SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ જ છો. કોઈ માણસ કશું કરી શકે જ નહીં, એવું સ્વતંત્ર આ જગત છે ! અને કોઈ કરી શકતું હોત તો ભયનો પાર જ ના રહેત. કોઈને મોક્ષે જ ના જવા દેત. ૧૨૧૬ આપણો હિસાબ હોય તો જ કોઈ આપણું નામ દે. આપણે મહીં જો સહી ના કરેલી હોય તો કોઈ નામ ના દે. આ તો આપણી જ સહીને લીધે છે આ બધું ! ૧૨૧૭ કોઈ આપણી ખોડ કાઢે તો જાણવું કે આપણામાં કચાશ છે. પછી કોઈ ઊંધું જ બોલનારો હોય, તેની વાત જુદી છે. પણ એવું ખાસ ના હોય. ૧૨૧૮ આખા દા'ડામાં કોઈનો કશો ગુનો થતો જ નથી. જેટલાં ગુના દેખાય છે, તે જ આપણી કચાશ છે. ૧૨૧૯ બીજાની ભૂલો જોવી એ તો ભયંકર ભૂલ છે ! ૧૨૨૦ સામાને ખરાબ કહેવાથી કે ખરાબ જોવાથી પોતે જ ખરાબ થઈ જાય છે. લોક સારા દેખાશે ત્યારે પોતે સારો થશે. ૧૨૨૧ કોઈને ય દોષ દેખાય તે નિકાલી બાબત નથી, ગ્રહણીય બાબત છે ! ૧૨૨૨ દોષબુદ્ધિથી દોષ દેખાય છે. સહેજ અવળા હેંડ્યા કે બધા ય દોષિત દેખાશે ! ૧૨૨૩ “અમને’ આત્મા સિવાય બીજું કશું જ રૂપાળું લાગતું નથી અને ખરાબ તો આ જગતમાં કોઈ ચીજ છે જ નહીં. ‘પોતાની' બાઉન્ડ્રી ચૂકવી, એનું નામ ખરાબ ! ૧૨૨૪ પોતાની ભૂલ પોતાને' જડે નહીં, એનું નામ જગત. ૧૨૨૫ પોતાની ભૂલ ‘પોતાને' દેખાય, એનું નામ સમકિત. ૧૨૨૬ જ્યાં ભગવાન પણ પહોંચી ના શકે એ સ્થિતિ પર “જ્ઞાની' બેઠેલા હોય. કારણ કે ભગવાનને બોલવાની શક્તિ નથી, આશીર્વાદ આપવાની શક્તિ નથી. જ્યારે આ બધી જ શક્તિઓ “જ્ઞાની' પાસે છે. એટલે ભગવાન “જ્ઞાની'ને વશ થયા છે, બીજા કોઈને નહીં ! ૧૨૨૭ આ બધા “રિલેટિવ' ધર્મો છે, એ બધા પ્રાકૃત ધર્મો છે. જેને ભય ગમતો હોય, તેને માટે પ્રાકૃત ધર્મો બરાબર છે. પણ જેને નિર્ભયતા જોઈતી હોય, વીતરાગતા ગમતી હોય, તેને રિયલ’ ધર્મમાં આવવું પડશે ! ૧૨૨૮ ધર્મ કોને કહેવાય કે જ્યાં અધર્મ ના હોય. અધર્મ હોય ત્યાં ધર્મ ના કહેવાય. બેમાંથી એક હોય. દરેક ભાવનાની પાછળ એક હોય કાં તો ધર્મ હોય કાં તો અધર્મ હોય. ૧૨૨૯ આ મન-વચન-કાયા એકાકાર થાય, એને ભગવાને “મુખ્ય ધર્મ કહ્યો છે. તે એકાકાર ના રહેતાં હોય તો આપણે એટલી ભાવના રાખવી કે “મારે એકાકાર રાખવાં છે', એવું નક્કી કરીએ તો કો'ક દહાડો એ ફળે. ૧૨૩0 ધર્મ તો એનું નામ કે જે આધ્યાત્મિકનાં બધાં સાધન ભેળાં કરી આપે. ૧૨૩૧ “જ્ઞાની પુરુષ' પાસે બધા ધર્મનો સાર હોય. ૧૨૩૨ પ્રકૃતિ ધર્મ શું કહે છે? પ્રાકૃત ધર્મની રચના તો જુઓ ! મોટા મોટા “જ્ઞાની'ઓને પણ તેમાં રહેવું પડ્યું ! પ્રાકૃત ધર્મ તો ઓળખવો જ પડશે. “જ્ઞાતા-દ્ર' એકલો જ આત્માનો ધર્મ અને બીજા બધા જ પ્રાકૃત ધર્મ. ૧૨૩૩ એક ક્ષણ પણ આત્મા આરાધે, તેનો મોક્ષ થયા વગર રહે નહીં. એવું આ પદ્ગલિક રમણતાવાળું જગત છે ! ૧૨૩૪ આરાધના એટલે ઊંચે ચઢવું. ઊંચે ચઢેલા જોડે આપણે
SR No.008822
Book TitleAptasutra Full
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages235
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size723 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy