SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ વઢનારો યોગ ! ૩૨૧૮ પૂછીને કરવાથી જે કહે તેની જોખમદારી, સ્વચ્છંદથી કરવામાં પોતાની જોખમદારી. ૩૨૧૯ સંપૂર્ણ “સ્વ” થયા પછી છંદ રહેતો નથી, ને આરોપિત ભાવમાં બધા છંદ ઊભા થાય છે. સ્વચ્છંદ રોકાય તે જ સંયમ પરિણામ. ૩૨૨૦ ‘શુદ્ધાત્મા' સિવાય પુગલમાં અસ્તિત્વ જ નહીં, એનું નામ સ્વચ્છંદ રોકાયો કહેવાય. કિંચિત્માત્ર પોતાનો છંદ ના હોવો જોઈએ. ૩૨૨૧ સ્વચ્છેદનું મૂળિયું તો બધાને રહે જ. માટે ઠેઠ સુધી જાગૃત રહેવાનું. કારણ કે સ્વચ્છંદનું ઝાડ થતાં કંઈ વરસ - બે વરસ લાગે ? એ તો ક્ષણમાં મોટું થઈ જાય ! ૩૨૨૨ જેનું સ્વચ્છંદનું મૂળિયું ગયું, તે જ્ઞાની જ કહેવાય. સ્વચ્છંદનું મૂળિયું શું કરે એ ખબર છે ? એ જેને આશરે રહ્યા હોય તેની આધીનતા તોડાવે. એ સ્વછંદનું મૂળ તો બહુ ભારે છે. એ જાય તો તો એ ‘જ્ઞાની' જ થઈ ગયો. એ છે ત્યાં સુધી ફૂલાં ના બેસે. ‘જ્ઞાની'માં ને તમારામાં એટલો જ ફેર છે. તમારું સ્વચ્છેદરૂપી મૂળ ગયું નથી. ૩૨૨૩ સ્વચ્છંદ તો બહુ ભારે રોગ છે. એનું મૂળિયું જાણી લેવાનું છે. જાણેલું હોય તો સારું પડે, નહીં તો એ રઝળાવી મારે ! ૩૨૨૪ મોક્ષમાર્ગ શરૂ થયો કોને કહેવાય ? જે મોક્ષસ્વરૂપ થઈ ગયા છે એવાં જ્ઞાની પુરુષ'ની પાછળ ચાલવા માંડ્યું, એટલે મોક્ષમાર્ગ શરૂ થયો. એમની પાછળ ચાલવાનું નક્કી કર્યું કે વહેલે-મોડે એમની પાછળ જ હવે જવું છે એટલે મોક્ષમાર્ગ શરૂ થઈ ગયો. એની મુક્તિ અવશ્ય થવાની ! ૩૨૨૫ સ્વચ્છેદ શું કરે કે અભેદ બુદ્ધિ ઉત્પન્ન થઈ હોય ત્યાં ભેદ પાડી આપે. “આમ કરીશ તો જ મારી કિંમત રહેશે” એમ કરીને ભેદ પાડી આપે. કોઈ મારી જોડે રિસાયું હોય તો તે શાથી રિસાય ? ભેદ પડે ત્યારે. આને જ માયા કહી. ૩૨૨૬ માયા એટલે પોતે જે છે તેને તે રીતે ના જાણવું ને બીજી રીતે જાણવું તે ! ૩૨૨૭ ‘હું કોણ છું’ એ ના જાણવું ને ભટકાયા કરવું, એનું નામ માયા ! ૩૨૨૮ બે પ્રકારનાં જ્ઞાન : એક માયાવી જ્ઞાન ને બીજું ચેતન શાન. સાચું જ્ઞાન ચેતન જ્ઞાન કહેવાય. સાચું જ્ઞાન કોને કહેવાય કે જાયું એટલે તે પ્રમાણે પછી થયા જ કરે. આપણે કશું કરવું ના પડે. ૩૨ ૨૯ માયા એટલે અજ્ઞાનતા. એ અજ્ઞાનતા જાય એટલે માયા જેવી વસ્તુ જ નથી. બધી માયા ‘રિલેટિવ' છે. માયા વિનાશી છે અને “આપણે” અવિનાશી છીએ. એ કેટલાં દહાડા રહે? જ્યાં સુધી આપણને વિનાશી ચીજો ઉપર મોહ હોય ત્યાં સુધી ઊભી રહે. આપણને “સ્વરૂપનો મોહ ઉત્પન્ન થયો એટલે ખલાસ થઈ ગયું ! ૩૨૩૦ આત્મા પ્રાપ્ત થયા પછી જ આત્મધર્મમાં આવી શકે. ૩૨૩૧ આત્માનો ધર્મ શો છે ? બધા ધર્મને જાણે તે. મન-બુદ્ધિ-ચિત્ત દેહ - બધા શું કરી રહ્યાં છે તેને જાણ્યા કરે, એનું નામ આત્મા. બધાં પોતપોતાના ધર્મમાં છે ને ‘તમે' તમારા ધર્મમાં રહો. ૩૨૩૨ આત્માનો ધર્મ શો છે કે જાણવું, જોવું અને પરમાનંદના અનુભવમાં રહેવું.
SR No.008822
Book TitleAptasutra Full
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages235
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size723 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy