SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૩૩ વીતરાગનો માર્ગ કોઈને “ઓસ્ટ્રકટ' (અંતરાય) કરવાનો નથી, “એન્કરેજ' (પ્રોત્સાહિત) કરવાનો છે. જ્યાં “ઓસ્ટ્રકટ’ કરવાનું થાય ત્યાં ઉદાસીન રહો. ૩૨૩૪ વીતરાગોને વિરોધ ના હોય. જ્યાં વિરોધ હોય, મમત હોય, ત્યાં વીતરાગ માર્ગ ના હોય. ૩૨૩૫ વીતરાગ માર્ગમાં તો ઊંચા થાસેય બોલવાનું ના હોય અને મન તો જરાય બગડવું ના જોઈએ. ૩૨૩૬ દીક્ષા એટલે જ્ઞાનને જ્ઞાનમાં બેસાડવું અને અજ્ઞાનને અજ્ઞાનમાં બેસાડવું તે. ‘જ્ઞાની પુરુષ' સિવાય આ દીક્ષા કોઈ આપી શકે નહીં. ૩૨૩૭ આત્મદશા સાથે તે સાધુ. ૩૨૩૮ સાધુ કોને કહેવાય કે જેનાં ક્રોધ-માન-માયા-લોભ કંટ્રોલેબલ (સંયમિત) હોય. એનાં ક્રોધ-માન-માયા-લોભ કોઈને ય હરકત ના કરે એવાં હોય. ૩૨૩૯ લોકોને સીધા કરવાની જરૂર નથી, આપણે સીધા થવાની જરૂર છે. સીધા થયા એ સાધુ. ૩૨૪૦ જ્યાં બાધકતા છે ત્યાં સાધુ નથી. સાધુ સાધક-બાધક ના હોય. ખાલી સાધક એકલો જ હોય. ૩૨૪૧ પોતાના કષાયનો નિકાલ કરવો એ સાધુપણું. ૩૨૪૨ જે સંસારમાં રહે, બધી રીતે સંસારી છે, પણ સંસારના ભાવમાં એટલે પરભાવમાં નથી, સ્વપરિણતિમાં છે તે સંન્યાસી. અગર તો સ્વપરિણતિની જેની શરૂઆત થઈ છે, હજુ પૂર્ણાહુતિ નથી થઈ એ સંન્યાસી. ૩૨૪૩ સંન્યસ્ત કોને કહેવાય કે જે પરપરિણતિને ખસેડ ખસેડ કરે ! ૩૨૪૪ પરપરિણામને ને સ્વપરિણામને સમજીને ચાલતાં હોય તે સંન્યાસી કહેવાય. ૩૨૪૫ સંન્યાસી એટલે સંસારમાં મૂર્તિ દેખાય, પણ મૂર્તિરૂપે હોય નહીં. ૩૨૪૬ જ્યાં ક્રોધ છે ત્યાં સંન્યાસ નથી, જ્યાં લોભ છે ત્યાં સંન્યાસ નથી, જ્યાં અહંકાર છે ત્યાં સંન્યાસ નથી, જ્યાં કપટ છે ત્યાં સંન્યાસ નથી અને “જ્ઞાનથી સાચા સંન્યાસી થઈ શકાય તેમ છે, સંસારમાં રહીને પણ ! ૩૨૪૭ આ ક્રોધ-માન-માયા-લોભની સૃષ્ટિ ક્યાં સુધી ઊભી રહી છે? જ્યાં સુધી હું ચંદુભાઈ છું' એવી આપણી પ્રતિષ્ઠા કરેલી છે ત્યાં સુધી. હવે કોઈ અહીંથી આચાર્ય થયો તો પાછી “હું આચાર્ય છું'ની પ્રતિષ્ઠા થઈ !!! “હું શુદ્ધાત્મા છું'નું ભાન થાય, નિજસ્વરૂપમાં આવે ત્યારે આ બધી પ્રતિષ્ઠા તુટી જાય. ત્યારે જ ક્રોધ-માન-માયા-લોભ જાય. નહીં તો તેમને માર માર કરે તો ય ના જાય. ઊલટાં વધ્યા કરે. ૩૨૪૮ ક્રોધ કોનું નામ કહેવાય ? જેની પાછળ હિંસકભાવ ને તાંતો હોય. એક અપવાદ છે આમાં. માબાપ પોતાનાં છોકરાં જોડે ક્રોધ કરે તો તેની પાછળ હિંસકભાવ હોતો નથી, ખાલી તાંતો જ હોય છે. તેથી તે પુણ્ય બાંધે છે. ૩૨૪૯ તાંતો એ અહંકારનો ગુણ છે ને હિંસકભાવ એ ક્રોધનો ગુણ ૩૨૫૦ ક્રોધમાં તાંતો ને હિંસકભાવ ના હોય તો તે ઉગ્રતા કહેવાય. લોભમાં તાંતો ના હોય તો તે આકર્ષણ કહેવાય. ૩૨૫૧ અહંકાર વગરનાં જે ક્રોધ-માન-માયા-લોભ છે તે દુઃખ કરે નહીં.
SR No.008822
Book TitleAptasutra Full
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages235
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size723 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy