SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૭૦ આગ્રહ છે ત્યાં સંસાર છે. ૧૧૭૧ જ્યાં કંઈ પણ આગ્રહ છે ત્યાં ધર્મ નથી ! ૧૧૭૨ એક જ લક્ષ રાખજો કે ‘આત્મા જાણવો છે.’ ‘આ કરવું ને તે કરવું', તેના આગ્રહમાં પડશો નહીં. જે વખતે જે થયું તે ખરું. ૧૧૭૩ નિરાગ્રહી થવું એ વીતરાગતાનો માર્ગ છે. જ્યાંથી ત્યાંથી આગ્રહ છોડી દે. સત્યના આગ્રહને ય ભગવાને અજ્ઞાનતા કહી. ‘અમારા’માં આગ્રહ નામે ય ના હોય ! ૧૧૭૪ મતાગ્રહથી ક્યારેય પણ મોક્ષ ના થાય. નિરાગ્રહીનો જ મોક્ષ છે. ૧૧૭૫ વીતરાગ વિજ્ઞાનમાં સહેજે ય કદાગ્રહ ના હોય. મતાગ્રહ તો હોય જ નહીં. ૧૧૭૬ ખેંચ કે હઠાગ્રહ ના હોવાં જોઈએ. ખેંચને કહીએ કે તમે જાવ.' તો તે જાય, તેવી ખેંચ હોય તો ચાલે. ૧૧૭૭ આ જગતમાં એવું કોઈ સત્ય નથી કે જેનો આગ્રહ કરવા જેવો હોય ! જેનો આગ્રહ કર્યો, એ સત્ય જ નથી ! ૧૧૭૮ જ્યાં આગ્રહ ત્યાં પકડ, ને જ્યાં પકડ ત્યાં વ્યથા ! ૧૧૭૯ ના ગમતી હોય, તેમ છતાં સામાના આગ્રહથી ચા પીવી પડે છે. તે ચા પીવાની આવે, તે આપણો દોષ ને સામો આગ્રહ કરે છે, તે તેનો પછી દોષ થાય છે ! ૧૧૮૦ જેને આગ્રહનું ઝેર ના હોય, તેની આંટીઓ બધી નીકળી જાય. ૧૧૮૧ જેમાં આગ્રહો કર્યા છે, અભિપ્રાયો બાંધ્યા છે તેના જ વિચારો આવ્યા કરે ! ૧૧૮૨ ક્ષણે ક્ષણે પલટો મારે એવું આ જગત, એમાં અભિપ્રાય આપે, તે જ પોતાની ભૂલ છે ! ૧૧૮૩ જેટલાં અભિપ્રાય જેને માટે બંધાયા, તેટલાં અભિપ્રાય આપણે છોડીએ તો સહજ થઈએ. જે બાબતને માટે જેના અભિપ્રાય બંધાયેલા હોય, તે આપણને ખૂંચ્યા જ કરતું હોય અને તે અભિપ્રાય આપણે છોડીએ, તો સહજ થવાય. ૧૧૮૪ અભિપ્રાય તો અહીં રાખવાનો છે કે આ દેહ દગો છે. ૧૧૮૫ ઓપન માઈન્ડ (ખુલ્લું મન) હોય, તો જ ‘કરેક્ટ' અભિપ્રાય અપાય. ૧૧૮૬ પસંદગી તો ભ્રાંત અભિપ્રાય છે. ૧૧૮૭ કોઈ પણ જાતનો અભિપ્રાય આપવો એ જવાબદારી છે ! ૧૧૮૮ અભિપ્રાય બંધાયો કે રાગ-દ્વેષ થાય. જેનો અભિપ્રાય નહીં તેનો રાગ-દ્વેષ નહીં. ૧૧૮૯ વિષયો રાગ-દ્વેષવાળા નથી, અભિપ્રાયની માન્યતા એ જ રાગ-દ્વેષ છે. ૧૧૯૦ પ્રકૃતિ તો અભિપ્રાયે ય રાખે, બધું ય રાખે, પણ આપણે અભિપ્રાય રહિત થવું. ‘આપણે’ જુદા, પ્રકૃતિ જુદી. ‘આપણે’ આપણો જુદો જુદો ભાગ ભજવવો. એ પીડામાં ઉતરવું નહીં. ૧૧૯૧ આત્માનું ક્રિયાવાદપણું અજ્ઞાનતાને લઈને જ છે. તેને લઈને અંતઃકરણ ઊભું થયું, પ્રકૃતિ ઊભી થઈ ! ૧૧૯૨ સામાની પ્રકૃતિનું ઓળખાણ થાય તો તેની જોડે વીતરાગતા રહે. પ્રકૃતિનું ઓળખાણ થવું એ ‘જ્ઞાન’ અને જ્ઞાન થયું એટલે વર્તનમાં આવે.
SR No.008822
Book TitleAptasutra Full
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages235
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size723 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy