી ના થાય. ૧૧૯૬ ‘જ્ઞાની' પણ પ્રકૃતિમાં છે. પણ પ્રકૃતિમાં રહીને પોતે છૂટા રહે તે “જ્ઞાની” ! ૧૧૯૭ સ્વભાવ એ પુરુષ છે અને ભ્રાંતિ એ પ્રકૃતિ છે. ૧૧૯૮ ‘પુરુષ'નો સ્વભાવ ‘જ્ઞાયક' છે ને પ્રકૃતિનો સ્વભાવ તો ‘ડાન્સિંગ' કરવાનો છે. ૧૧૯૯ પોતે એક સેકંડ પણ પુરુષ' થાય તો બહુ થઈ ગયું ! એક સેંકડ પણ ‘પુરુષ' થયો એ પરમાત્મા થાય. એક સેકંડ પણ કોઈ પુરુષ’ થયો નથી. ૧૨૦૦ આ પ્રકૃતિ દેખાય છે જીવંત, પણ ખરી રીતે એ જીવંત નથી. સામાસામી જે કંઈ પણ કરે છે, તોફાન માંડે છે, તેમાં ય ચેતન નથી. ખાલી “રોંગ બિલીફ' જ છે કે “મેં કર્યું !' આત્માની હાજરીમાં આ બધું થઈ રહ્યું છે. ખાલી હાજરી જ છે. આમાં જવાબદાર કોણ ? આમાં ભૂલ શી ? ત્યારે કહે, કરે છે બીજો ને કહે છે કે “હું કરું છું' એ ભૂલ છે. એને ભાંગી નાખો તો ઉકેલ આવે. ૧૨૦૧ પોતાની ભૂલો દેખે એ પરમાત્મા થઈ શકે ! ૧૨૦૨ પોતાની ભૂલો દેખાવાની શરૂ થાય ત્યારથી પરમાત્મા થવાની શરૂઆત થઈ ગઈ ! ૧૨૦૩ જે પોતાના બધા ય દોષો જોઈ શકે છે. તે ભગવાનનો ય ઉપરી છે ! ૧૨૦૪ પૂર્ણ જાગૃતિ થાય નહીં ત્યાં સુધી પોતે પોતાના સર્વ દોષો જોઈ શકે નહીં, ત્યાં સુધી નિર્દોષ થવાય નહીં. ૧૨૦૫ જ્યાં સુધી જગત દોષિત દેખાય છે ત્યાં સુધી ઈન્દ્રિય જ્ઞાન છે. ત્યાં સુધી અંદર શુદ્ધિકરણ થયું નથી. ૧૨૦૬ દ્રષ્ટિદોષ છે, તેના જ ઝઘડાં ને મતભેદ છે. ૧૨૦૭ જગતના દોષ કાઢે, ત્યાં સુધી એક અક્ષરે ય આત્માનો જડે નહીં. નિજદોષ દેખે એ જ આત્મા ! ૧૨૦૦ જ્યારે પોતે પોતાના દોષ દેખે ત્યારે સ્વયંજ્યોતિ સુખધામ થાય ! ૧૨૦૯ જ્યારે પોતે પોતાના દોષ જોશે, ત્યારે બીજાના દોષ જોવાની નવરાશ નહીં રહે ! ૧૨૧૦ સ્વદોષ અને સ્વકલ્પનાથી ઊભું થયું છે. આ બધું ! ૧૨૧૧ કોઈની ય ખોડ કાઢવા જેવું આ જગત નથી. ખોડ કાઢી એટલે બંધાયા. ૧૨૧૨ આપણે ભૂલ વગરના થઈ જવું, તેથી માથે ઉપરી કોઈ ના રહે. ૧૨૧૩ ભગવાનને ભૂલ કાઢવાનો વખત ના આવે, તે જ ભગવાનનો ઉપરી. તે જ ભગવાનને વઢી શકે ! ૧૨૧૪ જ્યાં પ્રેમ છે ત્યાં દોષ નથી. વેપારી પ્રેમ આવ્યો ત્યાં બધા દોષ દેખાય. ૧૨૧૫ આ જગતમાં કોઈ પણ માણસ તમારું કંઈ નુકસાન કરે છે, એ તો નિમિત્ત છે. તેમાં “રીસ્પોન્સિબલ' (જવાબદાર) તમે
SR No.008822
Book TitleAptasutra Full
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages235
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size723 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy