SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ સુધી “સમાધિ સુખ' ઉત્પન ના થાય ! ૩૨૦૧ વીતરાગો એટલું જ કહીને થાક્યા કે “ચારિત્રમોહ'નો લટકેલો હશે તો અમે ચલાવી લઈશું, પણ ‘દર્શનમોહ'નો લટકેલો ‘અહીં’ નહીં ચાલે ! “ચારિત્રમોહના લટકેલાના બે-ચાર અવતાર વધારે થાય, પણ ‘દર્શનમોહ'ના લટકેલાનું તો કશું ઠેકાણું જ ના કહેવાય ! ૩૨૦૨ ‘દર્શનમોહ’ ‘જ્ઞાની પુરુષ'ના “જ્ઞાનથી જાય અને ‘ચારિત્રમોહ' જ્ઞાની'ની ‘આજ્ઞા'થી જાય. ‘એટલે “અમે’ ‘જ્ઞાન' અને આજ્ઞા' બેઉ આપીએ છીએ'! ૩૨૦૩ જ્ઞાની પુરુષની આજ્ઞા એ તો ભવોમાં જવા માટેની આડી દીવાલ છે. ૩૨૦૪ દરેકને જે જે વસ્તુઓ ભેગી થાય છે તે તેના બુદ્ધિના આશય મુજબ જ હોય છે. બુદ્ધિના આશયમાં હોય કે મને ઝૂંપડામાં જ ફાવશે, તો કરોડ રૂપિયા હોય તો પણ તેને ઝૂંપડા વગર ગમે નહીં. એની એણે પ્રતિષ્ઠા કરી છે તેથી. ૩૨૦૫ ભાવ કરવો ના પડે. બુદ્ધિના આશય’ પ્રમાણે જ મહીં સેટલમેન્ટ' થઈ ગયું હોય, તેમાં પોતે પ્રતિષ્ઠા કરીને પૂતળું તૈયાર કરે છે. ૩૨૦૬ બુદ્ધિના આશયમાં ભરી લાવ્યો હોય કે “ચોરી કરીને જ ચલાવવું છે, કાળા બજાર કરીને જ ચલાવવું છે. તે પછી ચોરી કરે તેમાં પછી પુણ્ય ભેગું થાય એટલે કોઈ એને પકડી ના શકે ને પાપ ભેગું થાય તો એમ ને એમ પકડાઈ જાય. જે રીતે ભોગવવાની ઈચ્છા કરી હોય તેવું મળી આવે છે. ૩૨૦૭ આખી જિંદગી ભત્રીજા પાસે ચાકરી કરાવી ને મરતી વખતે બધી મિલકત છોકરાંને આપી દીધી ! એ બુદ્ધિનો આશય ! ૩૨૦૮ અમે બુદ્ધિના આશયમાં એવું લાવેલા કે આ છોકરાંની લપ શું ને ભાંજગડ શી ? તેથી દાદાના છોકરાં મરી ગયાં, તે બુદ્ધિનો આશય એવો હતો તેથી. બુદ્ધિના આશયમાં ભણવું નહોતું, આત્મા ખોળી કાઢવો હતો, તે મેટ્રિકમાં નાપાસ થયા ! બુદ્ધિના આશયમાં નોકરી નહીં કરવાની ઇચ્છા, તે નોકરી ના કરીને કંટ્રાક્ટનો ધંધો કર્યો ! ૩૨૦૯ અવશ્ય મોક્ષ પામવાનું સાધન જો આ જગતમાં હોય તો સ્વચ્છંદ રોકવો એકલું છે. આ મોટામાં મોટું સાધન છે. સ્વચ્છંદ એટલે પોતાના ડહાપણે મોક્ષ ખોળવો. ૩૨ ૧૦ આ સંસારરૂપી વૃક્ષ એ સ્વછંદના આધારે જ ઊભું છે. એનાં કેટલાંય ડાળાં ને કેટલાંય પાંદડાં ફૂટે છે ! ૩૨ ૧૧ સ્વચ્છંદ રોકાય એનું નામ સંયમ. ૩૨ ૧૨ સ્વચ્છંદ એટલે અધિકરણ ક્રિયાને આધારરૂપ થવું તે અને સ્વચ્છંદ નહીં તે અધિકરણ ક્રિયાને નિરાધાર કરવી તે તે છંદ વગરની દશા ! ૩૨ ૧૩ એક સેકન્ડ પણ સ્વચ્છેદ કોઈનો છૂટે નહીં. ‘હું જ ચંદુભાઈ છું, હું જ ચંદુભાઈ છું' છે ત્યાં સુધી સ્વચ્છંદ જાય જ નહીં. ૩૨ ૧૪ સ્વછંદ એટલે શું ? પોતે જજ, પોતે વકીલ ને પોતે જ આરોપી ! ૩૨ ૧૫ પોતાનો સ્વચ્છેદ કોઈને ઓળખાય નહીં ને જેને તે ઓળખાય એ “જ્ઞાની' કહેવાય. ૩૨૧૬ સમકિત એટલે ઊંધી સમજણ છૂટી જવી તે. સમકિત સમાધિ કરાવડાવે, સ્વચ્છંદ રોકે. ૩૨૧૭ વઢનાર હશે તો માણસ મોક્ષે જશે. જો વઢનાર ના હોય તો સ્વચ્છેદ વિહારી થાય. પ્રત્યક્ષ સદ્ગુરુનો યોગ એટલે જ
SR No.008822
Book TitleAptasutra Full
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages235
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size723 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy