SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ એ જ ‘રોંગ બિલિફ'. ૩૧૮૫ વિશેષભાવમાં શું થયું? ‘હું કંઈક છું’ અને ‘આ બધું હું જાણું છુંને “કરું છું' આ વિશેષભાવ થયો બસ. તેનાથી આ સંસાર ઊભો થયો ! પછી લોકોનું જોઈ જોઈને કરવા માંડે. ૩૧૮૬ ક્રોધ-માન-માયા-લોભ એ કોના ગુણધર્મ છે ? આત્માના કે જડના ? એ આત્માના ય ગુણધર્મ નથી ને પુગલના ય ગુણધર્મ નથી. તો એ આવ્યા ક્યાંથી ? આત્મા અને પુગલના ભેગા થવાથી વિશેષ ગુણધર્મ ઉત્પન્ન થયો, તે જ ક્રોધ-માન-માયા-લોભ છે. એને વ્યતિરેક ગુણો કહ્યા. આપણે સમજવું કે આ ક્રોધ-માન-માયા-લોભ મારા ય ગુણધર્મ નથી ને પુદ્ગલના ય નથી. ૩૧૮૭ આ ક્રોધ-માન-માયા-લોભ એ વિશેષ ગુણો ક્યાં સુધી રહે છે? જ્યાં સ્વરૂપની અજ્ઞાનતા તૂટે કે તરત વિશેષ ગુણ તૂટી જાય. સ્વરૂપની અજ્ઞાનતા ક્યાં તૂટે? “જ્ઞાની પુરુષ' પાસે. ૩૧૮૮ આ વિશેષ ગુણથી જે પુગલ પહેલાં ચાર્જ થઈ ગયેલું, જે પથરા ગરમ થઈ ગયા છે, તેને ચારિત્રમોહ કહે છે ! સ્વરૂપનું જ્ઞાન’ થાય એટલે કર્તા રહે નહીં, એટલે ડખલ રહે નહીં ને ચારિત્રમોહનો નિકાલ થઈ જાય ! ૩૧૮૯ ભગવાને તો “આત્મા શું છે એટલું જ જાણવાનો મોહ રહ્યો. તેને ય “સમ્યકત્વ મોહ' કહ્યો. ભગવાન, આ ય મોહ ? ‘હા, આત્મા જાણ્યા સિવાય મોહ શી રીતે જાય ?” ૩૧૯૦ મોહ બે પ્રકારના : ‘દર્શનમોહ” ને “ચારિત્રમોહ.” ૩૧૯૧ દર્શનમોહ એટલે ‘હું ચંદુભાઈ જ છું’ એ નક્કી છે, એ જ દર્શનમોહ. જ્યાં પોતે છે તે જાણતો નથી અને જ્યાં નથી ત્યાં આરોપ કરે છે એ ‘દર્શનમોહ'. ‘દર્શનમોહ” એટલે ઉઘાડી આંખે અંધો ! ૩૧૯૨ ‘ચારિત્રમોહ’ એ પરિણામ છે. ‘સ્વરૂપ જ્ઞાનની પ્રાપ્તિ પછી ચારિત્રમોહ રહે છે. ‘દર્શનમોહ’ જાય ત્યાર પછી જ ચારિત્રમોહ, “ચારિત્રમોહ' કહેવાય. ત્યાર પછી જ મોહના બે ભાગ પડે. નહીં તો મોહ જ કહેવાય. ૩૧૯૩ ‘દર્શનમોહ' એટલે “ચાર્જ મોહ', ‘ચારિત્રમોહ' એટલે ડિસ્ચાર્જ મોહ'. ૩૧૯૪ “સ્વરૂપ જ્ઞાન’ પછી રહ્યું શું ? “ચારિત્રમોહ' એકલો જ. ચારિત્રમોહ'નો સમભાવે નિકાલ કરી નાખવાનો. ચારિત્રમોહને કાઢવાનો નથી. ‘જ્ઞાન' પહેલાં જે જે ભાવ કરેલાં, તેનો ઉદય આવે તે ચારિત્રમોહ. ૩૧૯૫ ‘ચારિત્રમોહ' એટલે આ કાળે, આ ક્ષેત્રે આટલું આવીને છૂટી જાય. ૩૧૯૬ ‘તું ચોપડી લખે છે' તે ય “ચારિત્રમોહ' છે. કારણ કે કોઈ એ લઈ લે તો મોહ ઊભો થાય. ૩૧૯૭ દાન આપતો હોય તેને કહીએ, ‘તમે અક્કલ વગરનું ઊંધું કામ કરો છો.' તો તે કહે કે “આ રહ્યું દાન-બાન' એ ‘ચારિત્રમોહ.' ૩૧૯૮ ક્રિયાનો વાંધો નથી, ક્રિયામાં મોહ છે તેનો વાંધો છે. જ્યાં સુધી દર્શનમોહ છે ત્યાં સુધી જપ કરો, તપ કરો, દાન કરો, એ બધો જ મોહ કહેવાય. ૩૧૯૯ બે પ્રકારની નિર્મળતાને ભગવાને મોક્ષનું કારણ કહ્યું. એક દર્શન નિર્મળતા ને બીજું ચારિત્ર નિર્મળતા. દર્શનશુદ્ધિ પછી બહારના સંયોગો ઊભા થાય ને તેમાં તન્મયાકાર થાય તે ચારિત્રમોહ ને જ્ઞાતા-દ્રષ્ટા રહે તો ચારિત્ર નિર્મળતા. ૩૨૦૦ “સ્વરૂપ જ્ઞાન’ પછી જે “ચારિત્રમોહ’ રહે છે એ ફરી સંસારબીજ નાખે એવો નથી, પણ એ જ્યાં સુધી હોય ત્યાં
SR No.008822
Book TitleAptasutra Full
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages235
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size723 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy